SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ સામાચારી ૬૩૭ અધ્યયન-૨૬: ટિ.. દર સૂર્ય-વર્ષના એક અયનમાં ૧૮૩ અહોરાત્ર હોય છે. એક અયનમાં બે પાદ અર્થાત ૨૪ અંગુલ છાયા વધવાથી એક અહોરાત્રમાં અંગુલ વધે છે. એક અંગુલ છાયા વધવામાં તેને ' અર્થાત્ ૭ દિવસ લાગે છે. ઓઘનિર્યુક્તિમાં એક દિવસમાં અંગુલના સાતમા ભાગથી ઓછી વૃદ્ધિ માનવામાં આવી છે. જ્યોતિષ કરંડકમાં એક તિથિમાં અંગુલ-પ્રમાણ છાયા વધે છે તેમ માનવામાં આવ્યું છે. લોકપ્રકાશમાં અને જ્યોતિષ કરંડકના ફલિતમાં કોઈ અંતર નથી, માત્ર વિવક્ષાને ભેદ છે. પહેલામાં અહોરાત્રની અપેક્ષાથી છે અને બીજામાં તિથિની અપેક્ષાથી. અહોરાત્રની ઉત્પત્તિ સૂર્ય વડે થાય છે અને તિથિની ઉત્પત્તિ ચન્દ્રમા વડે. ૬૧ અહોરાત્ર વડે દુર તિથિઓ બને છે.' ૬૨ તિથિઓમાં ૬૧ અહોરાત્ર હોવાથી એક તિથિમાં અહોરાત્ર થાય છે. પ્રત્યેક અહોરાત્રમાં આગળની તિથિનો ભાગ પ્રવેશ કરે છે. આથી કરી ૬૧મા અહોરાત્રમાં ૬૨મી તિથિ સમાઈ જાય છે. ૧ અહોરાત્રમાં અંગુલ પ્રમાણ છાયા વધે છે. એટલા માટે ૬૧ અહોરાત્રમાં x ૬૧ = ૮ અંગુલ. ૧ તિથિમાં અંગુલ પ્રમાણ છાયા વધે છે એટલા માટે ૬૨ તિથિઓમાં X ૬૨ = ૮ અંગુલ. આ પ્રકારે ૮ અંગુલ છાયા વધવાથી ૬૧ અહોરાત્ર અથવા ૬૨ તિથિઓનું કાળમાન લાગે છે. ૬૧ અહોરાત્ર ૬૨ તિથિઓની સમાન હોવાથી બંનેના ફલિત થવામાં કોઈ અંતર નથી. ૯. (શ્લોક ૧૫). સાધારણ રીતે એક માસમાં 30 અહોરાત્ર હોય છે અને એક પક્ષમાં ૧૫ અહોરાત્ર . પરંતુ આષાઢ, ભાદ્રપદ, કાર્તિક, પોષ, ફાલ્ગન અને વૈશાખ માસના કૃષ્ણ પક્ષમાં ૧ અહોરાત્ર કમ હોય છે. આથી કરી તેમના પક્ષો ૧૪ અહોરાત્રના જ હોય છે. ૧ વર્ષમાં ૬ રાત્રિઓ અવમ હોય છે. લોકપ્રકાશમાં પણ આવું માનવામાં આવ્યું છે. આનું કારણ એ છે કે એક અહોરાત્રના કાળમાનથી ભાગ કમ તિથિનું કાળમાન છે, અર્થાતુ અહોરાત્રમાં એક તિથિ પૂરી થાય છે. આ રીતે ૬૧ અહોરાત્રમાં દર તિથિઓ થાય છે. પ્રત્યેક અહોરાત્રમાં આગળની તિથિનો , ભાગ પ્રવેશ કરે છે. આથી કરીને ૬૧મા અહોરાત્રમાં દરમી તિથિ સમાઈ જાય છે." આ ગણિતથી ૩૬૬ અહોરાત્રમાં ૬ તિથિઓનો ક્ષય થઈ જાય છે. લૌકિક વ્યવહાર અનુસાર વષો ઋતુનો પ્રારંભ અષાઢ માસમાં થાય છે. તેન માધાન્ય ઋતુનો પ્રારંભ આષાઢ માસમાં થાય છે. તેને પ્રાધાન્ય આપી ૬૧માં અહોરાત્ર અર્થાત ભાદ્રપદ કુષ્ણપક્ષમાં તિથિનો ક્ષય માનવામાં આવ્યો છે. આ રીતે ૬૧-૬૧ અહોરાત્રમાં થનારો તિથિક્ષય ભાદ્રપદ, કાર્તિક, પોષ, ફાલ્ગન અને વૈશાખ માસમાં આવે છે. જ્યોતિષ્કરંડકમાં પણ વર્ષાઋતુનો પ્રારંભ આષાઢ માસથી માનીને તિથિ-ક્ષયનું વર્ણન છે. લોકપ્રકાશમાં યુગના પ્રથમ વર્ષના પ્રથમ માસ શ્રાવણને મુખ્ય માનેલ છેતેના અનુસાર આસોજ, મૃગસર, માઘ, ચૈત્ર, १. ओघनियुक्ति, गाथा २८४ : दिवसे दिवसे अंगुलस्य सत्तमो भागो किंचिप्पूणो वड्डइ । वृत्ति૨. વાતનો વાર, ૨૬ / ૨૦૨૨ : यत्तु ज्योतिष्करण्डादौ, वृद्धिहान्योनिरूपिताः । चत्वारोऽत्रांगुलस्यांशा, एकत्रिंशत् समुद्भवा ॥ ૩. એજન, ૨૮ ૭૬૫, ૭૬૬ : यद्वदेकोऽप्यहोरात्रः, सूर्यजातो द्विधा कृतः । दिनरात्रिविभेदेन, संज्ञाभेदप्ररूपणात् ॥ तथैव तिथिरेकापि, शशिजाता द्विधा कृता । दिनरात्रिविभेदेन, संज्ञाभेदप्ररूपणात् ॥ ४. काललोकप्रकाश, २८ । ७८३ वृत्ति : द्वाषष्ट्या हि तिथिभिः परिपूर्णा एकषष्टिरहोरात्रा भवन्ति । ૫. એજન, ૨૮ ૭૮૬, ૭૮૬ : युगेऽथावमरात्राणां, स्वरूपं किंचिदुच्यते। भवंति ते च षड् वर्षे, तथा त्रिंशद्युगेऽखिले ॥ एकेकस्मिन्नहोरात्र, एको द्वाषष्टिकल्पितः । लभ्यतेऽवमरात्रांश एकवृद्ध्या यथोत्तरम् ॥ ૬. એજન, ૨૮૮૦૦ : एवं च द्वाषष्टितमी प्रविष्टा निखिला तिथिः । एक षष्टिभागरूपा त्रैकषष्टितमे दिने । For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy