________________
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
→→→
માંડી અમે અમારા ભાઈનું રક્ષણ કરવામાં પ્રવૃત્તિ કરતા હતા. એક વખતે અમારા ભાઈએ ભ્રમણ કરતાં કરતાં તમારા મામા પુષ્પચૂલની પુષ્પવતી નામની કન્યાને જોઈ, અદ્ભુત લાવણ્યવાળા રૂપથી આકર્ષિત થયેલા માનસવાળા તે દુર્બુદ્ધિએ તે કન્યાનું હરણ કર્યું. ‘કર્મના અનુસારે બુદ્ધિ ઉત્પન્ન થાય છે' કન્યાની નજર સહન ન કરવાથી પોતે વિદ્યા-સાધના કરવા ગયો. ત્યાર પછીની હકીકત તો આપ જાણો જ છો તે સમયે પુષ્પવતીએ અમને ભાઈના મરણ સંબંધી શોકને દૂર કરનાર ધર્માક્ષરો સંભળાવ્યા. વળી, પુષ્પવતીએ કહ્યું કે, તમને ઈષ્ટ ભર્તાર થનાર બ્રહ્મદત્ત તે અહીં આવેલા છે. ‘મુનિની વાણીમાં ફરક પડે જ નહિ' તે વાતનો અમે સ્વીકાર કર્યો, પરંતુ ઉતાવળમાં લાલને બદલે ઉજ્જવલ પતાકા ચલાયમાન કરવાથી અમને છોડીને તમે ત્યાંથી ચાલ્યા ગયા. અમારા ભાગ્યની પ્રતિકૂળતાથી તમે આવ્યા નહિ કે, પાછા દેખાયા નહિ. અમે દરેક જગ્યા પર રખડી રખડીને કંટાળી ગયા, ત્યારે પાછા અહીં આવ્યા. પુણ્યયોગે અહીં આપ આવી ગયા. પહેલા પુષ્પવતીના વચનથી અમે તમોને વરેલી જ છીએ અને તમોજ અમારી બંનેની ગતિ છો. ત્યાર પછી તેણે ગાંધર્વ-વિવાહથી બંને સાથે લગ્ન કર્યા. ‘સરિતાઓનો સાગર તેમ સ્ત્રીઓના ભાજન ભોગીઓ બને છે’ ગંગા અને પાર્વતી સાથે જેમ મહાદેવ તેમ તે બંનેની સાથે ક્રીડા કરતા બ્રહ્મદત્તે તે રાત્રિ ત્યાં પસાર કરી. ‘જ્યાં સુધી મને રાજ્ય-પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી તમારે પુષ્પવતી પાસે રહેવું' એમ કહીને તેમને રજા આપી. તે પ્રમાણે તેની આજ્ઞાને બંનેએ માન્ય કરી. ત્યાર પછી ગંધર્વનગરની જેમ લોકો સાથે તે મંદિર અને સર્વ અદશ્ય થયું.
૧૦૮
*
હવે બ્રહ્મદત્ત રત્નવતીની તપાસ કરવા માટે આશ્રમમાં ગયો. ત્યાં ન દેખવાથી શુભાકૃતિવાળા એક પુરૂષને પૂછ્યું કે, મહાભાગ્યશાળી ! દિવ્ય વસ્ત્રો પહરેલ રત્નાભૂષણોથી શોભાયમાન એવી કોઈ સ્ત્રીને આજે અગર ગઈકાલે તમે દેખી છે ? ત્યારે તેણે કહ્યું કે, હે નાથ ! રુદન અને વિલાપ કરતી એક સ્ત્રીને મેં જોઈ હતી. પરંતુ તે ભત્રીજી થતી હોવાથી તેને ઓળખીને તેના કાકાને સમર્પણ કરી દીધી. રત્નવતીના કાકાએ પણ બ્રહ્મદત્તને બોલાવ્યો.. મોટી ઋદ્ધિવાળા ધનિકોને સર્વ વસ્તુ નજીવી લાગે છે. તેની સાથે વિષય-સુખ અનુભવતાં હવે એક દિવસે વરધનુનું મરણોત્તર કાર્ય શરૂ કર્યું. હવે જ્યારે બીજા દિવસે બ્રાહ્મણોને જમવા બેસાડ્યા, ત્યારે બ્રાહ્મણ વેષધારી વરધનું ત્યાં આવી આ પ્રમાણે કહેવા લાગ્યો કે, ‘જો મને ભોજન આપશો, તો સાક્ષાત્ એ વરધનુને' એ પ્રમાણે કાનને અમૃત સમાન એવી વાણી બ્રહ્મપુત્રે સાંભળી, તે પણ તેને દેખીને આલિંગન કરી જાણે આત્માને એક સ્વરૂપ બનાવતો હોય અને હર્ષાશ્રુ વડે નવડાવતો હોય તેમ ઘરની અંદર લઈ ગયો. ત્યાર પછી કુમાર વડે પૂછાએલા એવા તેણે પોતાનો વૃત્તાંત કહ્યો કે, તમે સુઈ ગયા પછી દીર્ઘના સૌનિકો માફક ચોરોએ મને ધેરી લીધો. વૃક્ષોના આંતરામાં સંતાએલા એક ચોરે એક બાણથી મને એવી રીતે હણ્યો કે જેથી હું પૃથ્વી પર પડ્યો અને લત્તાની અંદર છુપાઈ ગયો. ચોરો ગયા પછી વૃક્ષની બખોલમાં, જળમાં જેમ આતિપક્ષી સંતાય તેમ સંતાઈ ગયો. અનુક્રમે ગામમાં પહોંચ્યો. ગામના મુખી પાસેથી તમારા સમાચાર જાણીને હું અહીં આવ્યો અને ભાગ્યયોગે મો૨ જેમ મેઘને તેમ તમને મેં જોયા. બ્રહ્મદત્તે તેને કહ્યું કે, હવે આપણે પુરૂષાર્થ વગર કાયરો માફક ક્યાં સુધી રહીશું ? આ સમયે કામદેવને સામ્રાજ્ય પ્રાપ્ત કરાવનાર, મદિરા માફક યુવાનને મદ કરાવનાર વસંતોત્સવ પ્રગટ્યો. તે વખતે રાજાનો મત્તહાથી સ્તંભ તોડીને સાંકળ રહિત થઈ સમગ્ર લોકોને ત્રાસ પમાડતો મૃત્યુનો જાણે નાનો ભાઈ હોય તેમ બહાર નીકળ્યો. ત્યાર પછી નિતંબના ભારની પીડાથી સ્ખલના પામતી ગતિવાળી કોઈક કન્યાને હાથીએ સુંઢથી કમલિની માફક પકડી. શરણાર્થી આક્રંદન કરતી દીનનેત્રવાળી તે કન્યાની વિષમ સ્થિતિ થવાથી સર્વ દુ:ખના બીજાક્ષર સમાન હાહારવ ઉછળ્યો. હે