SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ * ** યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ કેમ કહેવાય ? માટે આ અતિચારો નહિ, પણ સામાયિકનો ભંગ જ છે, એમ કહેતા હો તો તેનો જવાબ આપે છે કે તમારો પ્રશ્ન ઠીક છે, પરંતુ જાણી-સમજી નિર્ધસંપણાથી એમ કરે, તો ભંગ થાય, પણ અજાણતાં અનુપયોગથી થાય તો અતિચાર લાગે. ૨૬૨ પ્રશ્ન - દ્વિવિધ-ત્રિવિધથી પાપવ્યાપાર-ત્યાગરૂપ સામાયિક વ્રત છે. તેમાં ‘કાય-દુપ્રણિધાન' વગેરેથી પચ્ચક્ખાણ-ભંગ થતો હોવાથી સામાયિકનો જ અભાવ થાય છે, અને તેનાં ભંગથી થયેલ પાપનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. વળી ‘ચંચળ મનને સ્થિર કરવું અશક્ય છે, માટે સામાયિક કરવા કરતાં ન કરવું વધારે સારું છે. કહ્યું પણ છે કે, અવિધિથી કરવા કરતા ન કરવું સારૂં. ઉત્તર - તમારી વાત બરાબર નથી, કારણકે સામાયિક દ્વિવિધ-ત્રિવિધથી લીધું કે તેમાં મન, વચન, કાયાથી પાપ-વ્યાપાર કરવો નહિ અને કરાવવો નહિ, એમ કુલ છ પચ્ચક્ખાણો થયાં. તેમાંથી એકાદનો ભંગ થયો, તો પણ બાકીનાં અખંડિત રહે છે—અર્થાત્ સામાયિકનો સંપૂર્ણ ભંગ થતો નથી, અને દેશભંગ રૂપ અતિચારની ‘મિચ્છામિ દુક્કડં' કહી શુદ્ધિ કરી શકાય છે. અને મનના વિચારો બગડવા છતાં તેવો ઈરાદો ન હોવાથી ‘મિચ્છામિ દુક્કડં' દેવાથી શુદ્ધ થાય છે. એમ સામાયિકનો સર્વથા અભાવ નથી, સર્વવિરતિ સામાયિકમાં પણ તે જ પ્રમાણે સમજી લેવું. કારણકે ગુપ્તિ-ભંગમાં પણ સાધુઓને ‘મિથ્યા દુષ્કૃત' નામનું બીજું પ્રાયશ્ચિત કહેલું છે, વળી ભૂલવાળી ક્રિયા પણ અભ્યાસ વધવાથી લાંબે કાળે શુદ્ધ બને છે. બીજાઓ પણ કહે છે કે ‘અભ્યાસથી કાર્યની કુશળતા આગળ આગળ વધતી જાય છે.' જળબિન્દુ એક વખત માત્ર પડવાથી પત્થરમાં ખાડો પડી જતો નથી, (માટે શુદ્ધ ક્રિયા કરવાની ભાવનાએ પ્રથમ અતિચારવાળી પણ ક્રિયા થાય, તે અનુચિત ન ગણાય) ‘અવિધિથી કરવું તે કરતાં નહિ કરવું તે વધારે સુંદર છે” - એ વચન (અનુષ્ઠાન પ્રત્યે અણગમો કે) ઈર્ષ્યામાંથી બોલાયેલું છે-એમ સિદ્ધાંત જાણનારાઓ કહેલું છે, કારણકે અનુષ્ઠાન નહિ કરનારને મોટું પ્રાયશ્ચિત અને અવિધિએ કરનારને નાનું પ્રાયશ્ચિત કહેલું છે. અર્થાત્ ક્રિયા ન કરનારાને પ્રભુ આજ્ઞાભંગનો મહાદોષ અને ક્રિયા કરનારને માત્ર અવિધિદોષ લાગે છે” -- વળી કોઈક એમ કહે છે કે— “પોષધશાલામાં એકલાએ જ સામાયિક કરવું પણ ઘણાં સાથે મળી ન કરવું. ‘ì અવી' આ વચન પ્રમાણ કરવાથી. આ એકાંતે ન સમજવું. બીજાં વચનો પણ સંભળાય છે. વ્યવહારભાષ્યમાં કહેલું છે કે– ‘રાજપુત્રાદિક પાંચ પૌષધશાલામાં એકઠા થયા' વધારે ચર્ચાથી સ. || ૧૧૫ || આ પાંચ અતિચારો સામાયિકના કહ્યા. હવે દેશાવકાશિક વ્રતના અતિચારો કહે છે २८७ प्रेष्यप्रयोगानयने, पुद्गलक्षेपणं तथा 1 शब्दरूपाऽनुपातौ च व्रते देशावकाशिके ।। ૧૧૬ ॥ અર્થ : (૧) પ્રેષ્ય-પ્રયોગ કરવો અર્થાત્ નોકર દ્વારા બીજાને સંદેશો મોકલવો. (૨) અન્ય પાસે કોઈ વસ્તુ મંગાવવી. (૩) બીજાને બોલાવવા માટે માટીના ઢેફા આદિ નાંખવા, (૪) છીંક આદિથી અવાજ કરીને બીજાને બોલાવવા અને (૫) રૂપ દેખાડીને બોલાવવા, આ પાંચ અતિચાર દેશાવકાસિક વ્રતના છે. || ૧૧૬ || ટીકાર્થ : દિશિપરિમાણ વ્રતની વિશેષતા એ જ દેશાવકાશિક વ્રત છે. આમાં આટલો ફરક સમજવો કે-દિગ્દત જાવજજીવ. વર્ષ કે ચોમાસા પુરતું હોય અને દેશાવિકાશિક તો દિવસ. પ્રહર મુહુર્ત આદિના
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy