SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૧૮ ૮૫ તમારી મુદ્રાને અતિશયવાળી માનતા નથી. માધ્યસ્થ્ય અંગીકાર કરી જેઓ પરીક્ષકો બન્યા છે, તેઓને મણિ અને કાચના કટકામાં ફરક જણાતો નથી.' (અયોગ ૨૭) દેશવિષયક તો, ‘આ બુદ્ધનું વચન અથવા સાંખ્ય, કણાદ વગેરેનું વચન જ તત્ત્વ છે' આ તો સમ્યક્ત્વનું પ્રગટ દૂષણ છે. મિથ્યાર્દષ્ટિ-પરિયચ- તેવા મિથ્યાદષ્ટિઓ સાથે એક સ્થાનમાં સંવાસ કરવો, પરસ્પર આલાપ-સંલાપ વગેરે વ્યવહાર વધારીને તેમનો પરિચય કરવો એક સ્થાનમાં સાથે રહેવામાં તેમની પ્રક્રિયા સાંભળવાથી કે દેખવાથી દૃઢ સમ્યક્ત્વવાળો પણ દૃષ્ટિભેદવાળો બની જવા સંભવ છે, તો પછી મંદબુદ્ધિવાળો કે નવીન ધર્મવાળો તેવો બને, તેની શી વાત કરવી ? તેમનો પરિચય એ પણ સમ્યક્ત્વનું દૂષણ છે આવા પ્રકારનું સમ્યક્ત્વ વિશિષ્ટ પ્રકારના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપ સામગ્રી પ્રાપ્ત થઈ હોય તો ગુરૂની સમીપે વિધિ પૂર્વક ગ્રહણ કરી યથાર્થપણે તેનું પાલન કરે. કહેલું છે કે, = “શ્રમણોપાસક ત્યાં મિથ્યાત્વથી પાછો હઠે, દ્રવ્ય અને ભાવથી પહેલાં સમ્યક્ત્વ અંગીકાર કરે તેને પરતીર્થીઓનાં, તેમના દેવોનાં, તેઓની માલિકીનાં ચૈત્યોનાં પ્રભાવના, વંદના, પૂજાદિક કાર્યો કરવાં ન કલ્પ. લૌકિક તીર્થોમાં સ્નાન, તેમ જ દાન, પિંડપ્રદાન, યજ્ઞ કરાવવા, તેમનાં વ્રતો, તપ, તથા સંક્રાન્તી, ચંદ્ર-ગ્રહણ, સૂર્ય-ગ્રહણ આદિ ઘણા લોકોનાં પ્રવાહકૃત્યો કરવાં ન કલ્પે. (મૂલ શુદ્ધિ પ્ર. ૪-૫) આવી રીતે મિથ્યાત્વમોહનીય કર્મની કંઈક ન્યૂન એક સાગરોપમ કોટાકોટી સ્થિતિ બાકી રહે, ત્યારે જીવ સમ્યક્ત્વ પામે છે, તે બાકી રહેલી સ્થિતિમાંથી વળી બેથી નવ પલ્યોપમની સ્થિતિ જ્યારે ખપાવે, ત્યારે દેશવિરતિ પામે કહ્યું છે કે :– “સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા પછી પલ્યોપમપૃથકત્વમાં અર્થાત્ ઉપર કહ્યા પ્રમાણે બેથી નવ પલ્યોપમની સ્થિતિ વળી ખપાવે, ત્યારે વ્રતધારી શ્રાવક થાય. | ૧૭ ॥ સમ્યક્ત્વ-મૂળવાળાં પાંચ અણુવ્રતો એમ કહ્યું હતું, તેમાં સમ્યક્ત્વનું સ્વરૂપ વિસ્તારથી કહીને હવે અણુવ્રતોનું સ્વરૂપ કહે છે ७४ विरतिं स्थूलहिंसादे - द्विविधत्रिविधादिना I अहिंसादीनि पञ्चाणु - व्रतानि जगदुर्जिना: ।। ૮ । અર્થ : મન, વચન અને કાયાથી કરવું નહિં, કરાવવું નહિં, એવા છ ભેદવડે સ્થૂલ હિંસાદિકથી વિરમવું, તેને જિનેશ્વરોએ પાંચ અણુવ્રતો કહેલા છે. ।। ૧૮ I ટીકાર્થ મિથ્યાર્દષ્ટિઓમાં પણ હિંસાપણે પ્રસિદ્ધ એવી જે હિંસા, તે સ્થૂલહિંસા, અથવા ત્રસ જીવોની હિંસા, તે સ્થૂલહિંસા, સ્થૂલ ગ્રહણ કરી ઉપલક્ષણથી નિરપરાધીની સંકલ્પ પૂર્વકની હિંસાનું ગ્રહણ અને આદિ શબ્દથી સ્થૂલ જૂઠ, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહનો પણ સંગ્રહ કરવો. આ પાંચે સ્થૂલ હિંસાદિકથી જે વિરમવું અથવા નિવૃત્તિ કરવી, તે અહિંસા, સૂનૃત, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ નામનાં પાંચ અણુવ્રતો છે-એમ તીર્થંકરોએ પ્રતિપાદન કરેલ છે શું સામાન્યપણે વિરતિ જણાવી છે ? નહિં, દ્વિવધ, ત્રિવિધ એવા ભાંગાઓવાળી વિરતિ, તેમાં દ્વિવધ એટલે કરવું અને કરાવવું, ત્રિવિધ એટલે મન, વચન અને કાયાના ભેદવડે, એવી રીતે આ સમજવું કે, સ્થૂલહિંસા હું કરું નહિ અને બીજા પાસે કરાવુ નહિ, મન, વચન અને કાયાથી, આની અનુમતિનો પ્રતિષેધ નથી કર્યો, કારણ કે કુટુંબ, પુત્રાદિક પરિગ્રહનો સદ્ભાવ હોવાથી તેઓ હિંસાદિ કરે, તેમાં અનુમતિ આવી જતી હોવાથી નહિંતર પરિગ્રહ અને અપરિગ્રહ વચ્ચે ફરક ન રહેવાથી દીક્ષિત અને અદીક્ષિતનો ભેદ રહે નહિ શંકા કરે છે કે ભગવતી આદિ આગમમાં શ્રાવકોને પણ ત્રિવિધ ત્રિવિધ પ્રત્યાખ્યાન કહેલું છે તે તો શાસ્ત્રમાં કહેલ હોવાથી અનવદ્ય જ છે, તો તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy