________________
દ્વિતીય પ્રકાશ, શ્લો.૨૮-૩૦
૧૧૩
કાલસૌકરિકપુત્ર સુલસની કથા :
મગધદેશમાં મહાઋદ્ધિ યુક્ત રાજગૃહ નામનું નગર હતું. ત્યાં વીર ભગવંતના ચરણ-કમળમાં ભ્રમર જેવો શ્રેણિક રાજા હતો. તેને કૃષ્ણપિતા વસુદેવને જેમ દેવકી અને રોહિણી તેમ શીલાલંકારવાળી નંદા અને ચેલ્લણા નામની બે પ્રિયતમા હતી. વિશ્વરૂપ કુમુદને આનંદ આપનાર ચંદ્ર સરખો બને કુળમાં ભૂષણ સમાન અભયકુમાર નામનો નંદાને પુત્ર હતો, રાજાએ તેનું ઉત્કૃષ્ટ બુદ્ધિ-કૌશલ્ય જાણીને સર્વાધિકારીપણે તેની નિમણૂંક કરી. “ગુણો એ ગૌરવનું સ્થાન છે. કોઈક સમયે જગભૂજ્ય શ્રી મહાવીર ભગવંત તે નગરમાં આવી સમવસર્યા. જંગમ કલ્પવૃક્ષ સમાન એવા સ્વામીને આવેલા જાણીને પોતાને કૃતાર્થ માનતો હર્ષિત થયેલો શ્રેણિક રાજા ત્યાં આવ્યો. દેવાદિક પર્ષદા પોતપોતાના સ્થાને બેસી ગયા પછી જંગગુરુએ પાપનાશ કરનારી ધર્મદેશના શરૂ કરી. તે વખતે કોઢની રસી ગળતી કાયાવાળો કોઈક આવીને, પ્રણામ કરીને ભૂમિતલમાં જેમ હડકાયો શ્વાન તેમ પ્રભુની પાસે આવીને બેસી ગયો. ત્યાર પછી ભગવંતના બંને પગ ઉપર તે નિઃશંકપણે ચંદનરસ માફક પોતાના ઘણા પરૂરસથી લેપ કરવા લાગ્યો. તેને દેખી ક્રોધ પામેલા શ્રેણિક રાજા વિચાર કરવા લાગ્યો કે, જગદ્ગુરુની આશાતના કરનાર આ પાપી અહીંથી ઉભો થાય, એટલે વધ કરવાની શિક્ષાને યોગ્ય છે. આ વખતે ભગવંતે છીંક ખાધી, એટલે તે કોઢિયાએ કહ્યું કે, ‘તમે મરી જાવ' શ્રેણિકે ખાધી, એટલે તેને “જીવો', અભયકુમારે છીંક ખાધી, એટલે ‘તમે જીવો અગર મૃત્યુ પામો અને કાલસૌકરિકને છીંક આવતા કહ્યું કે, ‘તું જીવીશ નહિ અને મરીશ નહિ પ્રભુ પ્રત્યે ‘તમે મરી જાવ' એવા વચનથી રોષ પામેલા રાજાએ પોતાના સૈનિકોને આજ્ઞા કરી કે, આ સ્થાનથી ઉભો થાય એટલે તેને પકડી લેવો. દેશના પૂર્ણ થયા પછી મહાવીર ભગવંતને નમસ્કાર કરી, કુષ્ઠી ઉભો થયો, એટલે ભીલો જેમ ડુક્કરને તેમ શ્રેણિકના સેવકોએ તેને ઘેરી લીધો. દિવ્યરૂપ ધારણ કરનાર સૂર્યબિંબનું અનુકરણ કરતા તે તેઓનાં દેખતાં જ ક્ષણવારમાં આકાશમાં ઊડી ગયો. સેવકોએ આ વાત રાજાને કહી, એટલે રાજાએ વિસ્મયથી ભગવંતને પૂછ્યું કે, “આ કોણ છે ?” ત્યારે ભગવંતે કહ્યું કે, “આ દેવ છે' ફરી સર્વજ્ઞ ભગવંતને પૂછ્યું કે, “જો દેવ છે, તો પછી કયા કારણથી એ કુઠી બન્યો ? એટલે ભગવંતે પ્રત્યુત્તર આપ્યો કે, વત્સદેશમાં કૌશામ્બી નામની પ્રસિદ્ધ નગરી છે, તેમાં શતાનીક નામનો રાજા થઈ ગયો. તે નગરીમાં હંમેશાનો મહાદરિદ્ર અને મહામૂર્ખ એડુક નામનો બ્રાહ્મણ હતો. કોઈક વખતે તેની ગર્ભિણી પત્નીએ કહ્યું કે, “નજીકમાં સૂવાવડ આવવાની છે, તો મારા માટે ઘી લાવો, નહિતર મારાથી વેદના સહન નહિ થાય. ત્યારે તેણે બ્રાહ્મણીને જવાબ આપ્યો, “ હે પ્રિયા ! મારામાં કોઈ પ્રકારની આવડત કે કળા નથી, જેથી હું ક્યાંયથી પણ થોડું મેળવી શકું. શ્રીમંતો કળાથી ગ્રહણ કરી શકાય છે. ત્યારે બ્રાહ્મણીએ કહ્યું, “હે સ્વામિ ! તમે રાજાની સેવા કરો, આ પૃથ્વીમાં રાજાથી બીજો કોઈ કલ્પવૃક્ષ નથી.' ઠીક' એમ તેની વાતનો સ્વીકાર કરી રત્ન મેળવવાની ઈચ્છાવાળો જેમ સાગરની સેવા કરે, તેમ તે બ્રાહ્મણ પુષ્પ, ફળ આદિથી રાજાની સેવા કરવા લાગ્યો.
હવે કોઈક સમયે વર્ષાઋતુ જેમ મેઘવડે ચારેબાજુથી આકાશને ઘેરે, તેમ ચંપાના રાજાએ મોટા સૈન્યથી કૌશાંબીને ઘેરો ઘાલ્યો. દરમાં રહેલા સર્પ જેમ સમયની રાહ જુએ, તેમ લશ્કર સહિત શતાનીક કૌશાંબીની મધ્યમાં રહીને સમયની રાહ જોતો હતો. લાંબા કાળે ચંપાનો રાજા પણ સૈનિકો ઘટી ગયેલા હોવાથી વર્ષાકાળમાં રાજહંસ માફક પોતાના સ્થાને જવા પ્રવર્યો, તે સમયે પુષ્પો લેવા માટે ઉદ્યાનમાં ગયેલા સંડુકે સવારે નિસ્તેજ ગ્રહ સરખા ઘી ગયેલ સૈનિકવાળા તે રાજાને જોયો. તરત જ આવીને તેણે શતાનીક રાજાને નિવેદન કર્યું કે, “ભાંગેલા દાંતવાળા સર્પની માફક આપનો શત્રુ જઈ રહ્યો છે. જો આજે