SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ફરી શ્રેણિક રાજાએ ભગવંતને પ્રશ્ન કર્યો કે, આપને છીંક આવી ત્યારે અમાંગલિક શબ્દ અને બીજાઓને છીંકો આવી ત્યારે માંગલિક અમાંગલિક શબ્દ કેમ બોલ્યો ? પછી ભગવંતે કહ્યું કે મને તેણે એમ કહ્યું કે, ‘હજુ સુધી ભવમાં તમે કેમ પડી રહેલા છો ? તમે જલ્દીથી મોક્ષમાં પ્રયાસ કરો એટલે મને ‘મૃત્યુ પામો' એમ કહ્યું અને તમને એમ કહ્યું કે ‘તમે જીવતા રહો' કારણ કે, ‘હે નરસિંહ ! તમને અહીં સુખ છે, મરશો એટલે તમારા માટે નરકતિ છે' જીવો અગર મૃત્યુ પામો એમ અભયને એટલા માટે કહ્યું કે, તે જીવતાં ધર્મ ક૨શે અને મૃત્યુ પામતાં અનુત્તર વિમાનમાં જશે. કાલસૌરિકને ‘જીવતો નહિ, કે મરતો નહિ' કેમ કે જીવતો રહે તો અનેક જીવોને મારનાર થાય, અને મરીને સાતમી નરકે જાય. તે સાંભળી શ્રેણિકે પ્રભુને નમસ્કાર કરી વિનંતી કરી કે, તમારા સરખા નાથ હોવા છતાં મને નરકગતિ કેવી રીતે થાય ? ભગવંતે કહ્યું કે, તમે પહેલાં નરકાયુ બાંધ્યું છે, જેથી અવશ્ય ત્યાં જવું જ પડશે. ‘પહેલાં બાંધેલા શુભ કે અશુભ કર્મનું ફલ ભોગવવું જ જોઈએ' તેમાં અમે પણ અન્યથા ક૨વા શક્તિમાન નથી. તમે આવતી ચોવીશીમાં પદ્મનાભ નામના પ્રથમ તીર્થંકર થશો, માટે ખેદ ન કરશો, ત્યારે શ્રેણિક કહ્યું, ‘હે નાથ ! જેમ અંધારા કૂવામાંથી આંધળાનું તેમ નરકમાંથી મારું રક્ષણ થાય તેવો કોઈ ઉપાય છે ખરો ?’ ત્યારે ભગવંતે કહ્યું, જો ભક્તિપૂર્વક કપિલા બ્રાહ્મણી પાસે હર્ષથી સાધુને દાન અપાવે તો, અથવા તો કાલસૌકરિક કસાઈ પાસેથી પ્રાણીઓને છોડાવે તો તારો નરકમાંથી છુટકારો થાય. નહિતર ન થાય. આ પ્રમાણેનો સમ્યગ્ ઉપદેશ હાર માફક હૃદયમાં ધારણ કરતા મહારાજા શ્રેણિક શ્રીમહાવીરને પ્રણામ કરી પોતાના મહેલ તરફ ચાલ્યો. આ સમયે માર્ગમાં રાજાની પરીક્ષા કરવા માટે દર્દુરાંક દેવે માછીમારની માફક અકાર્ય કરનાર સાધુને બતાવ્યો. તેને દેખીને શાસનની મલિનતા ન થાય એ કારણે તેને સમજાવીને અકાર્યથી નિવારણ કરી રાજા પોતાના ઘરે ગયા. તે દેવે ફરી ગર્ભિણી સાધ્વીને બતાવી. શ્રેણિક રાજાએ શાસનની ભક્તિથી પોતાને ત્યાં તેનું રક્ષણ કર્યું. ‘ઈન્દ્ર મહારાજાએ સભામાં જેવા પ્રકારના કહ્યા હતા, તેવા જ તમને દેખ્યા છે. તેવા પ્રકારના પુરૂષોનાં વચનો ખોટાં હોતા નથી' એમ કહી દિવસે બનાવેલી નક્ષત્રક્ષેણિ સરખો હાર તથા બે ગોળા શ્રેણિક રાજાને તે દેવે આપ્યા. આ તૂટેલા હારને જે સાંધી આપશે, તે મૃત્યુ પામશે. એમ કહીને દેખેલા સ્વપ્ન માફક તે દેવ અદૃશ્ય થયો. ચેલ્લણા દેવીને દિવ્ય મનોહર હાર આપ્યો અને બે ગોળા હતા તે રાજાએ હર્ષથી નંદાને આપ્યા. મનસ્વી અને ઈર્ષાળુ નંદા રાણીએ વિચાર્યું કે, આવા દાન માટે જ હું યોગ્ય છું' એમ કહી બંને ગોળા સ્તંભ સાથે અફાળ્યા. એક ગોળામાંથી ચંદ્રયુગલ સરખું નિર્મલ કુંડલયુગલ અને બીજા ગોળામાંથી દેદીપ્યમાન દિવ્ય વસ્ત્ર-યુગલ નીકળ્યું. તે દિવ્ય રત્નો નંદાએ આનંદથી ગ્રહણ કર્યા. મહાન વ્યક્તિને વગ૨ માંગે અણચિંતવેલ લાભ થાય છે. ૧૧૬ ** તમારી દિષ્ટને મૂંઝવવા માટે બીજું સર્વ વૈકિય સ્વરૂપે કર્યું. રાજાએ કપિલા પાસે માગણી કરી કે, ‘જો તું શ્રદ્ધાપૂર્વક સાધુઓને ભિક્ષાદાન દે તો તને પુષ્કળ ધન આપીને તારું દાસીપણું દુર કરું' ત્યારે કપિલાએ કહ્યું, ‘કદાચ મને આખી સુવર્ણમય બનાવી દો. અથવા તો મને પ્રાણથી પણ મારી નાંખો તો પણ અકાર્ય હું નહિ કરું.' તે પછી કાલસૌકરિકને કહ્યું કે, ‘આ જીવોને છોડી દે, તું ધનના લોભથી આ કાર્ય કરે છે, તો હું તને ધન આપું.' ત્યારે કાલસૌકરિકે કહ્યું કે, કદાપિ પણ હું જીવ મારવાનું કાર્ય નહિ છોડીશ. જેનાથી માનવો જીવે છે, તેવી હિંસામાં કયો દોષ ગણાય ?' રાજાએ તેને અંધારા કૂવામાં નાંખીને એક રાત્રિ-દિવસ હિંસા કરતો રોક્યો કે હવે આ અહીં હિંસાનો ધંધો કેવી રીતે કરશે ? પછી શ્રેણિકે જઈ ભગવંતને વિનંતિ કરી કે, ‘હે ભગવંત્ ! મેં એક રાત્રિ-દિવસ સૌનિક (કસાઈ) પાસે હિંસા ત્યજાવી છે.' સર્વજ્ઞ ભગવંતે કહ્યું કે રાજન્ ! અંધારા
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy