________________
૧૨૮
**
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ રંધાઈશ. કોપથી ભવાં ચડાવીને અને આંખ લાલ કરીને ભૂતનો વળગાડ થયો હોય તેવો તે પૂછે છે કે તેમાં શું પ્રમાણ ? હવે કાલિકાચાર્યે પણ કહ્યું કે, ‘ચંડાળની શ્વાનકુંભીમાં રંધાવા પહેલા તે જ દિવસે અણધારી રીતે તારા મુખમાં વિષ્ટાનો પ્રવેશ થશે' રોષમાં આવેલા દત્તે કહ્યું કે, ‘તમારું મૃત્યુ કોનાથી અને ક્યારે થશે ?’ ત્યારે આચાર્યે કહ્યુ કે, કોઈથી પણ નહિ, પણ પોતાના સમયે હું સ્વર્ગમાં જઈશ' એમ મુનિએ કહ્યું. ત્યારે રોષ પામેલા દત્તે પોતાના સેવકોને આજ્ઞા કરી કે, આ દુર્બુદ્ધિને પકડી લો, એ પ્રમાણે આજ્ઞા પામેલા સેવકોએ કાલિકાચાર્યને પકડી કેદ કર્યા
હવે પાપકર્મી દત્તથી કંટાળેલા સામંતોએ પહેલાના રાજાને બોલાવીને રાજ્ય અર્પણ ક૨વા નિર્ણય કર્યો. શંકાવાળો દત્ત પણ સિંહની ગર્જનાથી ત્રાસ પામેલા અને ઝાડીમાં સંતાઈ રહેલા હાથી માફક પોતાના ઘરમાં છુપાઈ ગયો. દૈવયોગે સાતમો દિવસ કયો ? તે ખ્યાલમાં ન રહેતા સાતમા દિવસે બહાર નીકળવા માટે કોટવાળ આદિ પાસે રાજમાર્ગ પર ચોકી પહેરો ગોઠવાવી રાજમાર્ગનું રક્ષણ કર્યું. ત્યાં આગળ એક માળી પુષ્પનો કરંડિયો લઈને પ્રાતઃકાળમાં નગર-પ્રેવશ કરતો હતો. ત્યારે એણે ઝાડાના વેગથી માર્ગમાં જ વિષ્ટા કરી અને ભય પામેલા તેણે પુષ્પોથી ઢાંકી દીધી. ‘આ જ દિવસે દુષ્ટ મુનિને પશુ માફક હણીશ' એમ વિચારતો દત્ત પણ ઘોડેસ્વારો સાથે બહાર નીકળ્યો. દોડતા એક અશ્વની ખરી વડે છળેલી વિષ્ટા દત્તના મુખમાં પડી. ‘વ્રતધારી સંયમીની વાણી અસત્ય થતી નથી.' શિલા સાથે અફળાયાની માફક ઢીલા દેહવાળો હતાશ બની ગયો અને ત્યાર પછી સામંતોને કહ્યા વગર પોતાના ઘર તરફ ચાલ્યો. હવે પ્રજાલોકોએ આણે આપણી મંત્રણા જાણી નથી.’ એમ વિચારી એ ઘરમાં પ્રવેશ કરે, તે પહેલાં તો તેને બળદ માફક બાંધીને પકડ્યો. હવે રાત્રિ પૂર્ણ થાય એટલે જેમ સૂર્ય પોતાનું તેજ પ્રગટ કરે, તેમ પહેલાનો રાજા તે વખતે પ્રગટ થયો. કરંડિયાથી છુટેલા સર્પ માફક દૂરથી ક્રોધથી સળગતા તે રાજાએ નરકની કુંભી સરખી ચંડાળની કુંભીમાં દત્તને નાંખ્યો. કુંભી નીચે અગ્નિ સળગાવ્યો કુંભી તપતી હતી ત્યારે વચમાં શ્વાનો રહેલા હતા. પરમાધાર્મિકોએ જેમ નારકીઓને તેમ દત્તને પીગળાવી મારી નાંખ્યો. રાજાના ભય અને આગ્રહને આધીન ન થતાં સત્યવ્રતનું રક્ષણ કરવા માટેની પ્રતિજ્ઞાવાળા કાલિકાચાર્ય માફક બુદ્ધિશાળી પુરૂષ કદાપિ અસત્ય ન બોલે. આ પ્રમાણે કાલિકાચાર્યનું કથાનક કહ્યું. અસત્ય ઉપર વસુરાજાની કથા ઃ
ચેદી દેશમાં શુક્તિમતી નદીના કાંઠે ક્રીડા સરખી સુપ્રસિદ્ધ શુક્તિમતી નામની નગરી હતી. પૃથ્વીના મુગટ સમાન તે નગરીમાં તેજથી અદ્ભુત માણિક્યરત્ન માફક અભિચંદ્ર નામનો રાજા હતો. પાંડુરાજાને જેમ યુધિષ્ઠિર તેમ તે રાજાને મહાબુદ્ધિશાલી સત્ય વચન બોલનાર વસુ નામનો પુત્ર જન્મ્યો હતો. ક્ષીરકદંબક ગુરુ પાસે તેનો પુત્ર પર્વત, રાજપુત્ર વસુ અને વિદ્યાર્થી નારદ એમ ત્રણ સહાધ્યાયીઓ પઠન કરતા હતા. ભણનારા આ ત્રણે ભણવાના શ્રમથી રાત્રે મકાનની અગાસીમાં ઉંઘી ગયા હતા. ત્યારે આકાશમાં જતા ચારણ મુનિઓ માંહોમાંહે એમ બોલ્યા કે, ‘આમાંથી એક સ્વર્ગમાં અને બીજા બે નરકમાં જશે' એ વાત ક્ષીરકદંબકે સાંભળી, તે સાંભળી ખેદ પામેલા ક્ષીરકંદબકે વિચાર્યું કે, ‘હું ભણાવનાર હોઉં અને મારા શિષ્યો નરકે જાય, તે વાત ખેદની ગણાય' આમાંથી સ્વર્ગમાં કોણ અને નરકમાં કયા બે જશે? તે જાણવાની ઈચ્છાવાળા ઉપાધ્યાયે ત્રણેને સાથે બોલાવ્યા અને લાખના રસથી ભરેલા પીઠાલોટના કૂકડા દરેકને એક એક આપીને કહ્યું કે, ‘આનો ત્યાં વધુ કરવો, જ્યાં કોઈ ન દેખે' તેમાં વસુ અને પર્વત બંનેએ તેવા શૂન્ય એકાંત પ્રદેશમાં જઈને પોતાની ગતિ માફક પીઠાના કૂકડાઓનો વધ કર્યો. મહાત્મા નારદે નગર બહાર જઈ ત્યાં ઉભા રહીને એકાંત પ્રદેશમાં દિશા જોઈને તર્ક કર્યો. ગુરુજીએ તે પ્રમાણે આજ્ઞા