________________
૧૨૨
યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ
९९ द्वौ मासौ मत्स्यमांसेन त्रीन्, मासान् हारिणेन तु ।
औरभ्रेणाथ चतुरः, शाकुनेनेह पञ्च तु ॥ ४३ ॥ १०० षण्मासांश्छागमांसेन, पार्षतेनेह सप्त वै ।।
अष्टावेणस्य मांसेन, रौरवेण नवैव तु ॥ ४४ ॥ १०१ दश मासांस्तु तृप्यन्ति, वराहमहिषामिषैः ।
शशकूर्मयोस्तुमांसेन, मासानेकादशैव तु ॥ ४५ ॥ १०२ संवत्सरं तुं गव्येन, पयसा पायसेन तु ।
મનુ. ૩ વાર્થીપાસમાણેન, તૃતિવશવાર્ષિવી છે ૪૬ છે
૨૬૬-૨૭૧ અર્થ : શ્રાદ્ધના દિવસે પિતાદિને વિધિપૂર્વક અપાયેલો કોઈક બલિ દીર્ધકાળની તૃપ્તિ માટે થાય છે અને કોઈક બલિથી અનંતકાળ સુધી તૃપ્તિ થાય છે, હવે તે બન્ને બલિનું કથન કરે છે. તલ ચોખા, જવ, અડદ, પાણી, કંદ અને ફળો – આ બધી વસ્તુઓ બલિમાં વિધિસહિત આપવાથી પિતા એક મહિના સુધી તૃપ્ત થાય છે. માછલાના માંસથી બે મહિના સુધી તૃપ્ત થાય છે, હરણના માંસથી ત્રણ મહિના સુધી તુષ્ટ થાય છે. ઊંટના માંસથી ચાર મહિના સુધી સંતુષ્ટ થાય છે. શકુની જંગલના પક્ષીના માંસથી પાંચ મહિના સુધી તૃપ્ત થાય છે. બકરાના માંસથી છ મહિના સુધી તુષ્ટ થાય છે. પાર્ષત નામના હરણના માંસથી સાત મહિના સુધી સંતુષ્ટ થાય છે. કાળા હરણના માંસથી આઠ મહિના સુધી તૃપ્ત થાય છે. રૌરવ નામના હરણના માંસથી નવ મહિના સુધી તૃપ્ત થાય છે. વળી ડુક્કર અને પાડાના માંસથી દશ મહિનાની તૃપ્તિ પામે છે તથા સસલા અને કાચબાના માંસથી અગિયાર મહિના સુધી તૃપ્ત થાય છે. ગાયના દૂધથી અને (દૂધથી બનેલી) ખીરથી એક વર્ષ સુધી તૃપ્ત થાય છે અને ગેંડાના માંસથી બાર વર્ષની તૃપ્તિ થાય છે. // ૪૧-૪૬ //
ટીકાર્થ : શ્રુત અને અનુમતિ બેમાં શ્રુતસંબંધ બળવાન હોવાથી ગવ્ય એટલે દૂધ કે ખીરનો સંબંધ સમજવો. પણ પ્રકરણથી માંસ ન લેવું. કેટલાક એમ વ્યાખ્યા કરે છે કે, માંસ સાથે દૂધ અથવા દૂધમાંથી બનેલા દહીં વગેરે, દૂધમાં પકાવેલા ચોખા અથવા ખીર કે દૂધપાક એ પણ પાયસ કહેવાય, ઘરડો બોકડો જળપાન કરતાં જેના એક જીભ અને બે કાન ત્રણ જળ-સ્પર્શ કરે, કહેલું છે કે, “જેનું ઈન્દ્રિય-બલ ક્ષીણ થયેલું છે, એવા પ્રકારના શ્વેત બોકડાને પિતૃકર્મમાં વાર્ષીણસ યજ્ઞ કરનારાઓ કહે છે. તેના માંસથી પિતાદિક પૂર્વજોને બાર વરસ તૃપ્તિ થાય છે.” | ૪૧-૪૬ / પિતૃ-નિમિત્તક હિંસાના ઉપદેશ કરનારાં શાસ્ત્રો જણાવીને હિંસાના દૂષણો કહે છે–
१०३ इति स्मृत्यनुसारेण, पितृणां तर्पणाय या ।
પૂઢર્વિથી તે હિંસા, સાડપિ ટુતિદેતવે છે ૪૭ છે અર્થ : આ પ્રમાણે સ્મૃતિ શાસ્ત્રના અનુસાર મૂઢ પુરુષો પિતાદિના સંતોષ માટે જે હિંસા કરે છે તે હિંસા પણ દુર્ગતિનું કારણ થાય છે ૪૭ ||
ટીકાર્થઃ પૂર્વ જણાવેલા સ્મૃતિ-ધર્મસંહિતા વગેરેના અનુસારે પિતૃઓ-પિતાના વંશજો “શ્રુતિમાં કહ્યું