________________
તૃતીય પ્રકાશ, શ્લો. ૮૬
૨૨૯ **
અમારા સરખાને પ્રતિબોધ કરવા માટે જ આપ પૃથ્વીમાં વિચરી રહેલા છો. દુનિયામાં દરેક પાસે પ્રાર્થના કરાય છે, તેમાંથી કોઈ આપે, કોઈ ન પણ આપે, પણ આપ તો સામે આવીને ધર્મ આપો છો– એમાં માત્ર કૃપા જ હેતુ છે. હું જાણું છું કે આપની પાસે હું યતિધર્મ ગ્રહણ કરું પરંતુ નિર્ભાગી એવા મારામાં હજુ એટલી યોગ્યતા આવી નથી માટે હે સ્વામી ! હું આપની પાસે શ્રાવકધર્મની યાચના કરું છું, તો મારા પર કૃપા કરી તે ધર્મ આપો. સમુદ્ર જળથી પરિપૂર્ણ હોવા છતાં ઘડો પોતપોતાના પ્રમાણમાં જ જળ ગ્રહણ કરી શકે છે. ત્યારે ‘તારી ઈચ્છા પ્રમાણે ગ્રહણ કર. એ પ્રમાણે સ્વામીથી આજ્ઞા પામેલા તેણે સ્કૂલ હિંસા મૃષા, ચોરીના તથા પોતાની શ્યામા ભાર્યા સિવાય પારકી સ્ત્રીના પચ્ચક્ખાણ કર્યા. નિધિ આદિમાં રહેલા આઠ આઠ કોટિથી અધિક સુવર્ણ, આઠથી વધારે ગોકુલનાં પણ પ્રત્યાખ્યાન લીધાં. પાંચસો હળથી ખેડી શકાય તે ઉપરાંત જમીન પણ ન રાખવી. પાંચસો ગાડા દેશાન્તરમાં વેપાર માટે જતાં અને પાંચસો ગાડા ભાર વહન કરનારાં તેથી અધિકના તે મહામતિવાળાએ પચ્ચક્ખાણ કર્યા. ચાર મોટા વહાણ સિવાયના દિગ્યાત્રા કરનારા વહાણ રાખવાના પણ નિયમ અંગીકાર કર્યો. ગંધકષાય વસ્ર સિવાય શરીર લુછવાના (ટુવાલ) વસ્ત્રનો ત્યાગ કર્યો.
+44
મહુડાવૃક્ષના લીલા દાતણ સિવાય બીજાના પચ્ચક્ખાણ કર્યા, આમળાં સિવાયના ફળો, સહસ્રપાક અને શતપાક સિવાયનાં તેલ ચોપડવાના તથા ગંધાઢય સિવાય શરીર ચોળવાના, આઠ ઊંટોથી ભરાઈને લવાયેલા પાણીના ઘડાથી અધિક જળમાં મજ્જન-સ્નાન કરવાના પચ્ચક્ખાણ કર્યા. સુતરાઉ બે વસ્ત્ર સિવાયના વસ્ત્રોના, કેસર, અગર, ચંદન સિવાયના વિલેપનના પચ્ચક્ખાણ કર્યા. કમળ જાતિ પુષ્પો સિવાયની પુષ્પમાળાના તથા કાનનું આભૂષણ તથા નામવાળી મુદ્રિકા સિવાય ઘરેણાના પચ્ચક્ખાણ કર્યા અગર અને તુરુષ્ક સિવાયનાં ધૂપ, કાષ્ઠનાં ઉકાળા સિવાયનાં બીજા પીણાનો સર્વપ્રકારે ત્યાગ કર્યો. ખાજાં અને ઘેબર સિવાયનાં ખાદ્ય તથા કલમ સિવાયના સર્વ પણ ચોખાનો ત્યાગ કર્યો. કઠોળ, વટાણા, મગ અને અડદ, સિવાયનું બાકીના (દાળ)નો ત્યાગ કર્યો. શરદકાળમાં થએલા ગાયના ઘી સિવાયના તમામ ઘીનો ત્યાગ કર્યો. પથંક (પાલકની ભાજી) અને મંડૂકીશાક સિવાયના અન્ય શાક તજ્યાં, તથા સ્નેહામ્લ અને દાલ્યાન્લ (દાસળ) સિવાયનાં સર્વ તીમનોને (કઢી વગેરેને) પણ તજ્યાં હતાં.
આકાશીજળ-વરસાદનાં જળ સિવાયનાં જળનો, પાંચ પ્રકારના સુગંધી તામ્બ્રેલ સિવાયના તાબૂલનો ત્યાગ કર્યો. આર્ત-રૌદ્ર ધ્યાન, હિંસાના ઉપકરણો આપવા, પ્રમાદ આચરિત, પાપકર્મનો ઉપદેશ કે પ્રેરણા આપવી તે રૂપ અનર્થદંડનો ત્યાગ કર્યો. આ પ્રમાણે ભગવંતની પાસેથી સર્વ અતિચાર-રહિત સમ્યક્ત્વપૂર્વક શ્રાવકધર્મ તેણે અંગીકાર કર્યો. પછી ભગવંતને નમસ્કાર કરી પોતાના ઘરે જઈ પોતે અંગીકાર કરેલો ધર્મ પોતાની ધર્મપત્નીને જણાવ્યો. તેણે પણ તે વ્રતો સ્વીકારવાની પતિની રજા માંગી પછી રજા પામેલી શ્યામાને પણ તરત જ રથમાં બેસીને ભગવંતની પાસે આવી અને શ્રાવકધર્મના વ્રતો સ્વીકાર્યા. તે સમયે ગૌતમસ્વામીએ ભગવંતને પૂછ્યું કે, આ ચુલનીપિતા મહાવ્રત ધારણકરનાર કેમ થતો નથી ? એટલે સ્વામીએ કહ્યું કે, સાધુધર્મ અંગીકાર કરશે નહિ, પરંતુ શ્રાવકધર્મના વ્રત સ્વીકાર્યા છે અને શ્રાવકધર્મમાં તલ્લીન બની મૃત્યુ પામી સૌધર્મ દેવલોકમાં જશે. ત્યાં અરુણાભ વિમાનમાં ચાર પલ્યોયમની સ્થિતિવાળો દેવ થશે અને ત્યાંથી ચ્યવી વિદેહમાં જન્મી નિર્વાણ પામશે. હવે ચુલનીપિતા પોતાના ઘરનો ભાર પુત્ર પર નાંખીને પૌષધશાલામાં પૌષધવ્રત પાલન કરતો રહેલો હતો હવે કોઈક માયા મિથ્યાત્વી દેવે રાત્રે આવીને તેના પૌષધવ્રતનો ભંગ કરાવવાની ઇચ્છા રાખી ભયંકર બિહામણી રાક્ષસી આકૃતિવાળા બનીને આગળ આવ્યો ભીષણ ખડ્ગ ખેંચીને ચુલનીપિતાને આ પ્રમાણે કહ્યું કે— મોતની પ્રાર્થના કરનાર હે