________________
દ્વિતીય પ્રકાશ, શ્લો.૧૯ ઇચ્છાવાળા હિંસાનાં કેવાં ફળ અનુભવવાં પડે છે તે કહે છે
७५ पङ्ग-कुष्ठिकुणित्वादि दृष्ट्वा हिंसाफलं सुधीः ।।
નિરTIઋગનૂનાં, હિંસા સત્પતિસ્યને– ૫ ૨૧ અર્થ : પાંગળાપણું કોઢીયાપણું અને હાથરહિતપણું આદિ હિંસાના ફળને જોઈને બુદ્ધિશાળી પુરુષે નિરપરાધી એવા ત્રસ પ્રાણીઓની હિંસાને સંકલ્પ માત્રથી ત્યજવી જોઈએ // ૧૯ ||
ટીકાર્થ : અહીં પાપનું ફળ જોયું ન હોય તો મનુષ્ય પાપથી હઠતો નથી તેથી પાપનાં ફળ બતાવીને હિંસાની વિરતિનો ઉપદેશ આપે છે. પગ હોવા છતાં ચાલવા માટે અસમર્થ હોય, તે પાંગળો-લંગડો, ચામડીના કોઢરોગવાળો, હાથ વગરનો ઠુંઠો, આદિ શબ્દથી શરીરનો નીચેનો ભાગ ખરાબ હોય, બીજા પણ અનેક રોગવાળો કાયાના ઉપરના ભાગમાં નિર્ગુણતાવાળો થાય, તે સર્વ ફળ હિંસાનું છે.- એમ દેખી બુદ્ધિશાળી પુરૂષ હોય તે તો શાસ્ત્રબલથી આ હિંસાનું ફળ ભોગવી રહેલા છે-એમ નિશ્ચય કરી હિંસાનો ત્યાગ કરે. કોની ? નિરપરાધી ત્રસાદિક બેઈન્દ્રિયાદિક જીવો, તેઓની હિંસાનો નિયમ કરે અપરાધી માટેનો નિયમ નથી કર્યો. ત્રસ ગ્રહણ કરવાથી એકેન્દ્રિય વિષયક હિંસાનો નિયમ કે અપરાધી માટેનો નિયમ નથી કર્યો. ત્રસ ગ્રહણ કરવાથી એકેન્દ્રિય વિષયક હિંસાનો નિયમ લેવા અસમર્થ છે, તથા સંકલ્પથી એમ કહ્યું, એટલે “આ જીવને માંસાદિની જરૂર માટે હણું' એવા સંકલ્પ કરવા પૂર્વક હિંસા છોડે. આરંભથી થનારી હિંસાનાં પચ્ચકખાણ લેવા-પાળવા અશકય છે, ત્યાં હંમેશાં યતના કરવી. આ વિષયને લગતા આંતર શ્લોકોના અર્થ કહે છે
હવે જેઓ જીવને તથા શરીરને એકાંતે જુદા માનનારા છે, તેમના મતે દેહના વિનાશમાં પણ જીવનો વિનાશ કે હિંસા થતી નથી. વળી જીવ તથા શરીરનો એકાંતે અભેદ માનવાથી દેહના નાશમાં જીવનો પણ નાશ થાય, એટલે તેનો પરલોક નથી તેથી સ્યાદ્વાદથી જીવને ભેદાભેદ માનવામાં દેહના નાશમાં જે પીડા થાય, તે હિંસા કહેવાય છે. માટે જે હિંસામાં મરનારને દુઃખોત્પત્તિ, મનનો કલેશ અને તેના પર્યાયનો નાશ થાય, તેવી હિંસાને પંડિત પુરૂષ પ્રયત્ન પૂર્વક તજે. જે પ્રાણી પ્રમાદથી બીજાના પ્રાણનો વિનાશ કરે, તેને જ્ઞાની પુરૂષોએ સંસારવૃક્ષના બીજભૂત હિંસા કહેલી છે. પ્રાણી મરે કે ન મરે, તો પણ પ્રમાદ કરનારને નક્કી હિંસા લાગે છે, પરંતુ પ્રમોદથી રહિતને તો પ્રાણનાશ થાય, તો પણ હિંસા લાગતી નથી. નિત્ય અપરિણામી જીવની હિંસા થતી નથી, અને ક્ષણિક જીવ ક્ષણમાં નાશ પામતો હોવાથી તેની હિંસા કેવી રીતે લાગે ? માટે જીવને નિત્યાનિત્ય અને પરિણામી માનીએ તો કાયાના વિયોગથી પીડા થવાના યોગે પાપના કારણભૂત હિંસા થાય છે. કેટલાક એવું કથન કરે છે કે, “પ્રાણીઓના ઘાત કરનાર એવા વાઘ, સિંહ, સર્પ વગેરેને હણવા જોઈએ, એવા એક હિંસકનો ઘાત કરવાથી ઘણા જીવોનું રક્ષણ થાય છે'- એ વાત અયોગ્ય છે કારણ કે સર્વ પ્રાણીઓ બીજાનો નાશ કરનારા છે, પોતાના જીવન માટે સર્વની સંતવ્યતા થઈ જાય અને તેમાં થોડો લાભ થતાં મૂલમૂડીનો પ્રગટ વિનાશ છે. અહિંસાથી થનારો ધર્મ, તે હિંસાથી કેવી રીતે થઈ શકે ? જળમાં ઉત્પન્ન થનારાં કમળ અગ્નિમાં કેવી રીતે ઉગે ? પાપના હેતુભૂત વધે, તે પાપને છેદવા માટે કેવી રીતે સમર્થ બની શકે ? મૃત્યુના કારણભૂત કાલકૂટ ઝેર જીવન આપનાર બનતું નથી. સંસાર-મોચક નામનો નાસ્તિક કહે છે કે, “દુઃખીઓનો વધ થાય, તેમ ઇચ્છા કરો, દુઃખીના વિનાશથી નક્કી દુઃખનો વિનાશ થાય છે. તે કથન પણ બરાબર નથી, કારણ કે તેવા જીવો મૃત્યુ પામ્યા પછી નરકગામી બને છે, અને અલ્પદુઃખવાળા અનંતા દુઃખમાં જોડાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org