________________
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
૯૮
પાસે બોલાવ્યો. બીજો કોઈ રખે આ પ્રમાણે સાધુને પરેશાન ન કરે તેવી શુદ્ધબુદ્ધિવાળો રાજા નગ૨ વચ્ચેથી બાંધીને તેને સાધુ પાસે લઈ ગયો. નમન કરતા રાજાના મસ્તકના મુગટ રત્નથી જળમય પૃથ્વીને કરતા હોય તેમ ચક્રવર્તી રાજાએ બંને મુનિવરોને વંદન કર્યું. ડાબા હાથમાં ગ્રહણ કરેલી મુખસ્રિકાથી ઢાંકેલ મુખવાળા, તે બંને મુનિવરો જમણો હાથ ઉંચો કરી રાજાને આશીર્વાદ આપી પ્રશંસા કરવા લાગ્યા. રાજાએ કહ્યું કે, જે આપના અપરાધી છે, તે તેના કર્મનું ફળ ભોગવનાર થાવ' એમ કહી મુનિઓને સનત્કુમારે નમુચિને બતાવ્યો. વધ કરવા યોગ્ય છતાં ગુરૂની આજ્ઞા માન્ય કરવા યોગ્ય હોવાથી રાજાએ તેને છોડી દીધો. સર્પ ગુરૂડ પાસેથી તેમ સનત્કુમાર અને મુનિઓ પાસેથી છૂટીને નમુચિ પંચત્વ પામ્યા સરખી દશાને પામેલો ચંડાલ માફક કર્મચંડાલ નગરમાંથી દેશવટો પામ્યો.
ચોસઠહજાર બીજી શોકયોના પરિવાર સાથે ચક્રવર્તીની મુખ્ય પટરાણી સુનંદા બંને મુનિવરોને વંદના કરવા ગઈ. તે સ્ત્રીરત્ન સંભૂતિમુનિના ચરણ-કમળમાં કેશનો સ્પર્શ થાય તેવી રીતે પગે પડી, જાણે પૃથ્વીને ચંદ્રવાળી બનાવતી ન હોય ? તે સ્ત્રીરત્નના કેશના સ્પર્શનો અનુભવ કરતા સંભૂતિમુનિ તત્કાલ રોમાંચિત થયા. કામદેવ હંમેશાં છલ શોધનારો હોય છે' હવે અંતઃપુર સહિત મુખ્ય પટરાણીએ તેમની આજ્ઞા લઈ જવા ઈચ્છા કરી, ત્યારે રાગથી પરાજિત થયેલા સંભૂતિમુનિએ આ પ્રમાણે નિયાણું કર્યું કે, દુષ્કર એવા મારા તપનું જો કંઈ ફળ હોય તો ભાવી જન્મમાં હું તેવા પ્રકારનાં સ્ત્રીરત્નનો પતિ થાઉં. ચિત્રે તેને કહ્યું કે, મોક્ષ આપનાર તપથી તું આવા ફળની ઈચ્છા રાખે છે ! મસ્તકને યોગ્ય રત્ન વડે તું પાદપીઠ કેમ કરે છે ? મોહથી કરેલું નિયાણું હજુ પણ છોડી દે, તારા સરખાએ આમાં મુંઝાવું ન જોઈએ અને ‘મિથ્યા દુષ્કૃત આનું થાઓ. આ પ્રમાણે ચિત્રસાધુએ નિવારણ કરવા છતાં પણ સંભૂતિમુનિએ નિયાણાનો ત્યાગ ન કર્યો. ‘વિષયની ઇચ્છા ઘણી બળવતી હોય છે.' અનશન-વિધિનો બરાબર નિર્વાહ કરીને, આયુષ્યકર્મનો ક્ષય કરીને, સૌધર્મ નામના સુંદર વિમાનમાં બંને દેવપણે ઉત્પન્ન થયા.
ચિત્રનો જીવ પ્રથમ દેવલોકથી ચ્યવીને પુરિમતાલ નામના નગરમાં એક શેઠપુત્ર તરીકે જન્મ્યો. સંભૂતિનો જીવ પણ અવીને કાંપિલ્યનગરમાં બ્રહ્મરાજાની ભાર્યા ચુલનીદેવીની કુક્ષિમાં અવતર્યો. ચૌદ મહાસ્વપ્રોથી સૂચિત ભાવી વૈભવવાળો પૂર્વદિશાને જેમ સૂર્ય તેમ તેને પુત્ર જન્મ્યો. આનંદથી બ્રહ્મમાં મગ્ન હોય તેમ બ્રહ્મરાજાએ બ્રહ્માંડમાં પ્રસિદ્ધ એવું તેનું બ્રહ્મદત્ત નામ પાડ્યું. જગતના નેત્રકમળને હર્ષ આપતો તે કળા-સમુદાયથી પોષાતો નિર્મળ ચંદ્રની માફક વૃદ્ધિ પામવા લાગ્યો. બ્રહ્માના ચાર મુખ સમાન બ્રહ્મરાજાને ચાર પ્રિય મિત્રો હતા. તેમાં એક કાશિદેશનો રાજા કટક, હસ્તિનાપુરનો રાજા કણેરુદત્ત, કોશલનો રાજા દીર્ઘ અને ચંપાનો સ્વામી પુષ્પચૂલક, તે પાંચે એક બીજાના સ્નેહથી એક એક વર્ષ એક નગરમાં નંદનવનમાં જેમ કલ્પ વૃક્ષ તેમ સાથે રહેતા હતા. કોઈક સમયે બ્રહ્મના નગરમાં વારા પ્રમાણે આવેલા હતા, ત્યાં ક્રિડા કરતાં તેમનો કેટલોક કાળ પસાર થયો. બ્રહ્મદત્તને બાર વર્ષ થયાં, ત્યારે બ્રહ્મરાજા મસ્તકરોગથી પરલોકની ગતિને પામ્યા. બ્રહ્મરાજાની મરણોત્તર ક્રિયા કરીને મૂર્ત ઉપાય સરખા ચારે કટક વગેરે રાજાઓએ મંત્રણા કરી કે, બ્રહ્મદત્ત જ્યાં સુધી બાળક છે, ત્યાં સુધી અહીં આપણે પ્રાહરિક માફક દરેક વર્ષે રક્ષક બનવું. મિત્રના રાજ્યની રક્ષા કરવા માટે તેઓએ દીર્ઘને નક્કી કર્યો, બાકીના ત્રણે રાજાઓ તે સ્થાનથી પોતપોતાના સ્થાને ગયા. ટૂંકી બુદ્ધિવાળો દીર્ઘ પણ ગોધો જેમ અરક્ષિત ક્ષેત્રને તેમ બ્રહ્મરાજાની રાજ્ય-સંપત્તિને સ્વચ્છંદપણે ભોગવવા લાગ્યો લાંબા કાળથી ગુપ્ત રાખેલો ધનભંડાર પણ દુર્જન પારકા મર્મને ખોળે, તેમ દુર્બુદ્ધિવાળા તેણે તપાસ કરાવી શોધી કાઢ્યો. પહેલાના પરિચયથી અંતઃપુરમાં પણ તે નિરંકુશતાથી ફરવા લાગ્યો ‘આધિપત્ય એ મનુષ્યોને ખરેખર ઘણેભાગે અંધ કરનાર