SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ એક વખત તેઓશ્રી ચતુર્મુખ મંદિરમાં શ્રી નેમિચરિત્ર વાંચતા હતા; તેમાં તેમણે એમ કહ્યું કે પાંડવ શત્રુંજ્ય ચડી સિદ્ધ થયા. આ બ્રાહ્મણો ખમી ન શકાયા, અને તેમણે કહ્યું કે તેઓ હિમાલયમાં ગળી મુક્તિ પહોંચ્યા છે. ત્યારે સિદ્ધરાજે પૂછ્યું ‘ગુરુરાય ! આમાં શું સત્ય છે ?' ત્યારે આચાર્ય મહારાજ મહાભારતનો શ્લોક બોલ્યા. ૨૪ अत्र भीमरातं दग्धं । पाण्डवानां रातत्रयम् । द्रोणाचार्यसहस्त्रं तु । कर्णसंख्यान विधते । અર્થ - અહિંયાજ સો ભીમ, ત્રણસો પાંડવો, હજા૨ દ્રોણાચાર્ય મરી ગયા અને કર્ણ કેટલા મરી ગયા તેની તો સંખ્યા નથી. આ ઉ૫૨થી એમ સૂચન કીધું કે આમાંથી કેટલાક પાંડવો જૈન હોય અને શત્રુંજ્યે ચઢી મુક્તિમાં જાય એ અસંભવિત નથી. આથી રાજા હર્ષિત થયો. એક દિવસ બ્રાહ્મણો સિદ્ધરાજને એમ કહેવા લાગ્યા. ‘જૈનધર્મ એ આદિ ધર્મ નથી . તેનું નામ વેદબાહ્ય છે,' ત્યારે રાજાએ કહ્યું એમ શા માટે બોલો છો ? વાસ્તુ શાસ્ત્ર તપાસો. તેમાં જિનમંદિરના ભેદ જણાવેલ છે.’ વળી એક વખત સર્વે બ્રાહ્મણો પોતપોતાના સ્થાને રાજસભામાં બેઠા હતા તેવામાં શ્રી હેમચંદ્રસૂરિને આવતા જોઈ તેમાંનો એક ઈર્ષ્યાથી કહેવા લાગ્યો કે. आगतो हेमगोपालो दण्डकम्बलभुद्वहन् । અર્થ - હાથમાં દંડ અને કામળી લઈને હેમ નામનો ગોપાલ આવ્યો. શ્રી હેમચંદ્રસૂરિએ જાણ્યું કે મારી મશ્કરીમાં ગોપાલની ઉપમા મને આપી, પણ પોતે અવસ૨શ હોવાથી તરતજ તેનો પ્રતિકાર કરવા શ્લોકમાં જવાબ આપ્યો કે - षड्दर्शनपशुप्रायांश्चारयन् जैनवाटके ॥ અર્થ - જૈન ધર્મ રૂપી વાડામાં છ દર્શન રૂપી પશુઓને ચરાવનાર હું ગોપાલ છું. - આ સાંભળી બ્રાહ્મણો આશ્ચર્યચકિત બની નિરૂત્તર થયા. એકદા સિદ્ધરાજ જયસિંહને આચાર્યશ્રીએ કહ્યું કે ‘'તારી જગત્માં ખ્યાતિ છે તે વિસ્તારવા માટે હું પંચાંગી વ્યાકરણ કરું. રાજાએ હા પાડી. ત્યારે હેમચંદ્રસૂરિએ કહ્યું કે ‘કાશ્મિરમાં શારદા ભંડાર છે ત્યાં આદિ વ્યાકરણની ગંભીર પ્રતો છે કે જે બીજે કોઈ પણ સ્થળે નથી, તો તે તુરત મંગાવો તો વ્યાકરણની રચના કરું.’ રાજાએ પ્રધાનને તે લેવા મોકલ્યા. પ્રધાનોએ ત્યાં જઈને અગરધૂપ આદિથી શારદા માતાને તુષ્ટ કરવાથી માતાએ આઠ પુસ્તકો આપ્યાં, તે લાવીને પ્રધાનોએ રાજાને આપ્યાં, રાજાએ સૂરિને આપ્યાં. પછી તેમણે પંચાંગી વ્યાકરણ બનાવ્યું, અને રાજાએ પંડિતોને તેડાવ્યા. બ્રાહ્મણ પંડિતોએ રાજાને કહ્યું કે કાશ્મિરમાંથી શારદાભંડારમાંથી લાવેલા તે પુસ્તકોની તે નકલ છે ! ખરું તો તે ત્યારે કહેવાય કે જો પાણીમાં નાખવાથી તે વ્યાકરણ ભીનું ન થાય તો, રાજાએ જાણ્યું કે આ દ્વેષ છે, છતાં આચાર્યશ્રીએ કહ્યું ‘ખુશીની સાથે, ભલે પ્રમાણતાની તે કસોટી થાઓ.' પછી પ્રધાન આદિ નગરજનોને લઈ તે વ્યાકરણ કુંડમાં નંખાવ્યું, પણ લેશ માત્ર ભીનું થયું નહિ. આથી રાજા ઘણો આનંદિત થયો અને તેણે ત્રણ વર્ષ લગી ત્રણસેં દ્રમ હંમેશ આપી સોનાના અક્ષરથી તે વ્યાકરણ લખાવ્યું. અને હાથીની અંબાડી પર તે સામૈયા સાથે પધરાવી ગામમાં ફેરવ્યું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy