SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ આમુખ આ અધ્યયનમાં “વનું' (દુષ્ટ બળદોની ઉદંડતાના માધ્યમ વડે અવિનીતની ઉદંડતાનું ચિત્રાંકન કરવામાં આવ્યું છે, એટલા માટે તેનું નામ “વસ્તુવિજ્ઞ’–‘વતુંaોય છે. આ આગમ-ગ્રન્થના પ્રથમ અધ્યયનમાં વિનીત અને અવિનીતના સ્વરૂપની વ્યાખ્યા કરવામાં આવી છે. વિનીતને ડગલેને પગલે સંપત્તિ મળે છે અને અવિનીતને વિપત્તિ, અનુશાસન વિનયનું એક અંગ છે. ભગવાન મહાવીરના શાસનમાં અનુશાસનની શિક્ષા-દીક્ષાનું ઘણું મહત્ત્વ રહ્યું છે. આત્માનુશાસન અધ્યાત્મનું પહેલું સોપાન છે. જે આત્મ-શાસિત છે, તે જ મોક્ષ-માર્ગને માટે યોગ્ય છે. જે શિષ્ય અનુશાસનની અવહેલના કરે છે, તેનો ન ઈહલોક સધાય છે ન તો પરલોક. આંતરિક અનુશાસનમાં પ્રવીણ વ્યક્તિ જ બાહ્ય અનુશાસનને ક્રિયાન્વિત કરી શકે છે. જેની આંતરિક વૃત્તિઓ અનુશાસિત છે તેના માટે બાહ્ય અનુશાસન, ભલેને તે ગમે તેટલું કઠોર કેમ ન હોય, સરળ બની જાય છે. આ અધ્યયન પ્રથમ અધ્યયનનો જ પુરક અંશ છે. આમાં અવિનીત શિષ્યના અવિનયનું યથાર્થ ચિત્રણ કરવામાં આવ્યું છે અને તેની “” દુષ્ટ બળદ) સાથે સરખામણી કરવામાં આવી છે– દુષ્ટ બળદ ગાડી અને ગાડીના માલિકનો નાશ કરે છે, યત્કિંચિત જોઈને સંત્રસ્ત બની જાય છે, ધૂંસરી અને રાશને તોડી નાખે છે અને વિપથગામી બની જાય છે.'' “અવિનીત શિષ્ય ખલુંક જેવો હોય છે. તે દંશ-મશકની માફક કષ્ટ આપનાર, જળોની માફક ગુરુના દોષો ગ્રહણ કરનાર, વૃશ્ચિકની માફક વચન-કંટકોથી વિધનાર, અસહિષ્ણુ, આળસુ અને ગુરુના વચનને ન માનનાર હોય છે.” તે ગુરુનો પ્રત્યેનીક, ચારિત્રમાં દોષ લગાડનાર, અસમાધિ ઉત્પન્ન કરનાર અને કલહ કરનાર હોય છે.”? “તે પિશુન, બીજાને તપાવનાર, રહસ્યનું ઉદ્ઘાટન કરનાર, બીજાઓનો તિરસ્કાર કરનાર, શ્રમણ-ધર્મથી ખિન્ન થનાર અને માયાવી હોય છે.” વિર ગણધર ગાર્ગ મૃદુ, સમાધિ-સંપન્ન અને આચારવાન ગણી હતા. જ્યારે તેમણે જોયું કે તેમના બધા શિષ્યો અવિનીત, ઉદંડ અને ઉચ્છંખલા બની ગયા છે, ત્યારે આત્મભાવથી પ્રેરિત બની, શિષ્યસમુદાયને છોડી, તેઓ એકલા દૂર થઈ ગયા. આત્મનિષ્ઠ મુનિ માટે આ જ કર્તવ્ય છે. જે શિષ્ય-સંપદા સમાધિમાં સહાયક બને છે તે જ ગુરુ માટે આદેય છે, અનુશાસનય છે અને જે સમાધિમાં બાધક બને છે તે ત્યાજ્ય છે, અવાંછનીય છે. સામુદાયિક સાધના સાધનાની સમૃદ્ધિ માટે છે. તે લક્ષ્યની પૂર્તિ માટે સહાયક હોય તો તેનો સ્વીકાર કરવામાં આવે છે અને જો તે બાધક બનવા લાગે તો સાધક સ્વયં પોતાની જાતને તેનાથી મુક્ત કરી લે છે. આ તથ્ય સદાકાળ માન્ય રહ્યું છે. આ અધ્યયન એ જ પરંપરાની તરફ સંકેત કરે છે. ૧. उत्तराध्ययन नियुक्ति, गाथा ४८९ : अवदाली उत्तसओ जोत्तजुगभंज तुत्तभंजो अ। उप्पहविप्पहगामी एए खलुका भवे गोणा ।। એજન, આથી ૪૨૨: दंसमसगस्समाणा जलुयकविच्छ्यसमा य जे हुँति। ते किरहोंति खलुंका तिक्खम्मिउचंडमद्दविआ।। उत्तराध्ययन नियुक्ति, गाथा ४९३ : जे किरगुरुपडिणीआ सबला असमाहिकारगा पावा। अहिगरणकारगऽप्पा जिणवयणे ते किरखलंका ।। એજન, થા ૪૨૪: पिसुणा परोवतावी भिन्नरहस्सा परं परिभवंति । निविअणिज्जा य स जिणवयणे ते किरखलुका ।। ૨, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy