________________
૧૯૦
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ કાપીને એક નદી કિનારે ભાતું ખાવા માટે બેઠો, પણ તે સમયે અપશકુન થયા. શકુન સમજનાર તે ત્યાંથી બીજે દૂર ગયો અને ભૂખ્યો થએલો હોવાથી ખાવાની ઈચ્છાવાળાને ફરી પણ શકુન એટલે પક્ષીઓએ રોક્યો. વળી દૂર જઈને ખાવાની ઈચ્છાવાળાને પણ પાછો શકુનોએ રોક્યો. ત્યાર પછી ચંડપ્રદ્યોત પાસે પહોંચી સર્વ હકીકત-નિવેદન કરી. તે પછી રાજાએ અભયકુમારને બોલાવી પૂછ્યું.” એટલે થેલીમાં રહેલા ભોજનને સૂંઘીને બુદ્ધિશાળીએ આ પ્રમાણે કહ્યું કે, આમાં અમુક દ્રવ્યોના સંયોગથી ઉત્પન્ન થયેલ દષ્ટિવિષ સર્પ છે, જો આ ચામડાની થેલી ઉઘાડે તો નક્કી જ બળીને ભસ્મ થઈ જાય. ત્યાર પછી અભયકુમારના કહેવા પ્રમાણે અવળું મુખ રાખી તેને જંગલમાં છોડી દીધો એટલે તરત ત્યાં રહેલા વૃક્ષો બળી ભસ્મ થઈ ગયા અને તે સર્પ મૃત્યુ પામ્યો. ત્યારે ખુશ થએલા ચંડપ્રદ્યોતે અભયને કહ્યું કે, “બંધન-મુક્તિ સિવાય તું મારી પાસે વરદાન માગ, ત્યારે અભયે કહ્યું કે, “મારું વરદાન હાલ અનામત રહેવા દો
હવે કોઈ વખત બાંધવાના સ્તંભને મૂળમાંથી ઉખેડી તથા બે મહાવતોને ભોંય પર પટકીને ઈચ્છા પ્રમાણે નગરમાં ભમતા નિલગિરિ હાથીએ નગરલોકોને ક્ષોભ પમાડ્યો, “અસ્વાધીન હાથીને વશ કેવી રીતે કરવો ?' એમ રાજાએ અભયને પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે, ઉદયન રાજા સંગીત સંભળાવે તો વશ કરી શકાય” વાસવદત્તા નામની પુત્રીને ગાંધર્વવિદ્યા ભણાવવા માટે કેદ કરેલા ઉદયને વાસવદત્તા સાથે ત્યાં સંગીત ગાયું. તેના ગીત સાંભળવા માટે આકર્ષાયેલા નલગિરિ હાથીને બાંધ્યો. ફરી રાજાએ વરદાન આપ્યું. તેને પણ અભયે અનામત થાપણ તરીકે રખાવ્યું. એક વખત અવંતિમાં ઓલવાય નહિ તેવો અગ્નિ પ્રગટ્યો. અભયને પ્રઘોતે પ્રતિકાર પૂછયાં તો કહ્યું કે, “ઝેરને ઝેર મારે તેમ અગ્નિને અગ્નિ જ ઓલવે માટે બીજો સામે અગ્નિ સળગાવો જેથી આગ ઓલવાઈ જાય ? તે પ્રમાણે રાજાએ કર્યું એટલે તે નગરનો અગ્નિ ઓલવાઈ ગયો.” તે કારણ ત્રીજું વરદાન અભયને આપ્યું, તેને પણ આગળ પ્રમાણે અનામત થાપણ તરીકે રખાવ્યું. કોઈક સમયે ઉજ્જયિની નગરીમાં મરકીનો રોગ ફાટી નીકળ્યો. તેની શાંતિ માટે રાજાએ અભયને પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે, સર્વ રાણીઓ વિભૂષિત બની તમારી પાસે અંતઃપુરમાં આવે અને જે રાણી દષ્ટિથી તમને જિતે, તે મને જણાવવી. તે પ્રમાણે રાજાએ કર્યું, તેમાં દરેક હારી ગઈપણ શિવાદેવીએ રાજાને જિત્યો અને તે વાત અભયને જણાવી. અભયકુમારે કહ્યું કે, શિવા મહાદેવી રાત્રે જાતે કૂરબલિથી ભૂતોનું અર્ચન કરે. અને જે જે ભૂત શિયાળનું રૂપ કરી ઉઠે અને શબ્દ કરે, તેના તેના મુખમાં દેવીએ જાતે કૂરબલિ નાખવો. તે પ્રમાણે શિવાદેવીએ કર્યું, એટલે અશિવની શાંતિ થઈ. રાજાએ અભયકુમારને ચોથું વરદાન આપ્યું. હવે અભયકુમારે માંગણી કરી કે, “નલગિરિ હાથી ઉપર તમે મહાવત બનેલા હો અને હું શિવાદેવીના ખોળામાં રહેલો હોઉં એ રીતે અગ્નિભીરું રથના કાઠોથી કરેલી ચિતામાં હું પ્રવેશ કરું. ત્યાર પછી વરદાન આપવા અસમર્થ મૂંઝાએલા પ્રદ્યોતે હાથની અંજલિ કરી શ્રેણિકપુત્ર અભયને પોતાની નગરીમાં જવા રજા આપી. તે સમયે અભયે પણ ચંડપ્રદ્યોતને આ પ્રમાણે પ્રતિજ્ઞા સંભળાવી કે, તમે મને કપટથી પકડી મંગાવ્યો છે, પણ “ધોળા દિવસ રાડ પાડતા તમને હું નગરમાંથી લઈ જઈશ.' ત્યાર પછી અનુક્રમે અભય રાજગૃહ નગરે ગયો. મહામતિવાળો તે કોઈ પણ પ્રકારે કેટલોક કાળ એમને એમ બેસી રહ્યો.
હવે અભયકુમાર રૂપવતી બે ગણિકા-પુત્રીઓને લઈને વેપારીના વેષમાં અવંતિમાં ગયો અને રાજમાર્ગ પાસે એક ઘર ભાડે રાખ્યું. માર્ગમાં જતાં જતાં પ્રદ્યોતે બંનેને દેખી. તે બંને ગણિકાએ પણ વિલાસવાળી. નજરથી પ્રદ્યોત તરફ જોયું. પ્રદ્યોત તેના તરફ અનુરાગવાળો થયો એટલે મહેલે જઈ તે બંનેને સમજાવવા માટે દૂતી મોકલી, પરંતુ તે બંનેએ તેનો તિરસ્કાર કર્યો. વળી બીજા દિવસે રાજા માટે પ્રાર્થના કરતી હતી.