________________
દ્વિતીય પ્રકાશ, શ્લો.૧૦૬
૧૭૭
લક્ષ્યભૂતી હરિણી સરખી, મદની અવસ્થા કરાવવામાં મદિરા જેવી, વિષયો રૂપી મૃગતૃષ્ણા-ઝાંઝવાના જળ માટે મારવાડની ભૂમિ જેવી. મહામોહરૂપી અંધકારના સમૂહ માટે અમાવાસ્યાની રાત્રિ જેવી વિપત્તિઓની ખાણ જેવી નારીનો તમે પરિહાર કરો. તે ૧૦૫ //
પાંચમું અણુવ્રત હવે મૂચ્છના ફલને બતાવી તેને નિયંત્રણ કરવારૂપ પાંચમા અણુવ્રતને જણાવે છે–
१६२ असन्तोषमविश्वास-मारम्भं दुःखकारणम् ।
___ मत्वा मूर्छाफलं कुर्यात् परिग्रहनियन्त्रणम् ॥ १०६ ॥ અર્થ : દુઃખના કારણભૂત અસંતોષ, અવિશ્વાસ અને આરંભ અને મૂછનું ફલ માનીને પરિગ્રહની વિરતિરૂપ નિયંત્રણ કરવું. ૧૦૬ ||
ટીકાર્થ: શ્રાવકે દુઃખના નિમિત્તભૂત, મૂછના ફલસ્વરૂપ પરિગ્રહનું પરિમાણ કરવું, તેમાં અસંતોષ એટલે ગમે તેટલું મળે તો પણ તૃપ્તિ ન થાય, તેથી દુઃખનું કારણ છે. મૂછવાલાને ઘણું ધન મળી જાય તો પણ સંતોષ થતો નથી. એટલું જ નહિ, પણ ઉત્તરોત્તર અધિક મેળવવાની આશામાં કદર્થના પામતા દુઃખનો જ અનુભવ કરે છે. પારકાની અધિક સંપત્તિ દેખીને ઓછી સંપત્તિમાં અસંતોષ માની દુઃખ પામે છે. જે માટે કહ્યું છે કે- “અસંતોષવાળા પુરુષને ડગલે પગલે અપમાન થાય છે, અને સંતોષરૂપી ઐશ્વર્યના સુખવાળાઓને દુર્જનભૂમિઓ દૂર હોય છે. અવિશ્વાસ પણ દુઃખનું કારણ છે. અવિશ્વાસુ હોય તે અશકનીય પુરૂષોથી પણ શંકા કરતો સ્વધનની રક્ષા કરતો કોઈનો પણ વિશ્વાસ કરતો નથી. તે માટે કહે છે. ‘ઉખેડે, ખોદે, સ્થાપન કરે, રાત્રે ઉંઘે નહિ, દિવસે પણ શંકા કરતો ઉંધે, છાણથી લીંપે સ્થાપન કરે, હંમેશા નિશાની કરે, અવળી નિશાની કરે. મૂચ્છ પામેલો પ્રાણાતિપાતાદિક આરંભ કરવાનો પણ સ્વીકાર કરે, તે આ પ્રમાણ-પુત્ર પિતાને, પિતા પુત્રને, ભાઈ, સગાભાઈને હણે છે, લાંચ લઈને ખોટી સાક્ષી આપનાર બની ઘણું જુઠું બોલે છે વધારે બળ હોવાથી મુસાફરોને પકડે છે, લૂંટે છે, ખાતર પાડે ધનલોભથી પરદાર-ગમન કરે, તથા નોકરી ખેતી પશુપાલન વેપાર વગેરે કરે, મમ્મણ વણિકની માફક નદી આદિકમાં પ્રવેશ કરી કાષ્ઠો બહાર ખેંચી લાવે” શિષ્ય શંકા કરી કે, દુ:ખ-કારણ મૂફલ સમજીને પરિગ્રહનું નિયંત્રણ કરવું – આ કેવા પ્રકારની વાણીની યુક્તિ સમજવી ? અહીં તેનું સમાધાન આપે છે કે મૂછનું કારણ હોવાથી પરિગ્રહ પણ મૂર્છા જ છે અથવા “મૂચ્છ પ્રદ:' (તત્ત્વાર્થ ૭/૧૨) એ સૂત્રકારના વચનથી મૂચ્છ એ જ પરિગ્રહ-એ નિશ્ચયનય મતથી કહેવાય, મૂર્છા વગર ધન-ધાન્યાદિક અપરિગ્રહ છે. જે માટે કહ્યું છે કે મમકારવગરનો પુરૂષ વસ્ત્ર આભૂષણ આદિથી અલંકૃત હોય તો પણ અપરિગ્રહ છે. અને મમકારવાળો નગ્ન હોય તો પણ પરિગ્રહવાળો છે. તથા ગામ કે ઘરમાં પ્રવેશ કરતાં કર્મ કે નોકર્મ (અલ્પકર્મ)ને ગ્રહણ કરવા છતાં તે પરિગ્રહ વગરનો-મમતા વગરનો છે, તે સિવાય અપરિગ્રહવાળો હોઈ શકે નહિ. તથા જે વળી વસ્ત્ર કે પાત્ર, કંબલ કે આસન ધારણ કરે તે વાપરે છે, તે સંયમ અર્થે અને લજ્જા ટાળવા માટે છે, સંસાર-સમુદ્રથી તારનાર એવા મહર્ષિ વીર ભગવંતે તેને પરિગ્રહ કહ્યો નથી, પરંતુ જો તે સંયમના સાધનોમાં મમત્વબુદ્ધિ થાય, તો તેને પરિગ્રહ જણાવ્યો છે. (દશર્વ. ૬/૨૦-૨૧) આ સર્વ સ્પષ્ટ હકીકત છે. / ૧૦૬ ||
બીજા પ્રકારે પરિગ્રહનું નિયંત્રણ જણાવે છે–