SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ ૫૯૬ અધ્યયન-૨૪: ટિ. ૧૦-૧૨ ૧૦. પ્રતિલેખન કરીને (રજોદિત્તા) આ સામયિક શબ્દ છે. તેનો અર્થ છે–સૂક્ષ્મતાપૂર્વક નિરીક્ષણ કરવું. સામાન્યપણે આ શબ્દ વસ્ત્ર, પાત્ર, ભૂમિ વગેરેના નિરીક્ષણ માટે પ્રયુક્ત થાય છે. ૧૧. (શ્લોક ૧૬-૧૮) આ શ્લોકોમાં પરિઝાપન વિધિનો યોગ્ય નિર્દેશ કરવામાં આવ્યો છે. મુનિ ક્યાં અને કેવી રીતે પરિઝાપન કરે, તેની વિધિ બતાવતાં કહેવામાં આવ્યું છે કે ગામ અને ઉદ્યાનોથી દૂરવર્તી સ્થાનોમાં તથા કેટલીક વખત પૂર્વદગ્ધ સ્થાનમાં મળ વગેરેનું વિસર્જન કરવું. કેમ કે થોડા જ સમય પૂર્વેનાં દગ્ધ સ્થાનો જ સર્વથા અચિત્ત જીવ-રહિત) હોય છે. જે લાંબા કાળથી દગ્ધ હોય છે, ત્યાં પૃથ્વીકાય આદિના જીવો ફરી ઉત્પન્ન થઈ જાય છે.' પંદર કર્માદાનોમાં ‘દવ-દાહ' એક પ્રકાર છે. તે બે પ્રકારનો હોય છે(૧) વ્યસન વડે–અર્થાત્ ફળની ઉપેક્ષા કર્યા વિના જ વનોને અગ્નિ વડે સળગાવી મારવા. (૨) પુણ્યબુદ્ધિથી–અર્થાત્ કોઈ વ્યક્તિ મરતી વેળાએ એમ કહીને મરે કે મારા મર્યા પછી આટલો ધર્મ-દીપોત્સવ જરૂર કરવો. આવી સ્થિતિમાં પણ વન વગેરે સળગાવવામાં આવે છે. અથવા ધાન્ય વગેરેની સમૃદ્ધિ માટે ખેતરોમાં ઉગેલાં ઘાસ વગેરેને સળગાવવામાં આવતા હતા.' ઉપર્યુક્ત પ્રવૃત્તિઓ તે સમયે પ્રચલિત હતી, આથી મુનિઓને દગ્ધ સ્થાનો સહજપણે મળી જતાં. ૧૨. (શ્લોક ૨૦-૨૫) પ્રસ્તુત પ્રકરણમાં માનસિક, વાચિક અને કાયિક અહિંસાનું સુંદર ચિત્રણ કરવામાં આવ્યું છે. મનોગુપ્તિ માનસિક અહિંસાનું, વચનગતિ વાચિક અહિંસાનું અને કાયગતિ કાયિક અહિંસાનું પ્રાયોગિક રૂપ છે. સંરંભ, સમારંભ અને આરંભ–એ માનસિક, વાચિક અને કાયિક હિંસાનાં ત્રણ-ત્રણ રૂ૫ છે. અસંરંભ, અસમારંભ અને અનારંભ–એ માનસિક, વાચિક અને કાયિક અહિંસાનાં ત્રણ-ત્રણ રૂપ છે. તત્ત્વાર્થ દ૯માં મન, વચન અને કાયા–આ ત્રણ યોગોના સંદર્ભમાં સંરંભ, સમારંભ અને આરંભની ચર્ચા છે. તત્ત્વાર્થભાષ્ય અનુસાર કષાયયુક્ત પ્રવૃત્તિ સંરંભ, પરિતાપનયુક્ત પ્રવૃત્તિ સમારંભ અને પ્રાણવ્યપરોપયુક્ત પ્રવૃત્તિ આરંભ છે. બૃહદુવૃત્તિકારે માનસિક, વાચિક અને કાયિક હિંસાના સંદર્ભમાં સંરભ, સમારંભ અને આરંભને આવી રીતે સમજાવ્યા છે– ૧. માનસિક હિંસા– સંરંભ–કોઈનાં મૃત્યુનો માનસિક સંકલ્પ. સમારંભ–પરપીડાકારક ઉચ્ચાટન વગેરેના હેતુભૂત ચિંતન. આરંભ–અત્યંત ક્લેશના કારણે બીજાના પ્રાણીનું અપહરણ કરવામાં સમર્થ અશુભ ધ્યાન. १. बृहद्वृत्ति, पत्र ५१८ : अचिरकालकृते च' दाहादिना स्वल्पकालनिर्वतिते, चिरकालकृते हि पुनः संमूर्छन्त्येव पृथ्वीकायादयः । ૨. પ્રવચન સારો દ્વાર, રથા રદ્દઃ વૃત્તિ, પત્ર ૬૨ . ૩. વૃવૃત્તિ, પત્ર૧૨૮ : સંરમ: સં૫: પરમાનમ:, तथाऽहंध्यास्यामि यथाऽसौ मरिष्यतीत्येवंविधः, समारम्भः-परपीडाकरोच्चाटनादिनिबन्धनं ધ્યાન....કારશ્ન:-અત્યન્તવનેશત: પરપ્રાTIपहारक्षममशुभध्यानमेव। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy