SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ યજ્ઞીય ૬૧૧ અધ્યયન-૨૫ : ટિ, ૯-૧૩ આચાર્ય જયોતિષ (શ્લોક ૩૬)માં કહેવામાં આવ્યું છે– યજ્ઞ માટે વેદોનું અવતરણ છે અને કાળના ઉપયુક્ત સંનિવેશ સાથે યજ્ઞોનો સંબંધ છે, એટલા માટે જ્યોતિષને “કાલ-વિધાયક-શાસ્ત્ર' કહેવામાં આવે છે. આથી કરીને જ્યોતિષ જાણનાર જ યજ્ઞનો જ્ઞાતા હોય છે. એટલા માટે અહીં જયોતિષાંગનો પ્રયોગ કરવામાં આવ્યો છે.” ૯. (શ્લોક ૯) આ શ્લોક દશવૈકાલિક, અર પ રના ૨૭ અને ૨૮ શ્લોકના ઉપદેશની યાદ અપાવે છે : बहुं परघरे अस्थि विविहं खाइमसाइमं । न तत्थ पंडिओ कुप्पे इच्छा देज्ज परो न वा ।। सयणासण वत्थं वा भत्तपाणं व संजए । अदें तस्स न कप्पे ज्जा पच्चक्खे वि य दीसओ ॥ ૧૦. (શ્લોક ૧૦) આ શ્લોક સૂત્રકૃતાંગ દ્વિતીય શ્રુતસ્કંધના નિમ્ન અંશ સાથે તુલના કરવાયોગ્ય છે : ___ 'से भिक्खू धम्म किट्टमाणे-नन्नत्थ कम्मनिज्जरद्वाए धम्ममाइक्खेज्जा' (२।१) ૧૧. (શ્લોક ૧૧) આ શ્લોકનાં ચારેય ચરણમાં ‘મુદ’ શબ્દનો પ્રયોગ થયો છે. પહેલા અને ત્રીજા ચરણમાં પ્રયુક્ત “મુહ' શબ્દનો અર્થ ‘પ્રધાન' અને બીજા તથા ચોથા ચરણમાં તેનો અર્થ “ઉપાય' છે. ૧૨. પ્રશ્નનો ઉત્તર (તસૂવેવમોરવું) અહીં ‘આપ’નો અર્થ છે–પ્રશ્ન અને ‘પ્રમોક્ષ'નો અર્થ છે–ઉત્તર, પ્રતિવચન. જુઓ–ભગવતી રી ૭નું ટિપ્પણ. ૧૩. (શ્લોક ૧૬) આ શ્લોકમાં ચૌદમા શ્લોકમાં પૂછવામાં આવેલા પાંચ પ્રશ્નોના ઉત્તર આપવામાં આવ્યા છે. પહેલો પ્રશ્ન છે–વેદોમાં પ્રધાન તત્ત્વ કયું છે? તેના ઉત્તરમાં કહેવામાં આવ્યું છે–વેદોમાં પ્રધાન તત્ત્વ અગ્નિહોત્ર છે. અગ્નિહોત્રનો અર્થ વિજયઘોષ જાણતો હતો પરંતુ જયઘોષ તેને અગ્નિહોત્રનો તે અર્થ સમજાવવા ઈચ્છતા હતા જેનું પ્રતિપાદન આરણ્યક-કાળમાં થવા લાગ્યું હતું. આત્મ-યજ્ઞના સંદર્ભમાં જયધોષે કહ્યું છે–દહીંનો સાર જેમ નવનીત હોય છે, તેવી જ રીતે વેદોનો સાર આરણ્યકો છે. તેમાં સત્ય, તપ, સંતોષ, સંયમ, ચારિત્ર, આર્જવ, ક્ષમા, ધૃતિ, શ્રદ્ધા અને અહિંસા-આ દસ પ્રકારનો ધર્મ બતાવવામાં આવ્યો છે. તે જ સાચા અર્થમાં અગ્નિહોત્ર છે." આનાથી એવું ફલિત થાય છે કે જૈન મુનિઓની દૃષ્ટિએ વેદોની અપેક્ષાએ આરણ્યકોને વધુ મહત્ત્વ હતું. વેદોને તેઓ પશુબંધ–બકરા વગેરે પશુઓના વધના હેતુભૂત માનતા હતા. આરણ્યક-કાળમાં વૈદિક-ઋષિઓનો ઝોક આત્મ-યજ્ઞ તરફ થયો, એટલા માટે જયધોષ વેદોની અપેક્ષાએ આરણ્યકોની વિશેષતાનું પ્રતિપાદન કર્યું. શાન્તાચાર્ય આરણ્યક તથા બ્રહ્માંડપુરાણાત્મક વિઘાને બ્રાહ્મણ-સંપદા માની છે.* ૧. વૈસિદિત્ય, પૃ. ૨૩રૂ ૫. એજન, પત્ર૫૨૮:પશૂનાં-છIનાં વચો-વિનાશાયનિયમને बृहद्वत्ति, पत्र ५२३ : अत्र य ज्योतिषस्योपादानं यहेतुभिस्तेऽमी पशुबन्धाः, श्वेतं छागमालभेत वायव्यां दिशि प्राधान्यख्यापकम्। भूतिकाम' इत्यादिवाक्योपलक्षिताः ।। એજન, પત્ર પ૨૪T એજન, પન્ન કર૬ : વિદ્ય-સાત મfમસ્તીતિ–વિદ્યા૪. એજન, પત્ર પર 1 आरण्यकब्रह्माण्डपुराणात्मिकास्ता एव ब्राह्मणसंपदो, विद्या ब्राह्मणसंपदः, तात्विक ब्राह्मणानां हि निष्किचनत्वेन विद्या एव संपद। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy