SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૪-૫ ૭૫ * ‘સર્વજ્ઞ' એ શબ્દ જણાવીને સમગ્ર જીવ, અજીવાદિ તત્ત્વને જાણવાપણાથી જ્ઞાનાતિશયને કહે છે પરંતુ પોતાનાં રચેલાં શાસ્ત્રોમાં પરસ્પર વિરોધ વચન કહેનારા અન્ય દર્શનીઓની માફક નહિં :— (બૌદ્ધો કહે છે કે) ‘સર્વ જુઓ કે ન જુવો, માત્ર ઈષ્ટ તત્ત્વને દેખો, દરમાં કેટલી કીડીઓ છે, તેનું જ્ઞાન આપણને શું ઉપયોગી છે ? દૂર દેખો કે ન દેખો આપણને પ્રયોજન હોય, તેને જ દેખો, દૂર દેખનારાને જો પ્રમાણભૂત ગણતા હો તો આ દૂર દેખનાર ગીધડાની ઉપાસના કરીએ.' (પ્રા.વા. ૧/૩૩-૩૫) વિવક્ષિત એક ઈષ્ટ પદાર્થનું જ્ઞાન સમગ્ર પદાર્થના જ્ઞાન વગર થઈ શકતું નથી. દરેક ભાવો બીજા ભાવોની સાથે સાધારણ અને અસાધારણરૂપે સમગ્ર જ્ઞાન વગર લક્ષણસહિત અને તેથી વિપરીત અન્વયવ્યતિરેક સ્વરૂપે એક પણ પદાર્થ જાણી શકાતો નથી. કહેલું છે કે- જેણે સર્વ પ્રકારે એક ભાવ દેખ્યો છે, તેણે તત્ત્વથી સર્વે ભાવો (દ્રવ્ય-ગુણ-પર્યાયસ્વરૂપ સર્વ ભાવો) જાણ્યા છે. જેણે સર્વ ભાવો સર્વ પ્રકારે દેખ્યા છે, તેણે તત્ત્વથી એક ભાવ દેખ્યો છે.'' જેણે રાગાદિ દોષ જિતેલા છે' એમ કહેવા દ્વારા અપાયાપગમાતિશયને કહે છે. તેમાં આ વાત સર્વજન-પ્રસિદ્ધ છે કે રાગ-દ્વેષાદિકો તે આત્માને દૂષિત કરનારા હોવાથી દોષો છે. પ્રતિપક્ષ સેવન કરવા દ્વારા ભગવંતે તેઓને જિતેલા છે, માટે ‘જિતરાગાદિ દોષઃ' એમ કહેલું છે. હંમેશાં રાગાદિ-રહિત કોઈ પુરૂષ છે એમ કહેવું તો માત્ર વાણીવિલાસ છે. રાગાદિકને ન જિતેલા હોય એવા આપણા સ૨ખાને દેવપણું નથી. ‘ત્રણે લોકથી પૂજાએલા' એ વચનથી પૂજાતિશય કહે છે. કેટલાક ઠગાયેલા ભોળી બુદ્ધિવાળાની પૂજામાં દેવત્વ ન આવે પરંતુ જ્યારે ચલાયમાન થયેલા આસનવાળા દેવો અને અસુરો, વિવિધ દેશભાષા બોલનારા બુદ્ધિશાળી મનુષ્યો, પરસ્પરનું જાતિવૈર છોડીને મૈત્રીભાવ પામેલા એવા તિર્યંચો સમવસરણમાં ‘હું પહેલો પહોચું, હું પ્રથમ જઉં' એવી રીતે આવતા સેવા, અંજલિ, પૂજા, ગુણસ્તોત્રો, ધર્મદેશનારૂપ અમૃતનો આસ્વાદ કરતા લોકો વડે ભગવાન પૂજાય, ત્યારે તેમનું દેવપણું છે. યથાસ્થિત અર્થ કહેનારા’ એ પદવડે વાણીનો અતિશય જણાવે છે. જે પદાર્થ જે સ્વરૂપે હોય એવા સદ્ભૂત પદાર્થને કહેનારા છે માટે યથાર્થવાદી. અમે સ્તુતિ કરતાં કહેલું છે :-“પક્ષપાત વિના પરીક્ષા કરતાં અમે બન્નેનું તુલના ન કરી શકાય તેવું પ્રતીતિ પૂર્વક જાણીએ છીએ. તમારૂં આ યથાર્થ સ્થિત અર્થ-પ્રથમ (યથાયોગ્ય પદાર્થ-પ્રતિપાદન) અને બીજાઓનો અસ્થાને નિર્બન્ધ રસ. (અયોગ બત્રીશી ૨૨) અથવા- બીજાઓની સંદેશ કરવામાં આવે, પરંતુ તમારા આ યથાસ્થિત વસ્તુના કથનને ૫૨૫ક્ષીઓ વડે કેવી રીતે અવગણી શકાશે ? (અયોગ-૧૨) સ્તુતિ કરાય, પૂજાય એવા અર્થવાળા ‘દિવ્’ ધાતુથી દેવ શબ્દ બને. તે સામર્થ્યથી અર્હત્ પરમેશ્વર જ દેવ છે, બીજા કોઈ દેવ હોઈ શકે નહિં. ચાર અતિશયવાળા દેવની ઉપાસના કરવા તેમનું શાસન સ્વીકારવા ધ્યાન ધરવા તેમને શરણે જવા અધિક્ષેપ (આગ્રહ) પૂર્વક ઉપદેશ આપે છે. આવા પ્રકારના અતિશયવાળા દેવનું પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતીત રૂપ ધ્યાન શ્રેણિક માફક કરવું જોઈએ. શ્રેણિકરાજા મહાવીર ભગવંતના વર્ણ, પ્રમાણ, સંસ્થાન, સંઘયણ, ચોત્રીશ અતિશયવાળા યોગ આદિ ગુણો દ્વારા તેમનું ધ્યાન કરતા હતા. તેના પ્રભાવથી તેમના જ વર્ણ, પ્રમાણ, સંસ્થાન, સંઘયણ અને અતિશયયુક્ત આવતી ચોવીશીમાં પદ્મનાભ તીર્થંકર થશે. આગળ અમે સ્તુતિ કરતાં કહ્યું છે, :“તમે પહેલાં તન્મય મનવાળા થઈ વીરજિનનું ધ્યાન કરેલું છે, જેથી તમે નક્કી તેમના જેવા જ સ્વરૂપવાળા ભગવંત થવાના છો. અહો ‘યોગનો પ્રભાવ કેવો છે ? આગમમાં પણ જણાવેલું છે કે,:– અરિહંત મહાવીર તીર્થંકર ભગવંત જેવા પ્રકારના શીલ સમાચારવાળા છે, ખરેખર તેવા જ શીલ સમાચારીવાળા પ્રભુ પદ્મનાભ અરિહંત થશે. સેવા કરવી, અંજલિ જોડીને આ જ દેવ ઉપાસના કરવા લાયક છે, આપણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy