________________
દ્વિતીય પ્રકાશ, શ્લો.૧-૩
44
અંતર્મુહૂર્ત-પ્રમાણ કાળ માટે થનારું ચારે ગતિમાં રહેનારા જન્તુને થાય છે. અથવા તો ઉપશમશ્રેણિમાં ચડેલાને થાય છે. કહ્યું છે કે, ઉપશમ શ્રેણિમાં ચડેલાને ઔપશમિક સમ્યક્ત્વ થાય છે, અથવા જેણે ત્રણ પુંજ નથી કર્યા અને મિથ્યાત્વ ખપાવ્યું હોય, તે સમ્યક્ત્વ મેળવે છે. (પૃ.ભા. ૧૧૮) બીજું ક્ષાયોપમિકઉદયમાં આવેલા મિથ્યાત્વમોહનીય અને અનંતાનુબંધી ચાર કષાયોનો દેશથી નિર્મૂલ નાશ કરવા રૂપ ક્ષય કરવો અને ઉદયમાં નહિ આવેલાનો ઉપશમ કરવો-ક્ષયથી યુક્ત ઉપશમ, તે ક્ષયોપશમ, તે જેનું પ્રયોજન છે, તે ક્ષાયોપશમિક સમ્યક્ત્વ, તે સમ્યક્ત્વ વેદનીય રૂપ સત્કર્મના વેદવા સ્વરૂપ હોવાથી વેદક પણ કહેવાય. ઔપમિક તો સત્કર્મ વેદવાથી રહિત છે, માટે ઔપમિક અને ક્ષાયોપશમિકમાં આ તફાવત છે. કહેલું છે કે
જ્યારે જીવ ક્ષાયોપશમિકમાં સત્કર્મ વેદે છે, પરંતુ તે રસોદયથી નહિં, ઉપશાંત થયેલા કષાયવાળો તો ફરી સત્કર્મ વેદતો નથી. (વિ.ભા. ૧૨૯૦) ક્ષાયોપશમિક સમ્યક્ત્વની સ્થિતિ છાસઠ સાગરોપમથી કંઈક અધિક છે. કહેલું છે કે :– બે વખત વિજ્યાદિકમાં ગયેલો હોય અથવા ત્રણ વખત અચ્યુત નામના બારમા દેવલોકે ગયો હોય અને વધારાનો નરભવ મળી ઉપર કહેલી સ્થિતિ પૂરી કરે. (વિ.ભા. ૪૩૪) અને સર્વજીવોને આશ્રીને સર્વકાળ એ સમ્યક્ત્વ હોય. ત્રીજું ક્ષાયિક સમ્યક્ત્વ-મિથ્યાત્વમોહનીય અને અનંતાનુબંધી ચાર કષાયોનો નિર્મૂલ નાશ થાય, ક્ષય જેનું પ્રયોજન છે, તે ક્ષાયિક સમ્યક્ત્વ સાદિ અનંત છે. અહીં આન્તર શ્લોકોથી સમ્યક્ત્વની ઉત્તમતા જણાવે છે
આ સમ્યક્ત્વ બોધિવૃક્ષનું મૂલ,પુણ્ય નગરનું દ્વાર, નિર્વાણમહેલની પીઠિકા, સર્વ સંપત્તિઓનો ભંડાર, સર્વ ગુણોનો આધાર, રત્નોનો સાગર, ચારિત્ર-ધનનું પાત્ર છે. આવા સમ્યક્ત્વની પ્રશંસા કોણ ન કરે ? સમ્યક્ત્વથી વાસિત આત્મામાં અજ્ઞાન રહેતું નથી, જગતમાં સૂર્યનો ઉદય થાય, પછી અંધકારનો ફેલાવો કેવી રીતે ટકી શકે ? તિર્યંચ અને નરકગતિના દ્વા૨માં મજબૂત અર્ગલા હોય તો સમ્યક્ત્વ અને દેવ મનુષ્ય તથા નિર્વાણ-સુખના દ્વારની કુંચી હોય તો સમ્યક્ત્વ છે. સમ્યક્ત્વથી વાસિત આત્મા જો તેને વમે નહિ, અગર પહેલાં આયુષ્ય-બંધ ન કર્યો હોય, તો અવશ્ય વૈમાનિક દેવગતિ જ પામે. જે જીવ એક અંતર્મુહૂર્ત જેટલો પણ કાળ સમ્યક્ત્વની ઉપાસના કરે અને નિર્મલ સમ્યક્ત્વ-રત્નનો તરત કદાચ ત્યાગ કરે, તો પણ તે આત્મા લાંબા કાળ સુધી ભવ-માર્ગમાં રખડતો નથી, માટે લાંબા કાળ સુધી તેને ધારણ કરી રાખો. તમારા સરખા સમજીને વધારે બીજું શું કહેવું ? ॥ ૨ ॥
૭૩
વિપક્ષનું જ્ઞાન હોય તો સમ્યક્ત્વનું સ્વરૂપ સારી રીતે સમજી શકાય છે, તેથી સમ્યક્ત્વના વિપક્ષ રૂપ મિથ્યાત્વનું સ્વરૂપ કહીએ છીએ
५९ अदेवे देवबुद्धिर्या गुरुधीरगुरौ च या
I
अधर्मे धर्मबुद्धिश्च, मिथ्यात्वं तद्विपर्ययात् ॥ ૩ ॥
Jain Education International
અર્થ : અદેવમાં જે દેવપણાની બુદ્ધિ અગુરુમાં જે ગુરુપણાની અને અધર્મમાં જે ધર્મપણાની બુદ્ધિ થાય, તે સમ્યક્ત્વથી વિપરીત હોવાથી મિથ્યાત્વ કહેવાય છે ।। ૩ ।
ટીકાર્થ : અદેવમાં જ દેવબુદ્ધિ, અગુરુમાં જે ગુરૂબુદ્ધિ અને અધર્મમાં જે ધર્મબુદ્ધિ થાય, તે મિથ્યાત્વ. તે સમ્યક્ત્વથી વિપરીત સ્વરૂપ હોવાથી, આગળ જેઓનું લક્ષણ કહેવાશે, તેવા અદેવ, અગુરૂ અને અધર્મ તેમની માન્યતા સ્વરૂપ મિથ્યાત્વ તેનું લક્ષણ સમ્યક્ત્વથી વિપરીતપણું હોવાથી સમ્યક્ત્વ-વિપર્યય સ્વરૂપ સમજવું તથા આ પણ ગ્રહણ કરેલું છે કે દેવમાં અદેવત્વ, ગુરૂમાં અગુરૂત્વ, ધર્મમાં અધર્મત્વની માન્યતા.
For Private & Personal Use Only
www.jainelibrary.org