________________
અન્તસ્તોષ
અન્તસ્તોષ અનિર્વચનીય હોય છે, તે માળીનો કે જે પોતાના હાથે વાવેલા અને સીચેલા કુમ-નિકુંજને પલ્લવિત, પુષ્મિત અને ફલિત થયેલું જુએ છે, તે કલાકારનો કે જે પોતાની પીંછીથી નિરાકારને સાકાર થયેલું જુએ છે અને તે કલ્પનાકારનો કે જે પોતાની કલ્પનાથી પોતાના પ્રયત્નોને પ્રાણવાન બનેલા જુએ છે. ચિરકાળથી મારું મન એ કલ્પનાથી ભરેલું હતું કે જૈનઆગમોનું સંશોધન-પૂર્ણ સંપાદન થાય અને મારા જીવનની બહુશ્રમી ક્ષણો તેમાં ખર્ચાય. સંકલ્પ ફળવાન બને અને તેમ જ થયું, મને કેન્દ્ર માનીને મારો ધર્મ-પરિવાર તે કાર્યમાં સંલગ્ન બની ગયો. આથી મારા આ અન્તસ્તોષમાં હું તે બધાને સહભાગી બનાવવા ઈચ્છું છું કે આ પ્રવૃત્તિમાં સંવિભાગી બની રહ્યાં છે. સંક્ષેપમાં તે સંવિભાગ આ પ્રમાણે છે
સંપાદક : વિવેચક
યુવાચાર્ય મહાપ્રજ્ઞ સહયોગી મુનિ દુલહરાજ
મુનિ સુમેરમલ ‘લાડનું મુનિ શ્રીચંદ કમલ’
સંસ્કૃત છાયા
સંવિભાગ આપણો ધર્મ છે. જેણે-જેણે આ ગુરુતર પ્રવૃત્તિમાં ઉન્મુક્તભાવે પોતાનો સંવિભાગ સમર્પિત કર્યો છે, તે બધાને હું આશીર્વાદ આપું છું અને કામના કરું છું કે તેમનું ભવિષ્ય આ મહાન કાર્યનું ભવિષ્ય બને.
આચાર્ય તુલસી
અહેમુ
ઉત્તરાધ્યયન એક આગમ છે, એક મહાકાવ્ય છે, એક વૈરાગ્યનો કથાગ્રંથ છે. તેમાં જીવન જીવવાની કળાના મહત્ત્વપૂર્ણ સૂત્રો છે. અનેક ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે. આચાર્ય તુલસીના વાચના પ્રમુખત્વમાં અમે તેનું સંપાદન કર્યું હતું. તેમાં કેટલીક વિશેષતા છે, આધુનિકતા છે. તેના વાચક વિદ્વાન પોતે જ તેનું મૂલ્યાંકન કરી શકે છે.
કીર્તિભાઈ જુવાલિયાના મનમાં એક ભાવના જાગી—આગમોનો ગુજરાતી ભાષામાં અનુવાદ થવો જોઈએ. જૈન વિશ્વભારતીના માધ્યમથી આ કાર્ય ચાલી રહ્યું છે. આનો અનુવાદ ડૉ. રમણીક શાહે કર્યો છે. જૈન વિશ્વભારતી દ્વારા અનેક આગમ ગ્રંથો પ્રકાશિત થયા છે. ગુજરાતી ભાષામાં અનુવાદિત આ પ્રથમ ગ્રંથ વાચકોના હાથમાં છે. ગુજરાતી ભાષાનો વાચકવર્ગ આનું યથાયોગ્ય મૂલ્યાંકન કરશે, એમ વિશ્વાસપૂર્વક કહી શકાય. ૨૧-૫-૨૦૦૨
આચાર્ય મહાપ્રજ્ઞ ભાભર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org