________________
દ્વિતીય પ્રકાશ, શ્લો.૧૧૪
૧૮૭
હાથથી ખેંચે, તે જ આ મુદ્રિકાને પણ ગ્રહણ કરી શકે. તે સમયે ત્યાં આગળ હસતો હસતો અભયકુમાર પણ આવ્યો અને કહ્યું કે, આ શું ગ્રહણ કરી શકાતી નથી ? શું આ પણ દુષ્કર છે. ?' તેને દેખીને લોકોએ વિચાર્યું કે, આ કોઈ અતિશયવાળી બુદ્ધિનો સ્વામી છે, સમય આવે ત્યારે મનુષ્યનો મુખરાગ પણ પરાક્રમ જણાવનાર થાય છે. તેઓએ કહ્યું કે, ‘હે મહાભાગ્યશાળી ! કહેલી શરત પ્રમાણે તમે મુદ્રિકા ગ્રહણ કરો અને આ મુદ્રિકા ખેંચવાની શરત પ્રમાણે સર્વમંત્રીઓને વિષે અગ્રેસરતા સ્વીકારો' ત્યાર પછી અભયકુમારે કૂવાના મધ્યભાગમાં રહેલી મુદ્રિકા ઉપર કાંઠા પર ઉભા રહીને લીલું ગાયનું છાણ જોરથી ફેંક્યું. તરત જ તેના ઉપર સળગતો ઘાસનો પૂળો નાંખ્યો, અને તે બુદ્ધિશાળીએ તે છાણને સુકાવી નાંખ્યું. નંદાના પુત્રે તરત પાણીની નીક કરાવી અને પાણીથી કૂવો ભરી દીધો તે દેખી લોકો વિસ્મય પામ્યા અને વીંટી સાથે છાણું ઉપર તરતું આવી ગયું. એટલે શ્રેણિકપુત્ર અભયે તરત જ હાથથી તે મુદ્રિકાવાળું છાણું પકડી લીધું. ‘બુદ્ધિશાળીઓ સુંદર ઉપાયની યોજના કરે, તો તેમને કંઈપણ દુષ્કર નથી.' આ સર્વ હકીકત કોટવાળ વગેરેએ જઈને રાજાને જણાવી. એટલે વિસ્મય પામેલા તેણે અભયકુમારને પોતાની પાસે બોલાવ્યો. પુત્ર સરખા સ્નેહથી શ્રેણિકે અભયને આલિંગન કર્યું. ‘સંબંધ ન જાણવા છતાં પણ સગપણવાળાને દેખીને મન પ્રફુલ્લિત થાય છે,’ શ્રેણિક રાજાએ પૂછ્યું કે, તું ક્યાંથી આવ્યો છે ? એટલે અભયે કહ્યું કે, હું વેણાતટથી આવ્યો છુ' રાજાએ પૂછ્યું. ‘હે ભદ્રમુખ ! ત્યાં ભદ્ર નામના પ્રસિદ્ધ શેઠ છે. તેને નંદા નામની પુત્રી છે. તેઓ મજામાં છે. એમ કહ્યા પછી ફરી પણ રાજાએ પૂછ્યું કે, નંદા ગર્ભવાળી હતી, તેને શું જન્મયું હંતું ?' એટલે મનોહરદંત કિરણની શ્રેણિવાળા શ્રેણિક-પુત્રે એમ કહ્યું કે, ‘હે દેવ ! અભય નામના પુત્રને તેણે જન્મ આપ્યો. રાજાએ પૂછ્યું કે, તે કેવા રૂપ અને ગુણવાળો છે ?’ અભયે કહ્યું કે, ‘તમે એમ જ માની લો કે તે જ હું છું એટલે તેને આલિંગન કરી ખોળામાં બેસાડી મસ્તક સૂંઘીને સ્નેહથી જાણે નવરાવતો હોય તેમ હર્ષના નેત્રજળથી તેને સિંચ્યો. તારી માતાને કુશળ છે ને ? એ પ્રમાણે રાજાએ પૂછતાં બે હાથની અંજલિ કરવાપૂર્વક અભયે વિનંતી કરી કે, હે સ્વામી ! ભમરીની જેમ આપના ચરણકમળના સંગનું વારંવાર સ્મરણ કરતી દીર્ઘાયુવાળી મારી માતા અત્યારે બહારના ઉદ્યાનમાં જ વર્તે છે. ત્યાર પછી તેને લાવવા માટે અતિ આનંદથી રોમાંચિત થએલા રાજાએ સર્વ સામગ્રીની સજાવટ કરી. અભયને આગળ કરીને પોતે પણ અતિ ઉત્કંઠિત માનસવાળો બની રાજહંસ જેમ કમલની પ્રત્યે તેમ રાજા નંદા સામે ગયો. ઢીલા પડેલા વલયવાળી, કપાળ પર લટકતા કેશવાળી. નેત્રમાં અંજન આંજ્યા વગરની અંબોડાવાળી, મલિન વસ્ત્ર પહેરેલી, બીજના ચંદ્રની કળા સરખી, શરીરની દુર્બળતાને ધારણ કરતી, ઉદ્યાનમાં વાસ કરતી નંદાને જોતા રાજા આનંદ પામ્યો. નંદાને આનંદ કરાવી રાજા પોતાને મહેલે લઈ ગયો અને રઘુનંદન રામે જેમ સીતાને તેમ તેને પટ્ટરાણી પદે સ્થાપન કરી. પિતા વિષે ભક્તિવાળા અને તેમની આગળ પોતાને પદાતિ પરમાણું સમાન માનતા અભયે દુ:ખે કરી સાધી શકાય તેવા રાજાઓને પણ વશ કરી તાબે કર્યા.
કોઈક સમયે ઉજ્જયિની નગરીથી ચંડપ્રદ્યોત રાજા સર્વ સામગ્રી સાથે રાજગૃહ નગરને ઘેરો ઘાલવા ચાલ્યો. ૫૨માધાર્મિક સરખા ચૌદ મુગટબુદ્ધ બીજા રાજાઓ સાથે પ્રદ્યોત રાજાને આવતો લોકોએ જોયો ચાલતા દોડતા અશ્વો જાણે પૃથ્વીને ચીરતા હોય તેમ આવતા પ્રદ્યોતનને ચ૨પુરુષો દ્વારા શ્રેણિકે સાંભળ્યો ત્યારે તે કંઈક વિચારમાં પડ્યો કે, ક્રૂરગ્રહ માફક ક્રોધ પામેલા અને સામા આવતા આ રાજાને ખોખરો કેવી રીતે કરવો ? ત્યાર પછી ઔત્પાતિકી આદિ બુદ્ધિના સમુદ્ર સરખા અભયકુમારના મુખ તરફ અમૃત સરખી મીઠી નજરથી જોયું. એટલે યથાર્થ નામવાળા અભયે રાજાને વિનંતી કરી કે, ‘ઉજ્જયિનીનો સ્વામી