SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ ** યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ પાયા, કોડા, ખોપરી, હાડકાનાં આભૂષણ ધારણ કરનારાં, પોતાની બુદ્ધિમાં પોતે ધર્મવાલા છે, પણ મિથ્યાદર્શનથી દૂષિત જિનધર્મનો દ્વેષ કરનારા, મૂઢ એવા કુતીર્થીઓ કુપાત્ર ગણાય. પ્રાણીઓના પ્રાણ હરણ કરનારા, અસત્ય વચન બોલનારા, પારકું ધન હરણ કરવાના ઉદ્યમવાળા, અતિકામાસક્ત ગધેડા સરખા, પરિગ્રહ-આરંભમાં રક્ત, કદાપિ સંતોષ ન પામનારા, માંસાહારી, મંદિરાપાનના વ્યસની ક્રોધ કરનારા, કજીયો કરવામાં આનંદી, માત્ર કુશાસ્ત્રના પાઠ ભણેલા, હંમશા પોતાને પંડિત માનનાર, તત્વથી નાસ્તિક એવાને અપાત્ર જણાવેલા છે. આ પ્રમાણે આ અપાત્ર અને કુપાત્રનો ત્યાગ કરીને મોક્ષાભિલાષી સુબુદ્ધિવાળા વિવેકી આત્માઓ પાત્ર-દાન કરવામાં પ્રવર્તે છે. પાત્રમાં દાન, આપે તો સફળ થાય કુપાત્ર કે અપાત્રમાં કરેલું દાન સફળ થતું નથી. પાત્રમાં કરેલું દાન ધર્મ માટે અને બાકી બેમાં કરેલું દાન અધર્મ કરાવનારું થાય છે. સર્પને જેમ દૂધનું પાન કરાવીએ તો વિષ-વૃદ્ધિ માટે તેમ કુપાત્ર કે અપાત્રમાં કરેલું દાન ભવ-વૃદ્ધિ માટે થાય છે. જેમ મધુર દૂધ કડવા તુંબડામાં ભર્યું હોય તો પીવા માટે નકામું બની જાય છે, તેમ કુપાત્ર કે અપાત્રમાં શુદ્ધ પણ દાન આપવામાં આવે તો તે સફળ બનતું નથી પણ દુષિત બને છે. કુપાત્ર કે અપાત્રને આખી પૃથ્વીનું પણ દાન આપવામાં આવે તો ફળ દેનારું બનતું નથી પણ શ્રદ્ધાથી પાત્રને અલ્પ આહાર આપવામાં આવે તો મહાફળ આપનાર થાય છે. મોક્ષફલ આપનાર આ દાનમાં પાત્ર અપાત્રની વિચારણા છે, પરંતુ દયાથી દાન કરવાનું તત્ત્વ જાણનારાઓએ ક્યાંય પણ નિષેધેલું નથી, પાત્ર અને દાનના શુદ્ધિ અને અશુદ્ધિથી કરેલા ચાર ભાંગાઓમાં પ્રથમ ભાંગો શુદ્ધ છે. બીજો વિકલ્પવાળો, બાકીના બે ભાંગા નિષ્ફળ સમજવા. ‘દાન કરવાથી ભોગોની પ્રાપ્તિ થાય છે.;' એ વચન વિચાર-શૂન્ય સમજવું. ઉત્તમ પાત્રમાં કરેલા દાનનું ફળ જો ક્ષુદ્ર ભોગો જ હોય તો તે કેટલું માત્ર ફળ ગણાય ? ખેતી કરવામાં જેમ મુખ્ય ફળ ધાન્ય-પ્રાપ્તિ છે, તેમ પાત્રદાનમાં મુખ્ય ફળ મોક્ષ માનેલો છે. પલાળ (ઘાસ) સરખા ભોગો તો વચ્ચે આવી મળતું આનુષંગિક ફળ છે. આ ચોવીશીમાં પ્રથમ તીર્થંકરના પ્રથમભવમાં થયેલા ધનાસાર્થવાહે દાનધર્મ કરવાથી સમ્યકત્વ-બીજ ઉપાર્જન કરી યાવત્ મોક્ષફળની પ્રાપ્તિ કરી, તે ઋષભદેવ ભગવંતના પ્રથમ પારણામાં ભિક્ષા આપનાર ના રાજમંદિરમાં હર્ષમાં ચકચૂર બનેલા દેવોએ તત્કાલ પુષ્પવૃષ્ટિ કરી. આ પ્રમાણે ઘણા વિસ્તારથી અતિથિસંવિભાગ વ્રત કહ્યું. દેય, અદેય ! પાત્ર અપાત્રને યથાર્થ સમજી યથોચિત દાન કરવું. ॥ ૮૭ | જો કે વિવેકવાલા શ્રદ્ધાળુઓને તો સુપાત્ર-દાન કરવામાં સાક્ષાત્ કે પરંપરાએ મોક્ષ ફલ જ માનેલું છે, તો પણ ભદ્રિક પરિણામવાળા મધ્યમ પ્રકારના જીવોને ઉ૫કા૨ક થાય તો માત્ર પાત્રદાનનું પ્રાસંગિક ફળ જણાવે છે:— २५९ पश्य संगम को नाम, सम्पदं वत्सपालकः I चम्त्कारकरीं प्राप मुनिदानप्रभावतः 11 22 11 અર્થ : જુઓ ! સંગમ નામના ગોવાળે મુનિના કરેલા દાનના પ્રભાવથી ચમત્કારને કરનારી સંપત્તિ મેળવી || ૮૮ I ટીકાર્થ : મુનિદાનના પ્રભાવથી પશુપાલક-સંગમકે ચમત્કાર કરનાર સંપત્તિ પ્રાપ્ત કરી, તે તરફ નજર કરો. નજર કરો એમ જણાવીને ભદ્રિકજનોને દાન સન્મુખ કરે છે, અહીં જો કે સંગમકે પરંપરાએ મોક્ષફલ પણ મેળવ્યું જ છે, તો પણ પ્રાસંગિક ફલ કહેવાના રસમાં તે કહ્યું નથી. સંગમનું ચારિત્ર સંપ્રદાયથી આ
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy