________________
તૃતીય પ્રકાશ, શ્લો.૧ ૨૯
૩૨૭
થયો કે – શુભ યોગમાંથી અશુભ યોગમાં ગએલા આત્માનું ફરી શુભ યોગોમાં પાછું ફરવું તે પ્રતિમ કહેવાય કહ્યું કે “પ્રમાદવશ બનેલો આત્મા પોતાના સ્થાનમાંથી પરસ્થાનમાં અર્થાત્ સ્વભાવમાંથી વિભાવમાં ગયો હોય, તે ફરી સ્થાનમાં આવી જાય, તે પ્રતિક્રમણ કહેવાય. પ્રતિનો વિપરીત અર્થ કરીને આ વ્યાખ્યા કરી કહેલું છે કે- “ક્ષયોપશમિક ભાવમાંથી ઔદયિક ભાવને વશ થએલા આત્માનું ફરી પ્રતિકુળ ગમન થવું એટલે કે ક્ષયોપશમિક ભાવમાં પાછા આવવું તે પ્રતિક્રમણ કહેવાય' આ તો ઉપર પ્રમાણે જ અર્થ થયો, માટે કહે છે કે = અથવા તો પ્રતિ પ્રતિ મur = પ્રતિમUT મોક્ષફલદાયક શુભ-યોગોની પાસે જવું તે પ્રતિક્રમણ કહેવાય. કહ્યું છે કે– “માયાશલ્ય આદિ સર્વ શલ્યોથી રહિત સાધુનું જે મોક્ષફલ આપનારા શુભ યોગોની તરફ વર્તન થવું તે પ્રતિક્રમણ કહેવાય આ પ્રમાણે પ્રતિક્રમણ શબ્દની વ્યાખ્યા કહી.
આ પ્રતિક્રમણ ભૂત, ભવિષ્ય અને વર્તમાન એમ ત્રણેય કાળના પાપકર્મ-વિષયક હોય છે. શંકા કરી કે પ્રતિક્રમણ ભૂતકાલ વિષય હોય છે. કારણકે કહેલું છે કે- ભૂતકાળમાં કરેલા પાપોનું પ્રતિક્રમણ કરું છું. વર્તમાન કાળના પાપને રોકું છું અને ભવિષ્યકાળના પાપનું પચ્ચખાણ કરું છું. એમાં પ્રતિક્રમણ તો ભૂતકાળને અંગે જ કહેલું છે તો ત્રણે કાળ વિષયક પ્રતિક્રમણ કેવી રીતે કહેવાય ? સમાધાન કરતાં કહે છે કે– અહીં પ્રતિક્રમણ શબ્દનો અર્થ “અશુભ યોગોથી નિવૃત્તિ કરવી– અટકવું. એટલો જ માત્ર સમજવો કહ્યું છે કે- “જેમ મિથ્યાત્વનું પ્રતિક્રમણ તેમ અસંયમનું પ્રતિક્રમણ. કષાયોનું પ્રતિક્રમણ અને અપ્રશસ્ત ખરાબ યોગોનું પ્રતિક્રમણ-અર્થાત તે દરેકથી અટકવું તે પ્રતિક્રમણ કહેવાય” (આ.નિ.).
તેથી નિંદા દ્વારા અશુભ યોગોથી નિવૃત્ત થવારૂપ ભૂતકાળ સંબંધી પ્રતિક્રમણ સંવર દ્વારા વર્તમાન અશુભ યોગોથી નિવૃત્ત થવારૂપ વર્તમાનકાળનું પ્રતિક્રમણ અને પચ્ચકખાણ દ્વારા ભવિષ્યકાળ સંબંધી અશુભ યોગોથી નિવૃત્ત થવારૂપ પ્રતિક્રમણ એમ ત્રણેય કાળ સંબંધી અશુભ યોગોથી નિવૃત્ત થવારૂપ ત્રિકાળ પ્રતિક્રમણ થવામાં કોઈ બાધ નથી.
આ પ્રતિક્રમણ દેવસિક આદિ-પાંચ ભેદોવાળું છે, દિવસનાં અંતે-સાંજે થનારું દેવસિક, રાત્રિના અંતે થનારું રાત્રિક, પખવાડિયા અંતે થનારું પાક્ષિક, ચાર મહિનાને અંતે થનારું ચાતુર્માસિક, અને સંવત્સર વર્ષને અંતે થવાવાળું સાંવત્સરિક પ્રતિક્રમણ કહેવાય. ફરી તે પ્રતિક્રમણ બે પ્રકારનું ધ્રુવ અને અધુવ પ્રકારનું છે– ભરત અને ઐરાવત ક્ષેત્રોમાં પહેલાં અને છેલ્લાં તીર્થકરના તીર્થમાં ધ્રુવ, અપરાધ થાય કે ન થાય તો પણ સવાર-સાંજે ઉભયકાલ પ્રતિક્રમણ કરવું જોઈએ. તે ધ્રુવ, અને મધ્યમ તીર્થકરના તીર્થમાં તથા મહાવિદેહ ક્ષેત્રોમાં કારણ હોય એટલે કે તેવા દોષ લાગે, ત્યારે પ્રતિક્રમણ કરવાનું તે અધ્રુવ. જે માટે કહેવું છે કે- “પહેલાં અને છેલ્લાં જિનનો ધર્મ પ્રતિક્રમણ સાથેનો છે. અર્થાત્ તેમના શાસનમાં અવશ્ય બે કાળ પ્રતિકમણ કરવાનું છે અને મધ્યમ તીર્થંકરના તીર્થમાં કારણ પડે તો પ્રતિક્રમણ કરવાનું છે. પ્રતિક્રમણ વિધિ તો પૂર્વાચાર્યોએ કહેલી આ ગાથાઓને અનુસાર સમજવો. જેના અર્થો અહીં જણાવીએ છીએ (આ.નિ. ૧૨૫૮)
અહીં પંચવિધિ આચારની વિશુદ્ધિ માટે સાધુ અને શ્રાવક પણ ગુરુની સાથે પ્રતિક્રમણ કરે અને ગુરુના વિરહમાં શ્રાવક પણ કરે ૧. તેમાં પહેલાં દેવવંદન કરીને પ્રારંભમાં ચાર ખમાસમણ દઈને (ભગવાન હ ! વિગેરે કહીને) ભૂમિતલ પર મસ્તક અડાડીને (સબસ્ત વિ બોલીને) સમગ્ર અતિચારોનું મિચ્છા મિ દુક્કડું આપે. ૨. પછી સામાયિક સૂત્ર પૂર્વક ઇચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ. વિગેરે સૂત્ર બોલીને