SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ કરાવતો, એમ મોટા ઠાઠથી પોતાના સ્થાનેથી સામાયિક કર્યા વિના જ શ્રીજિનમંદિર (સભામંડપમાં) કે સાધુ મહારાજનો નિવાસ હોય, તે સ્થાને જાય, ત્યાં જઈને છત્ર, ચામર, પગરખા, મુગટ અને ખગ અને રાજ્ય-ચિહ્નો તજે. જિનેશ્વરની પૂજા કે સાધુવંદન કરે, જો સામાયિક કરીને જાય તો હાથી, ઘોડા આદિથી અધિકરણ થાય, સામાયિકમાં તે કરવું ઉચિત ન ગણાય. તથા સામાયિક કરીને તો પગે ચાલીને જ જવાય અને તે રાજા માટે અનુચિત ગણાય. આ પ્રમાણે આવેલો હોય તે શ્રાવક હોય તો કોઈએ ઉભા થઈ સત્કાર ન કરવો. હવે જો યથાભદ્રક હોય તો તેના માટે અગાઉથી બેસવા માટે આસન તૈયાર કરાવી રાખવું અને તે રૂપ સત્કાર પૂજા કરવી, આચાર્યોએ તો પહેલાંથી ઉભા થઈ તેટલામાં ફરવું જેથી રાજા આવે ત્યારે ઉભા થયા કે ન થયા તે વિષયની ચર્ચા કે દોષ ઉભો ન થાય. આ પ્રમાણે આવેલા તે રાજા કે મહર્તિક પૂર્વ જણાવેલી વિધિથી સામાયિક કરે. || ૮૨ || સામાયિકમાં રહેલાને મહાનિર્જરા થાય તે દષ્ટાંતથી જણાવે છે– २५४ सामायिकव्रतस्थस्य गृहिणोऽपि स्थिरात्मनः ।। चन्द्रावतंसकस्येव क्षीयते कर्म सञ्चितम् ॥ ८३ ॥ અર્થ : સામાયિક વ્રતમાં રહેલા અને સ્થિર સ્વરૂપવાલા ગૃહસ્થને પણ ચંદ્રાવતંસ રાજાની જેમ પૂર્વસંચિત કર્મો ક્ષય પામે છે. / ૮૩ | ટીકાર્થ : ગૃહસ્થ હોવા છતાં પણ સ્થિર મનવાળા સામાયિક કરનાર ચંદ્રાવતંસક રાજા માફક પૂર્વના એકઠા કરેલા કર્મનો ક્ષય કરે છે તે ઉદાહરણ ગુરૂપરંપરાથી આ પ્રમાણે છે– લક્ષ્મીના સંકેતના સ્થાન સરખું ઉજ્જવલ જિનચૈત્યોની ધ્વજા વડે ઈન્દ્રપુરીની શોભા તરફ હાસ્ય કરનાર સાકેતનગર નામનું નગર હતું. ત્યાં આગળ લોકોની દષ્ટિને આનંદ આપનાર બીજના ચંદ્ર સરખો જાણે પૃથ્વીનો મુગટ હોય તેવો ચંદ્રાવતુંસક નામનો રાજા હતો. તે બુદ્ધિશાળી જેવી રીતે રક્ષણ ધારણ કરતો હતો તેવી જ રીતે ચાર તીક્ષ્ણ કઠોર શિક્ષાવ્રતોને પણ ધારણ કરતો હતો. એક દિવસ મહા મહિનામાં રાત્રે પોતાના વાસભવનમાં દીવો સળગતો રહે ત્યાં સુધી સામાયિકમાં રહીશ” એમ સંકલ્પ કરીને કાઉસ્સગ્ન કરવા ઉભા રહ્યા. આ બાજુ શવ્યાપાલિકાએ વિચાર્યું કે, સ્વામીને અંધારૂ ન થાઓ એમ સમજીને રાત્રિના પ્રથમ પહોરમાં દીવામાં તેલ રેડ્યું. એમ બીજા પહોરમાં પણ સ્વામીની ભક્તિથી જાગતી રહી તેણે ફરીથી તેલ પૂર્યું. તેવી જ રીતે રાત્રિના ત્રીજા પહોર કાઉસ્સગ્ગ ચાલુ હોવાથી અને તેના અભિગ્રહનો ખ્યાલ ન હોવાથી દીપકના પાત્રમાં તેલ પૂર્યા કર્યું. રાત્રિ પૂર્ણ થઈ. સવાર પડી ગઈ ત્યારે શ્રમથી થયેલી વ્યથાથી પરેશાન રાજા દીપક માફક ઓલવાઈ ગયો. અર્થાત્ મૃત્યુ પામ્યો. જેમ સામાયિક વ્રત પ્રાપ્ત કરી કર્મને વિનાશ પમાડી ચંદ્રાવતંસક રાજા સ્વર્ગે ગયા તેવી રીતે ગૃહસ્થ પણ જો સામાયિકવ્રતને અંગીકાર કરે તો તત્કાલ કર્મ સમૂહનો ક્ષય કરી સદ્ગતિ મેળવે છે. ઈતિ ચંદ્રાવતંસક રાજર્ષિની કથા. | ૮૩ // બીજું દેશાવકાશિક નામનું શિક્ષવ્રત કહે છે २५५ दिग्व्रते परिमाणं यत् तस्य संक्षेपणं पुनः । दिने रात्रौ च देशाव-काशिकव्रतमुच्यते ॥ ८४ ॥ અર્થ : દિવ્રત નામના બીજા ગુણવ્રતમાં કરેલા ગમનાદિના પરિમાણનો દિવસે તથા રાત્રિમાં સંક્ષેપ
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy