SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ વોસિરામિ-નિખ્વામિ મમિ – માત્માન વ્યવૃનામિ તે અપરાધો કરનારા મારા ભૂતકાળના પાપવાળા આત્માને સંસારથી વિરકત બનેલો હું પ્રશાન્ત ચિત્તથી વર્તમાનકાલના શુદ્ધ અધ્યવસાયો વડે નિંદા કરું છું. આપની સાક્ષીએ દુષ્ટ કાર્ય કરનારા મારા આત્માને ગર્તુ છું અને દુષ્ટ કાર્ય કરનારા એવા મારા તે આત્માને તેની અનુમોદના-ત્યાગ કરવા વડે કરીને વોસિરાવું છું એ પ્રમાણે ગુરુવંદન-સૂત્ર બોલવા પૂર્વક પ્રથમ વખત વંદન કરીને પુનઃ ત્યાં અવગ્રહ બહાર ઉભા રહીને, અર્ધ શરીર નમાવી બીજી વખત વંદન કરવા માટે “ચ્છામિ ઘમાસમuો' થી શરૂ કરીને વોસિરામિ' સુધી બીજી વખત સંપૂર્ણ પાઠ બોલે, એટલું વિશેષ-સમજવું કે બીજી વખતના વંદનમાં અવગ્રહથી બહાર નીકળ્યા વિના જ સાવસિયણ પાઠ છોડીને બાકીનો સર્વ સુત્રપાઠ બોલે, વંદનસત્રના આ વિધિને જણાવનારી ગાથાઓ આગમમાં આ પ્રમાણે છે. તેના અર્થ લખીએ છીએ – “આચારનું મૂલ વિનય છે, તે ગુણવંતોની પ્રતિપત્તિ-સેવાથી થાય, તે વિધિથી ગુરુને વંદન કરવાથી થાય અને તે દ્વાદશાવર્ત વંદનનો વિધિ આ પ્રમાણે જાણવો. ૧. વંદન કરવાની ઈચ્છાવાલો યથાજાત અર્થાત્ જન્મસમયની અવસ્થાવાળો બની અવગ્રહ બહાર સંડાસાને પ્રમાર્જીને ઉત્કટિકાસને બેસી મુહપત્તિ પડિલેહી ઉપરનું અર્ધ અંગ પ્રમાર્જીને ૨. પછી ઉભો થઈને, કેડ ઉપર કોણીઓથી ચોલપટ્ટાને પકડી (આગળ કંદોરો વાપરતો ન હતો) શરીર નમાવીને યુક્તિપૂર્વક પાછળનો ભાગ ધર્મની નિંદા ન થાય તેમ ઢાંકીને ૩. ડાબા હાથની આંગળીઓમાં મુહપત્તિ તથા બે હથેલીઓમાં રજોહરણ પકડીને અને વંદનને અંગે કહેલા બત્રીશ દોષો ટાળીને ગુરુની સામે આ પ્રમાણે ઉચ્ચાર પૂર્વક બોલે-૪. ઈચ્છામિ ખમાસમણોથી નિસીરિઆએ સુધી બોલીને પછી ગુરુનો છ' એ ઉત્તર સાંભળીને અવગ્રહની યાચના કરવા માટે ૫. “મનાદ એ મિડદું બોલે અને ગુરુ ‘મણુનામિ' કહે, ત્યારે અવગ્રહભૂમિમાં પ્રવેશ કરી, સંડાસા પ્રમાર્જીને નીચે બેસે. ૬. તે પછી રજોહરણ દશીઓ સહિત પ્રમાર્જીને મસ્તકને સ્પર્શ કરવા માટે ઉપયોગી થશે એમ ધારી જમીન પર સ્થાપન કરે, તે પછી પ્રથમ ૭. ડાબા હાથે એક બાજુથી પકડેલી મુહપત્તિ વડે ડાબા કાનથી આરંભીને જમણા કાન સુધી લલાટ પ્રમાર્જ ૮. અને સંકોચેલા ડાબા ઢીંચણના ઉપરના ભાગે પ્રમાજીને તેની ઉપર મુહપત્તિ મૂકે તથા ઓઘાના મધ્યભાગમાં ગુરુના ચરણયુગની સ્થાપનાકલ્પના કરે. ૯. તે પછી બે હાથ લાંબો કરીને બે સાથળોના મધ્યભાગનો સ્પર્શ ન થાય તેમ ભેગી કરેલી બે હથેલીઓથી 5 કારનું ઉચ્ચારણ કરતો ઓઘાની દશીનો સ્પર્શ કરે ૧૦. તે પછી બે હથેળીને અંદર મુખ તરફ ફેરવીને અને લલાટે સ્પર્શ કરવા માટે ઊંચે લઈ જઈને દો કાર ઉચ્ચારતાં જે બે હથેલીઓથી લલાટને સ્પર્શ કરે. ૧૧. ફરી બંને હાથ અધોમુખવાળા કરી કાર બોલતાં રજોહરણને સ્પર્શ કરે અને ચું અક્ષરના ઉચ્ચાર સાથે ફરી પહેલાં માફક લલાટને સ્પર્શ કરે. ૧૨. વળી 1 અક્ષરના ઉચ્ચાર વખતે ત્રીજીવાર ઓઘાને સ્પર્શ કરીને ય કાર બોલતા ફરી તે જ રીતે લલાટે સ્પર્શ કરે. ૧૩. પછી સંeri પદ બોલતા રજોહરણને બે હાથ અને મસ્તકથી પ્રણામ કરીને મસ્તક ઊંચું કરી, બે હાથ જોડી મસ્તકથી પ્રણામ કરીને, મસ્તક ઊંચું કરી બે હાથ જોડી અવ્યાબાધ-સુખશાતા પૂછવા માટે ૧૪. “મળિો છે હિનામો' મMજિન્નતા વદુખે છે વિવો' દિવસ, પક્ષ કે વર્ષ “વફ#તો' એમ બોલે અને પછી મૌન કરે, ૧૫. જ્યારે ગુરુ તત્તિ' જવાબ આપે, ત્યારે પુનઃ સંયમયાત્રા અને યાપનિકા એટલે ઈન્દ્રિયો અને મનની નિરાબાધતા પૂછે તે વખતે પણ પૂર્વની જેમ બીજી વખતના ત્રણ આવર્તે કરવા, તથા તેમાં સ્વરોનો યોગ કરવો ૧૬. ત્યાં અમે પ્રશ્ન પૂછીએ છીએ કે મંદબુદ્ધિવાળા શિષ્યોના અનુગ્રહ
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy