________________
તૃતીય પ્રકાશ, શ્લો.૮૨
૨ ૨૩
અહીં સામાયિક કરનાર શ્રાવક બે પ્રકારના હોય. ઋદ્ધિવાળો અને ઋદ્ધિ વગરનો, જે ઋદ્ધિ વગરનો છે તે ચાર સ્થાનમાં સામાયિક કરે, જિનમંદિરમાં સાધુ-સમીપમાં, પૌષધશાલામાં કે પોતાના ઘરે અથવા
જ્યાં વિસામો લેતો હોય કે, વ્યાપાર વગરનો હોય, ત્યાં પણ કરે, તેમાં સાધુ સમીપે કરે, ત્યારે આ વિધિ-જો કોઈ તરફથી ભય ન હોય, કોઈ સાથે વિવાદ ન હોય, દેવાદાર ન હોય, તે નિમિત્તે બોલાચાલી ખેંચતાણ, કે ચિત્ત-સંકલેશ ન થાય તેમ હોય તો પોતાના ઘરે સામાયિક કરીને ઈર્ષા સમિતિ શોધતો પાપવાળી ભાષા પરિહરતો, કાષ્ઠ, ઢેકું કે જરૂરી વસ્તુનું કાર્ય પડે તો માલિકની રજા લઈ ચક્ષુથી પ્રતિલેખન અને ચરવળાથી પ્રમાર્જન કરી ગ્રહણ કરતો, થુંક, બળખો કે નાસિકાના મેલનો જયણાપૂર્વક ત્યાગ કરતો, જગ્યાને બરાબર તપાસી પ્રમાર્જન કરવા પૂર્વક પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું યથાર્થ પાલન કરતો, સાધુ રહેલા ઉપાશ્રયમાં જઈને સાધુને નમસ્કાર કરી સામાયિક કરે, તે આ પ્રમાણે- અહીં આખું કરેમિ ભંતે' સૂત્ર બોલવું. સામાયિક સૂત્ર
હવે અહીં સામાયિક સૂત્રનો અર્થ કહે છે “કરેમિ' કહેતા હું સ્વીકાર કરું છું. “ભંતે' એ ગુરૂનું આમંત્રણ છે, હે ભેદત ! ભદંત એટલે, હે સુખવાળા-કલ્યાણવાળા મધુઃ “ધાતુ સુખ અને કલ્યાણ અર્થમાં છે. તેને ઔણાદિકનો “અન્ત” પ્રત્યય લાગ્યો. નિપાતનથી “ભદન્ત' રૂપ તૈયાર થયું. (ધા. પા. ૭૨૨), આમંત્રણ પ્રત્યક્ષ ગુરુ હોય તેને કરાય. અથવા પરોક્ષ હોય તો પોતે બુદ્ધિથી પોતાની સામે પ્રત્યક્ષ છે, એમ કલ્પના કરી હોય, આ રીતિએ ગુરુએ પોતાની સન્મુખ રાખવામાં સઘળો ધર્મ ગુરુની નિશ્રામાં અને સાક્ષાત્ ગુરુના અભાવે, જેમ જિનેશ્વરોના અભાવમાં જિન-પ્રતિમામાં જિનત્વનો આરોપ કરી સ્તુતિ, પૂજા, સંબંધોનાદિક થાય છે. તેમ સાક્ષાત્ ગુરુના અભાવમાં તેઓની સ્થાપના સમક્ષ કરેલો ધર્મ ફળીભૂત થાય છે. દરેક ધર્મક્રિયાઓ તેની આજ્ઞાપૂર્વક કરવાની હોય. તે બતાવવા માટે “ભંતે' શબ્દ આમંત્રણમાં વાપર્યો. જે માટે કહેલું છે “જે આત્મા ગુરુકુલવાસમાં રહે છે, તે જ્ઞાનપાત્ર બને છે અને દર્શન તથા ચારિત્રમાં અતિસ્થિર બની જાય છે. તેથી ભાગ્યશાળી ઉત્તમ આત્માઓ, જાવજીવ સુધી ગુરુકુલવાસગુરુની નિશ્રાને છોડતા નથી' (વિ.ભા. ૩૪/૫૯) અથવા “મને' પદ પૂર્વ મહર્ષિઓએ કરેલું હોવાથી પ્રાકૃતના નિયમ પ્રમાણે માર્ષમ્' સૂત્રના આધારે “ભવાન્ત પદના વચ્ચેના વર્ણનો લોપ કરતા શ્રીસિદ્ધહેમના ૮-૪-૨૮૭ ના સૂત્રના આધારે અર્ધમાગધીમાં પ્રથમ વિભક્તિના એકવચનમાં એકાર થાય છે. તે પ્રમાણે કરતાં “મવા ' નું પણ “મનો' થઈ શકે છે, એ પ્રમાણે એનો બીજો અર્થ “મને' = “ભવાન્ત' એટલે સંસારના પારને પામેલા” એવો પણ થાય છે.
સામાં રોમિ' નો અર્થ પહેલાં કહેવાઈ ગયો છે, તે પ્રમાણે “આત્માને સમભાવમાં સ્થિર કરૂં છું.” એમ જાણવો. હવે આત્માને સમભાવમાં કેવી રીતિએ સ્થિર કરૂં છું. તે કહેવાય છે– તે
સાવí નો પશ્વરવામિ' – સાવદ્ય એટલે પાપયુક્ત જે યોગો, (મન, વચન અને કાયાની પાપ પ્રવૃત્તિરૂપ વ્યાપાર) તેનો “પચ્ચખામિ' એટલે “ત્યાગ કરૂં છું – સાવદ્ય પ્રવૃત્તિની વિરૂદ્ધમાં નિર્ણય કરું છું અથવા તેને નહિ કરવાનો આદરપૂર્વક નિર્ણય કરું છું. ક્યાં સુધી ? તે નિયમ બતાવે છે કે
નાવ સાદૂ જુવાસાન’ – જ્યાં સુધી સાધુની પર્યાપાસના કરું ત્યાં સુધી (અહીં સાધુની પર્કપાસના કરું ત્યાં સુધી. એમ કહેવાથી સામાયિકમાં સાધુની આજ્ઞા-પાલનરૂપ ઉપાસના કરવી એ મુખ્યતા કહેલી છે અને બીજી કાલની મર્યાદા કહી છે. આ કાળ મર્યાદા માટે હાલમાં બનાવ નિયમ' બોલાય છે. વૃદ્ધ