________________
તૃતીય પ્રકાશ, શ્લો.૩૯-૪૬
***
ફળની અંદર એટલા કીડાઓ હોય છે કે, જેની ગણતરી કરી શકાતી નથી. ॥ ૪૨ ॥
ટીકાર્થ લૌકિક શાસ્ત્રોમાં પણ કહેલું છે કે— “નથી સમજી શકાતું કે ઉર્દુબરના ફલમાં રહેલા જીવોની સાથે રહેલો કોઈ જીવ (ફલ-ભક્ષણના બાનાથી જીવ ભક્ષણ કરનારા) તે મનુષ્યના ચિત્તમાં ક્રમથી કે ક્રમ વિના, ક્યારે, ક્યા માર્ગે અને કેવી રીતે પ્રવેશ કરે છે —– (તે ભક્ષણ કરવાનું) ચિત્ત ફાટી જાય, ટુકડા થાય, ફુટી જાય, તુટી જાય, ચૂરાઈ જાય, અત્યંત ગળી જાય કે વિદારણ થઈ જાય તો પણ તે જીવ તેના ચિત્તમાંથી નીકળે કે ન પણ નીકળે'' || ૪૨ ॥
પાંચ ઉદુમ્બર-ફલના પચ્ચક્ખાણ :
२१४ अप्राप्नुवन्नन्यभक्ष्यमपि क्षामो बुभुक्षया
૨૦૯
1
ન મક્ષત્તિ પુછ્યાત્મા, પદ્મોદ્યુમ્નાનં તમ્ ॥ ૪રૂ ॥
ટીકાર્ય : સુલભ ધાન્ય અને ફળ-સમુદ્ર દેશ કે કાળમાં જે પાંચ ઉદુમ્બર ફલને ખાતા નથી, તે વાત તો બાજુ પર રાખીએ. પરંતુ દેશ અને કાલના કારણે ભક્ષ્ય ધાન્ય કે ફલની પ્રાપ્તિ ન થાય, ભૂખથી લેવાયો હોય અને દુબળો થયો હોય, ‘સ્વસ્થતાવાળાને વ્રત-પાલન કરવું બહુ મુશ્કેલ નથી.' તો પણ તે પુણ્યાત્મા પાંચ ઉદુમ્બર-ફલોનું ભક્ષણ કરતો નથી. ૪૩.
૨
આર્દ્ર: ન્દ્રઃ સમગ્રોપિ, સર્વ: શિલયોપ । स्नुही लवणवृक्षत्वक् कुमारी गिरिकर्णिका ॥ ४४ ॥ २१६ शतावरी विरूढानि, गुडुची कोमलालिका ।
पल्यङ्कोऽमृतवल्ली च, वल्लं शूकरसंज्ञितः ॥ ४५ ॥ २१७ अनन्तकाया: सूत्रोक्ता: अपरेऽपि कृपापरैः I
मिथ्यादृशामविज्ञानाः वर्जनीयाः प्रयत्नतः
॥ ૪૬ ॥
અર્થ : સર્વ ભીના કંદો, સર્વ વનસ્પતિના કોમળ પાંદડા, થોરનું વૃક્ષ, લવળવૃક્ષની છાલ, કુમારી અને ગિરિકર્ણીકા નામના વૃક્ષ, શતાવરી નામની વેલ, કઠોળમાં ઉત્પન્ન થતાં અંકુરા, ગડૂચી નામની વેલ, કોમળ આંબલી, પાલખની ભાજી, અમૃતવેલ, કરવેલ, આ સિવાય બીજા પણ મિથ્યાદષ્ટિ જીવોથી અજ્ઞાત એવા અનંતકાય પદાર્થોનો કૃપા પરાયણ શ્રાવકોએ તેનો ત્યાગ કરવો જોઈએ ॥ ૪૪-૪૫-૪૬ ||
ટીકાર્થ : નહિ સુકાએલ સર્વ જાતિના કંદ, સુકાએલા તો નિર્જીવ થવાથી અનંતકાયપણું રહેતું નથી. કંદ એટલે વૃક્ષના થડની નીચે જમીનમાં ૨હેલો ભાગ, આ સર્વ લીલા કંદો અનંતકાય છે. તેમાં કેટલાંકના નામો જણાવે છે. સુરણ કંદ, જેનાથી હરસ રોગની શાંતિ થાય છે. આદુ-લીલી સૂંઠ, લસણ, વજકંદ, દરેક જાતની નહિ સુકાએલી હળદર, લીલો-તીખો કચૂરો, કમલકન્દ, ગાજર, પદ્મિની કંદ, કસેરૂ-ખરસઈનો કંદ, મુન્દર, મુસ્તા(મોથ), મૂળાના કંદ, બટાકા, ડુંગળી રતાળું, હસ્તિકંદ, મનુષ્યકંદ વગેરે. કિશલય એટલે દરેક વનસ્પતિના પ્રૌઢ પાંદડાની પૂર્વાવસ્થાના કોમળ પાંદડા કે દરેક બીજમાંથી પ્રથમ નીકળતાં અંકુરો અનંતકાય હોય છે. જ્યારે તે વૃદ્ધિ પામે, કોમળતા ન રહે અને રૂઢ બને ત્યારે તે પ્રત્યેક વનસ્પતિ કહેવાય. બાકી દરેક વનસ્પતિકાયની પૂર્વાવસ્થા અનંતકાય-સ્વરૂપ હોય. સ્નેહી એટલે વજ્ર, તરુ થોરીયા, હાથીયા-કાંટાળા, થોર વાડમાં ઉપયોગી થાય છે. તે અનંતકાય છે. લવણ નામના વૃક્ષની છાલ, એકલી