SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરષ્નયણાણિ ૮૧૬ અધ્યયન-૩૧ : ટિપ્પણ ૩પ-૩૬ આરોપણા (૧૯) ચાર મહિનાની આરોપણા (૨૪) ચાર મહિના અને પચ્ચીસ દિવસની આરોપણા (૨૦) ચાર મહિના અને પાંચ દિવસની આરોપણા (૨૫) ઉપધાતિકી આરોપણા (૨૧) ચાર મહિના અને દસ દિવસની આરોપણા (૨૬) અનુપાતિકી આરોપણા (૨૨) ચાર મહિના અને પંદર દિવસની આરોપણા (૨૭) કૃષ્ના આરોપણા (૨૩) ચાર મહિના અને વીસ દિવસની આરોપણા (૨૮) અકૃત્ના આરોપણા ૩૫. ઓગણત્રીસ પાપ-શ્રુત પ્રસંગો..માં (પાર્વસુ પસંસ) પાપના ઉપાદાનકારણભૂત જે શાસ્ત્રો છે, તેમને પાપ-શ્રુત’ કહે છે. તે શાસ્ત્રોનો પ્રસંગ અર્થાત્ અભ્યાસ – પાપગ્રુત પ્રસંગ છે. તે ૨૯ છે – (૧) ભીમ– ભૂંકપ વગેરેનાં ફળ બતાવનારું નિમિત્ત-શાસ્ત્ર. (૨) ઉત્પાત – સ્વાભાવિક ઉત્પાતોનું ફળ બતાવનારું નિમિત્ત-શાસ્ત્ર. (૩) સ્વમ - સ્વપનાં શુભાશુભ ફળ બતાવનારું નિમિત્ત-શાસ્ત્ર . (૪) અંતરિક્ષ – આકાશમાં પેદા થનાર નક્ષત્રોના યુદ્ધનું ફળાફળ બતાવનાર નિમિત્ત-શાસ્ત્ર . (૫) અંગ – અંગ-સ્કુરણનું ફળ બતાવનાર નિમિત્ત-શાસ્ત્ર. (૬) સ્વર – સ્વરના શુભાશુભ ફળોનું નિરૂપણ કરનાર નિમિત્ત-શાસ્ત્ર. (૭) વ્યંજન – તલ, મસા વગેરેનું ફળ બતાવનાર નિમિત્ત-શાસ્ત્ર. (૮) લક્ષણ – અનેક પ્રકારના લક્ષણોનું ફળ બતાવનાર નિમિત્ત-શાસ્ત્ર. આ આઠેના ત્રણ ત્રણ પ્રકાર હોય છે – (૧) સૂત્ર, (૨) વૃત્તિ અને (૩) વાર્તિકા. આ રીતે કુલ ૨૪ પાપશ્રુત પ્રસંગ થયા. (૨૫) વિકથાનુયોગ – અર્થ અને કામના ઉપાયોના પ્રતિપાદક ગ્રંથો જેવા કે – કામન્દક, વાત્સ્યાયન, ભારત વગેરે. (૨૬) વિદ્યાનુયોગ – રોહિણી આદિ વિદ્યાની સિદ્ધિ બતાવનાર શાસ્ત્ર. (૨૭) મંત્રાનુયોગ – મંત્ર-શાસ્ત્ર. (૨૮) યોગાનુયોગ – વશીકરણ-શાસ્ત્ર, હરમેખલા વગેરે શાસ્ત્ર. (૨૯) અન્યતીર્થિક પ્રવૃત્તાનુયોગ – અન્ય તીર્થિકો દ્વારા પ્રવર્તિત શાસ્ત્રો. જુઓ– સમવાઓ, સમવાય ૨૯. બૃહવૃત્તિ (પત્ર ૬૧૭)માં આ કંઈક જુદી રીતે મળે છે. ૩૬. ત્રીસ મોહના સ્થાનોમાં (દાસ) મોહકર્મના પરમાણુઓ વ્યક્તિને મૂઢ બનાવે છે. તેમનો સંગ્રહ વ્યક્તિ પોતાની જ દુષ્યવૃત્તિઓથી કરે છે. અહીં મહામોહ ઉત્પન્ન કરનાર ત્રીશ પ્રવૃત્તિઓનો ઉલ્લેખ છે. તે આ પ્રમાણે છે – (૧) ત્રસ-પ્રાણીને પાણીમાં ડુબાડીને મારવું (૨) માથા પર ચામડું વગેરે બાંધીને મારવું. (૩) હાથ વડે મોઢું બંધ કરી, સિસકતા પ્રાણીને મારવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy