________________
ટિપ્પણ
અધ્યયન ૧ : વિનયશ્રુત
૧. (સંનો વિપ્પમુદસ્સ, ગારસ્સ મિલ્લુળો)
સંયોગનો અર્થ છે—સંબંધ. તે બે પ્રકારનો હોય છે-બાહ્ય અને આત્યંતર. માતા-પિતા વગેરેનો પારિવારિક સંબંધ ‘બાહ્ય સંયોગ’ છે અને વિષય, કષાય વગેરેનો સંબંધ ‘આપ્યંતરિક-સંયોગ' છે. ભિક્ષુએ આ બંને સંયોગોથી મુક્ત થવું જોઈએ.
વૃક્ષ ચાલતાં નથી, તેટલા માટે તેમને ‘અગ’ કહેવામાં આવે છે. પ્રાચીન કાળમાં મોટા ભાગે ઘરો વૃક્ષના લાકડાંમાંથી બનાવવામાં આવતાં હતાં. તેથી ધરનું નામ ‘અગાર’ પડ્યું. જેમને ‘અગાર’ નથી હોતું, તે ‘અનગાર’ છે.
પ્રવૃત્તિ-લભ્ય અર્થની દષ્ટિથી ‘અનગાર’ અને ‘ભિક્ષુ' બંને શબ્દ એકાર્થવાચી છે. શાન્ત્યાચાર્યે દર્શાવ્યું છે કે અહીં ‘અનગાર’નો વ્યુત્પત્તિ-લભ્ય અર્થ લેવો જોઈએ, નહીં તો બે શબ્દોની સાર્થકતા સિદ્ધ થતી નથી. ‘અગાર’નો અર્થ છે ‘ધર’. જેને ‘ઘર’ ન હોય તે ‘અનગાર’ કહેવાય છે.ક
નેમિચન્દ્ર અનુસાર ભિક્ષુ બીજાને માટે બનેલા ઘરોમાં રહેવા છતાં પણ તેમના પર મમત્વ નથી કરતો, એટલા માટે તે ‘અનગાર’ છે.’
શાન્ત્યાચાર્યે વૈકલ્પિક રૂપમાં ‘અણગાર’ અને ‘અસભિક્ષુ' એવો પદચ્છેદ કર્યો છે. જે ભિક્ષા લેવા માટે જાતિ, કુળ વગેરે બતાવીને બીજાને આત્મીય ન બનાવે, તેને ‘અ-સ્વભિક્ષુ' (મુધાજીવી) કહેવામાં આવે છે.
સંયોગોથી વિપ્રમુક્ત, અનગાર અને ભિક્ષુ—એ ત્રણે શબ્દો મહત્ત્વપૂર્ણ છે. આ ત્રણેમાં પૌર્વાપર્ય સંબંધ છે. જે વ્યક્તિ બધા પ્રકારના સંયોગોથી વિપ્રમુક્ત હોય છે, તેને માટે સામાજિક જીવન સમાપ્ત થઈ જાય છે. સમાજનો અર્થ છે—સંબંધ ચેતનાનો વિકાસ. મુનિ સામાજિક નથી હોતો. તે કોઈપણ પ્રકારે કોઈની સાથે સંબદ્ધ નથી હોતો. તે સંબંધાતીત જીવન જીવે છે. આ મુનિ બનવાની પ્રથમ ભૂમિકા છે. જે સંબંધ-મુક્ત હોય છે, તે અકિંચન હોય છે. તેને પોતાનું ઘર પણ નથી હોતું. તે અનગાર હોય છે. તો પછી પ્રશ્ન થાય છે કે જ્યારે વ્યક્તિ સંબંધાતીત થઈ ચૂકેલ છે, જેને કોઈ ઘર નથી, તો તેની આજીવિકા કેવી રીતે ચાલે છે ? તેના જવાબમાં કહેવામાં આવ્યું છે કે તે ભિક્ષાચારી બને, ભિક્ષાથી પોતાનો જીવનનિર્વાહ કરે.
આ રીતે આ ત્રણે શબ્દો એક જ સાંકળમાં સંકળાયેલાં છે. એક શબ્દમાં કહી શકાય કે જે સંબંધાતીત જીવન જીવે છે તેની પાસે પોતાનું કંઈપણ નથી હોતું, ઘર પણ નથી હોતું, પરંતુ તે સંપૂર્ણ વિશ્વની સંપત્તિનો સહજ રીતે જ સ્વામી બની જાય છે—
૧. સુલવોધા, પત્ર ૬ : 'સંયોત્' સમ્બન્ધાનું વાદ્યમ્યન્તરમેટ્भिन्नात्, तत्र मात्रादिविषयाद् बाह्यात्, कषायादिविषयाच्चारन्तरात् ।
२. उत्तराध्ययन चूर्णि, पृ० २६ : 'न गच्छंतीत्यगा-वृक्षा इत्यर्थः, अगैः कृतमगारं गृहमित्यर्थः नास्य अगारं विद्यत इत्यनगारः ।
૩. ધૃવૃત્તિ, પત્ર ?? : ‘અનરણ્યે' તિ વિદ્યમાનમારमस्येत्यनगार इति व्युत्पन्नोऽनगारशब्दो गृह्यते, यस्त्वव्युत्पन्नो रूढिशब्दो यतिवाचक:, यथोक्तम्
Jain Education International
अनगारो मुनिमौनी, साधुः प्रव्रजितो व्रती । श्रमणः क्षपणश्चैव यतिश्चैकार्थवाचकाः ॥ इति, स इह न गृह्यते, भिक्षुशब्देनैव तदर्थस्य गतत्वात् । ૪. મુદ્ધોધા, પત્ર ૧, : 'અનરણ્ય' પદ્ભૂતકૃદનિવામિત્વાત્ तत्राऽपि ममत्वमुक्तत्वात् संगरहितस्य ।
૫. વૃત્તવૃત્તિ, પત્ર ૨૧ : થવા-‘ઝળÆ મિઘુળો' ત્તિ
अस्वेषु भिक्षुरस्वभिक्षु जात्याद्यनाजीवनादनात्मीकृतत्वेनानात्मीयानेव गृहिणोऽन्नादि भिक्षत इति कृत्वा स च यतिरेव, ततोऽनगारश्चासावस्वभिक्षुश्च अनगारास्वभिक्षुः ।
For Private & Personal Use Only
www.jainelibrary.org