SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ બહાર નિષ્ક્રમણ કરવાનું હોય. બીજા વંદનમાં બહાર નીકળવાનું ન હોવાથી નિષ્ક્રમણ નથી. ૨૫ આમ કુલ પચીશ આવશ્યક વંદનના જાણવા. (આ. નિ. ૧૨૨૧થી ૧૨૨૫) બત્રીશ દોષો : ૧. અન્નાદત દોષ : આદર વગર અદ્ધર ચિત્તે વંદન કરવું. ૨. સ્તબ્ધ દોષ ઃ આઠ પ્રકારના મદને આધીન બની વંદન કરવું. ૩. અપવિદ્ધ દોષ : વંદન અપૂર્ણ રાખી ભાગી જવું. ૪. પરિપિંડિત : એક સામટુ દરેકને એક સાથે વંદન કરવું અથવા બે હાથ, પેટ ઉપર તથા બે પગ ભેગા રાખી વંદન કરવું કે સૂત્રના ઉચ્ચારમાં અક્ષરોના સંપદાઓનો યથાસ્થાને અટક્યા વગર અસ્પષ્ટ ભેગો ઉચ્ચાર કરવો. ૫. ટોલગતિ : તીડ માફક આગળ-પાછળ કૂદતાં-કૂદતાં અસ્થિરતાથી વંદન કરવું. ૬. અંકુશ : ગુરુ ઉભા હોય, સૂતેલા હોય, અન્ય કાર્યોમાં રોકાએલા હોય, ત્યારે તેમનો ઓઘો, ચોલપટ્ટો વસ્ત્ર કે હાથ પકડી અવજ્ઞાથી આસન પર બેસાડી અંકુશથી જેમ હાથીને, તેમ ઉભા રહેલા ગુરુને આસન પર બેસાડવા પૂજ્ય પુરુષોને કદાપિ ખેંચવા યોગ્ય નથી, કારણકે તેમ કરવાથી અવિનય થાય છે અથવા અંકુશમાં પીડાએલા હાથીની જેમ વંદન કરતા મસ્તક ઊંચું-નીચું કરવું. ૭. કચ્છપરીગિત ઃ ઉભા ઉભા “તિલનારાણ' ઇત્યાદિ પાઠ બોલતા કે બેઠા બેઠા કરો શર્થ #ાં ઇત્યાદિ સૂત્ર બોલતા વિના કારણે વંદન કરતાં કાચબાની જેમ આગળ-પાછળ ખસ્યા કરવું. ૮. મત્સ્યોદ્વર્તન : જેમ માછલું જળમાં એકદમ નીચે જાય, ઉપર આવે અને પાકું ફેરવીને એકદમ રેચકાવર્ત કરી બાજુમાં ફરી જાય, તેમ વંદન કતાં ઉછળીને ઉભો થાય, પડવા માફક બેસી જાય, એકને વંદન કરી બીજાને બાજુમાં ખસ્યા વગર માછલાં માફક પડખું ફેરવી વંદન કરે. ૯. મનઃપ્રદુષ્ટ : ગુરુએ શિષ્ય કે તેના સંબંધીને ઠપકો કે આકરા શબ્દો કહ્યા હોય, તેથી તેઓ પ્રત્યે મનમાં દ્વેષ રાખી વંદન કરવું અથવા પોતાથી તે હીનગુણવાળો હોય તેને હું વંદન કેમ કરું ? અથવા આવા ગુણહીન છતાં પણ વંદન દેવરાવે છે–એમ વિચારતાં વંદન કરે. ૧૦. વેદિકાબદ્ધ : વંદનમાં આવર્ત દેતાં બે હાથ, બે ઢીંચણ વચ્ચે રાખવા જોઈએ. તેને બદલે બે હાથ, બે ઢીંચણ ઉપર રાખે, ઢીંચણ નીચે હાથ રાખે, હાથ ખોળામાં રાખે, બે ઢીંચણ બહાર-પડખે બે હાથ રાખે, અગર બે હાથ વચ્ચે એક ઢીંચણ રાખે તે રીતે વંદન કરે-એમ તેના પાંચ પ્રકારો છે. ૧૧. ભય : વંદન નહિ કરીશ તો સંઘ, સમુદાય કે ગચ્છમાંથી ક્ષેત્રમાંથી દૂર કરશે બહાર કરશેએ ભયથી વંદન કરવું. ૧૨. ભજન : હું વંદનાદિ સેવા કરું છું. તેથી ગુરુ પણ મારી સેવા કરશે. મારી સેવાથી દબાએલા આગળ મારી સેવા કરશે- એમ સમજી થાપણ મૂકવા માફક વંદન કરવું. ૧૩. મૈત્રી : આ આચાર્યાદિક સાથે મારે મૈત્રી છે માટે, અગર વંદન કરું તો મૈત્રી થાય, તેમ સમજી વિંદન કરવું. ૧૪ ગૌરવ : ગુરુ-વંદન, આદિક વિધિઓમાં હું કુશળ હું એમ આવર્તાદિક સાચવીને બીજાને
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy