________________
૧૧0
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
કરતા હાથી સાથે જેમ હાથી-તેમ ગર્જના કરતા દીર્ઘરાજા સાથે જાતે યુદ્ધ કરવા લાગ્યો. પ્રલયકાળના ખળભળેલા સમુદ્ર સરખા બળવાન તે બંને મોજા વડે જેમ મોજાને તેમ અસ્ત્રો વડે અસ્ત્રોને ફેંકતા હતા. હવે અવસર થયો છે, એમ જાણી લેવક માફક ફેલાતા પ્રકાશવાળું સર્વ દિશાઓને જીતવાના સ્વભાવવાળું ચક્ર બ્રહ્મદત્તને પ્રગટ થયું. બ્રહ્મદરે તે ચક્રરત્નથી તુરત જ દીર્વને હણી નાંખ્યો. ઘોને મૃત્યુ પાડવામાં વીજળીને કયો પરિશ્રમ-વિલંબ થાય ? સ્તુતિ કરતા માગો માફક “આ ચક્રવર્તી જય પામો” એમ બોલતા દેવોએ બ્રહ્મદત્તના ઉપર પુષ્પવૃષ્ટિ કરી. નગરલોકો, પિતા, માતા, દેવતા માફક તેને જોવા લાગ્યા અને ઈન્દ્ર જેમ અમરાવતીમાં તેમ તેણે કપિલ્યપુરમાં પ્રવેશ કર્યો. બ્રહ્મદત્ત રાજાએ પૂર્વ પરણેલી પત્નીઓને સર્વસ્થાનેથી તેડાવી અને પુષ્પવતી નામની રાણીને સ્ત્રીરત્ન તરીકે સ્થાપના કરી. જુદા જુદા સ્વામીઓની સીમાઓ નિર્મુલ કરીને છ ખંડોને સાધીને પૃથ્વી એક ખંડ સ્વરૂપ બનાવી. અર્થાત્ એક છત્રવાળા ચક્રવર્તીના રાજ્યની સ્થાપના કરી. બાર વરસ સુધી સર્વ દિશાના રાજાઓએ આવી આવીને રાજાઓએ જેમ ભરતનો તેમ તેનો પણ અભિષેક કર્યો. ચોસઠ હજાર અંતઃપુરની સ્ત્રીઓથી પરિવરેલો તે પૂર્વભવમાં કરેલા તપવૃક્ષના ફળસ્વરૂપ રાજ્યસુખને ભોગવતો હતો.
કોઈક દિવસે નાટક સંગીત ચાલી રહેલા હતા, ત્યારે તેની દાસીએ દેવાંગનાએ ગુંથેલ હોય તેવા આશ્ચર્યકારી પુષ્પનો દડો સમર્પણ કર્યો. બ્રહ્મદત્તે તેને દેખીને મેં પૂર્વે ક્યાંય પણ આવા પ્રકારનો દડો દેખ્યો છે,” એમ મનમાં વારંવાર ઊહાપોહ કર્યો, પહેલાના પાંચ જન્મના સ્મરણો તત્કાલ ઉત્પન્ન થયા અને આ સૌધર્મ દેવલોકમાં મેં દેખ્યો હતો, તેમ રાજાએ જાણ્યું, તે ચંદન જળ વડે સિંચાયો હોઈ સ્વસ્થ બની વિચાર કરવા લાગ્યો કે, મારા પૂર્વભવનો સગોભાઈ મને કવી રીતે મળશે? તેને ઓળખવા માટે માધ તા 5 ', મત્તિવમ" અર્ધા શ્લોકવાની સમસ્યા આપી. “આ મારી સમસ્યાને જે અર્ધાશ્લોકથી પૂર્ણ કરશે, તેને મારું અધું રાજ્ય આપીશ” એવી નગરમાં ઉદ્ઘોષણા કરાવી. સર્વ નગરલોકોએ પણ આ અર્ધ શ્લોકને પોતાના નામ માફક મુખપાઠ કર્યો, પણ તે સમસ્યાને કોઈએ પૂર્ણ ન કરી, તે સમયે પરિમતાલથી ચિત્રનો જીવ શેઠ-પુત્ર જાતિસ્મરણવાળો થઈ. દીક્ષા લઈ. વિહાર કરતાં કરતાં એક વખતે ત્યાં આવ્યો. ત્યાં કોઈક ઉદ્યાનમાં નિર્જીવ ભૂમિમાં રહેલા તે મુનિએ કોઈક રેંટ ચલાવતા અને અર્થે શ્લોક પઠન કરતા પુરુષ પાસે તે પદો સાંભળ્યા, એટલે બાકી રહેલા પદો તેણે બોલાવીને ગોખાવ્યા.
8ા ગતિચાર્ગો વિયો .. પછી તે રંટ ચલાવનાર રાજા પાસે જઈને બોલી ગયો. એટલે રાજાએ પૂછ્યું કે, એ પદ જોડનારા કવિ કોણ છે ? એટલે તેણે મુનિનું નામ આપ્યું. તેને રાજાએ બક્ષીશ આપી અને તે ઉદ્યાનમાં ધર્મવૃક્ષ ઉગેલું હોય તેમ, મુનિને જોવા માટે ગયો. હર્ષાશ્રુ-પૂર્ણ નેત્રવાળા રાજાએ તે મુનિએ વંદના કરી. ત્યાં પૂર્વજન્મ માફક સ્નેહવાલો તે નજીકમાં બેસી ગયો. કૃપારસ-સમુદ્ર મુનિએ આશીર્વાદ આપીને રાજાના ઉપકાર માટે ધર્મદેશના શરૂ કરી–
“હે રાજન્ ! અસાર એવા આ સંસારમાં કંઈ સાર નથી, સારભૂત હોય તો કાદવમાં જેમ કમળ તેમ માત્ર ધર્મ જ એક માત્ર સાર છે. શરીર, યૌવન, લક્ષ્મી, સ્વામીપણું, મિત્રો અને બંધુઓ એ સર્વે પવનથી ફરકતી ધ્વજા સરખા ચંચળ છે. જેવી રીતે પૃથ્વી સાધવા માટે બાહ્ય શત્રુઓને જીત્યા, તેમ મોક્ષ સાધવા માટે અંતરંગ શત્રુઓ પર પણ જય મેળવ. બાહ્ય અને અત્યંતર શત્રુઓનો વિવેક કરી મહાશત્રુ સરખા અત્યંતર શત્રુનો ત્યાગ કરો. રાજહંસ જેમ ક્ષીર અને પાણીનો વિભાગ કરી દૂધને જ ગ્રહણ કરે છે, તેમ તમે પણ યતિધર્મને ગ્રહણ કરો.” બ્રહ્મદત્તે કહ્યું, “હે બંધુ ! ભાગ્યયોગે આજે તમારા દર્શન થયાં આ રાજ્ય તમારું જ છે, માટે તમારી ઈચ્છા પ્રમાણે ભોગો ભોગવો. તપસ્યાનું ફળ હોય તો ભોગો, તે