________________
૧૭૪
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
આવ્યા. ભિક્ષા માટે ફરતા ત્યાં પંડિતાએ દેખ્યા. દેવદત્તાએ કહ્યું એટલે તેની મારફત ભિક્ષાના બાનાથી બોલાવ્યા. મુનિ પણ લાભ નુકશાનનો વિચાર કર્યા વગર ત્યાં ગયા પછી દેવદત્તા દ્વાર બંધ કરી આખો દિવસ અનેક પ્રકારે કદર્થના કરી, પણ મુનિ ક્ષોભ ન પામ્યા. હવે સાંજે દેવદત્તાએ છૂટા કર્યા. ત્યારે તે ઉદ્યાનમાં ગયા. જ્યાં અભયા મરીને વ્યંતરી થઈ હતી, તેણે દેખ્યા. પૂર્વના કર્મના સ્મરણથી તેણે પણ કદર્થના શરૂ કરી. કારણકે “જંતુઓને દેવું અને વેર જન્માંતરમાં પણ નાશ પામતું નથી.” તે વ્યંતરીએ મહાસત્ત્વવાળા સુદર્શનને ઘણા હેરાન-પરેશાન કર્યા, પરંતુ તે તો શુભ ધ્યાન-યોગે અપૂર્વ કરણના ક્રમથી ક્ષપકશ્રેણિમાં ચડ્યા. ત્યાર પછી ભગવાને ઉજ્જવલ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. તત્કાલ દેવોએ અને અસુરોએ તેમના કેવળજ્ઞાનનો મહોત્સવ કર્યો. ભવ-સમુદ્રથી જીવોને ઉદ્ધાર કરવાની ઈચ્છાવાળા કેવળજ્ઞાનીએ ધર્મદેશના કરી. તેવા “મહાપુરુષોના અભ્યદય લોકોના ઉદય માટે થાય છે.” તેમની ધર્મદેશનાથી અન્ય અન્ય પ્રાણીઓ જ નહિ, પરંતુ દેવદત્તા પંડિતા અને વ્યંતરીપણ પ્રતિબોધ પામી. સ્ત્રીની નિકટમાં રહેવા છતાં પણ જેનો આત્મા દૂષિત થયો નથી, તેવા સુદર્શનમુનિ શુભ દેશનાથી જીવોને પ્રતિબોધ પમાડી ક્રમે કરી પરમપદને પામ્યા. જિનેન્દ્ર-શાસન પામેલાને તે સ્થાન પ્રાપ્ત થવું મુશ્કેલ નથી.'
આ પ્રમાણે સુદર્શનમુનિની કથા પૂર્ણ થઈ. || ૧૦૧ ||
ધર્મકાર્યોમાં પુરૂષો જ એકલા અધિકારી નથી, પરંતુ સ્ત્રીઓ પણ અધિકારી છે; કારણ કે ચારવર્ણવાળા સંઘમાં તેઓને પણ એક અંગ માનેલું છે. તેથી પુરૂષને પરદાદાના નિષેધ માફક સ્ત્રીઓને પરપુરૂષનું ગમન નિષેધ કરે છે
१५८ ऐश्वर्यराजराजोऽपि, रूपमीनध्वजोऽपि च ।।
સીતા રાવ રૂવ, ત્યાજ્યો ના નરઃ પરે ! ૨૦૨ છે. અર્થ : જેમ સીતા સતીએ રાવણનો ત્યાગ કર્યો તેમ ઐશ્વર્યથી કુબેર તુલ્ય અને રૂપથી કામદેવે જેવા પણ પરપુરુષનો સ્ત્રીઓએ ત્યાગ કરવો જોઈએ. || ૧૦૨ ||
ટીકાર્થ : ઐશ્વર્યથી કુબેર જેવો હોય, રૂપથી કામદેવ જેવો હોય, તો પણ સ્ત્રીએ પોતાના પતિ સિવાયના બીજા પુરૂષોનો, જેમ સીતાએ રાવણનો ત્યાગ કર્યો, તેમ ત્યાગ કરવો. | ૧૦૨ //
१५९ नपुंसकत्वं तिर्यक्त्वं दौर्भाग्यं च भवे भवे ।
भवेन्नराणां स्त्रीणां चा-न्यकान्तासक्तचेतसाम् ॥ १०३ ॥ અર્થ? અન્ય સ્ત્રી અને અન્ય પુરૂષમાં આસક્ત ચિત્તવાળા સ્ત્રીઓ અને પુરૂષોને ભવોભવ નપંસુકપણું તિર્યચપણું અને દીર્ભાગ્યપણું પ્રાપ્ત થાય છે. / ૧૦૩ /
ટીકાર્થ: બીજાનીસ્ત્રી કે બીજાના પતિમાં આસક્તિ કરનાર પુરૂષ કે સ્ત્રીઓ નપુંસકપણું, તિર્યચપણું દુર્ભાગ્ય, વચન માન્ય ન કરે તેવી અનાદેયતા જન્માંતરમાં પ્રાપ્ત કરે છે. જ્યારે સ્ત્રીનો અધિકાર હોય ત્યારે બીજાનો પતિ પુરૂષ અને પુરૂષનો અધિકાર હોય તો અન્યની સ્ત્રી સમજવી / ૧૦૩ | અબ્રહ્મની નિંદા કરીને બ્રહ્મચર્યના આ લોક સંબંધી ગુણો જણાવે છે– १६० प्राणभूतं चरित्रस्य परबौककारणम्
समाचरन्, ब्रह्मचर्यं पूजितैरपि पूज्यते ॥ १०४ ॥
कारणाम
।