________________
વિનયશ્રુત
૨૫.
અધ્યયન-૧: શ્લોક ૧૫-૧૬ ટિ ૨૯-૩૦
ત્રીજા ભૂતવાદીએ કહ્યું–રાજન ! મારું ભૂત સીધુંસાદું છે. કોઈ એની પૂજા કરે કે મશ્કરી, તે બધાને રોગમુક્ત કરી દે છે. રાજાએ કહ્યું-અમારે આવું ભૂત જ જોઈએ. તે ભૂતે બધી આપત્તિ નષ્ટ કરી અને સમગ્ર નગરને રોગમુક્ત બનાવી દીધું.
જે વ્યક્તિ પ્રિય અને અપ્રિયને સહન કરે છે તે જ સહુને ગમે છે."
૨૯. દમન કરવું જોઈએ (વલ્લો)
દમનનો અર્થ છે—પાંચ ઇન્દ્રિયો તથા મનને ઉપશાંત કરવું. વિષય બે પ્રકારના હોય છે—મનોજ્ઞ અને અમનોજ્ઞ. મનોજ્ઞ વિષયો પ્રતિ રાગ અથવા આસક્તિ અને અમનોજ્ઞ વિષયો પ્રતિ દ્વેષ કે ધૃણા પેદા થાય છે. આ વૃત્તિને વિવેક-જાગૃતિ દ્વારા અંકુશિત કરવી તે દમન છે. | ‘ટ’ અને ‘ —આ બંને ધાતુઓ એકાર્થક છે. પ્રયોગની દૃષ્ટિએ ‘મન’નો પ્રયોગ નિગ્રહ કરવાના અર્થમાં અને ‘મન’નો પ્રયોગ શાંત કરવાના રૂપમાં થાય છે. અધ્યાત્મના ક્ષેત્રમાં ઇન્દ્રિય અને મનનો નિગ્રહ કરવો તે દમન કહેવાય છે. પ્રસ્તુત શ્લોકમાં આત્માનો અર્થ ઇન્દ્રિય અને મન છે. આત્મ-દમનનો અર્થ થશે–ઇન્દ્રિયો અને મનનો નિગ્રહ. જેવી રીતે લગામ ખેંચીને ઘોડાને કાબુમાં રાખવામાં આવે છે તેવી રીતે જ ઇન્દ્રિયો અને મનના ઘોડાઓને વશમાં રાખવા તે આત્મ-દમન
દંડનીતિમાં જે દમનનો અર્થ છે, તે અહીં નથી. કાયદાની સંહિતા અનુસાર અપરાધી પર મુકદ્દમો અને તેનું બળપૂર્વક દમન કરવામાં આવે છે. અધ્યાત્મ-સંહિતા અનુસાર એક વ્યક્તિ પોતાની પૂરેપૂરી સ્વતંત્રતા સાથે અહિંસક વિધિ વડે પોતાની ઇન્દ્રિયો અને મનની ચંચળ પ્રવૃત્તિઓનું નિયંત્રણ કરે છે. આ જ આત્મ-દમન છે.
આ રીતે એક જ શબ્દ બે સંદર્ભમાં બે જુદા અર્થ ધારણ કરે છે.
૩૦. ‘વરે છે મા સંત'ના પ્રસંગમાં નીચેની કથા આપવામાં આવી છે– ગન્ધહસ્તી સેચનક
એક ગાઢ જંગલ હતું. ત્યાં હાથીઓનું એક જૂથ રહેતું હતું. જૂથપતિ તે જૂથમાં નવા પેદા થનારા બધા બાળ-હાથીઓને મારી નાખતો હતો. એક વાર એક ગર્ભિણી હાથણીએ વિચાર્યું, ‘મને જો બાળહાથી જન્મશે તો આ જૂથપતિ તેને મારી નાખશે. સારું એ છે કે હું અહીંથી છટકી જાઉં. એક વાર અવસર જોઈ તે ત્યાંથી નીકળી નજીકના ઋષિઆશ્રમમાં ચાલી ગઈ. ઋષિકુમારોએ તેને આશ્રય આપ્યો. તેણે બાળહાથીને જન્મ આપ્યો. તે બધા ઋષિકુમારો સાથે વાટિકાનું સિંચન કરવા લાગ્યો. તેમણે તેનું નામ “સેચનક' રાખ્યું. તે મોટો થયો. પેલા જૂથપતિને જોઈ અને તેના પર તેણે હુમલો કર્યો. તેને મારી નાખીને પોતે તે જૂથનો સ્વામી બની ગયો. એક વાર તેણે કંઈક વિચાર્યું અને જે આશ્રમમાં તે જન્મ્યો હતો, ઉછર્યો હતો, તે જ આશ્રમનો નાશ કર્યો. ઋષિકુમારો જીવ બચાવી રાજા શ્રેણિક પાસે દોડી ગયા અને સેચનક ગંધહસ્તીની વાત કરી. રાજા પોતે જ તેને પકડવા ગયો. તે ગંધહસ્તી એક દેવતા વડે પરિગૃહીત હતો. રાજાએ હાથીને કહ્યું–‘વત્સ ! તું પોતે પોતાની જાતનો નિગ્રહ કર, બીજાઓ વડે બંધ અને વધુ વગેરેથી નિગૃહીત થવું સારું નથી.' આ સાંભળી હાથી આશ્વસ્ત થયો અને પોતે જ આલાન સ્તન્મ પાસે આવી ઊભો રહ્યો.
૧. સુવવધા, પૃ. ૫, ૬ २. बृहद्वृत्ति, पत्र ५२ : दमयेत् इन्द्रियनोइन्द्रियदमेन
मनोज्ञेतरविषयेषु रागद्वेषवशतो दुष्टगजमिवोन्मार्गगामिनं स्वयं विवेकांकुशेनोपशमनं नयेत् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org