SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ આમુખ આ અધ્યયનનું પ્રતિપાદન “સમુદ્રપાલ’–સમુદ્રપાલના માધ્યમથી થયું છે, એટલા માટે તેનું નામ ‘સમુદ્રપાલીય'‘સમુદ્રપાલીય' રાખવામાં આવ્યું છે. ચંપા નામની નગરી હતી. ત્યાં પાલિત નામનો સાર્થવાહ રહેતો હતો. તે શ્રમણોપાસક હતો. નિગ્રંથ-પ્રવચનમાં તેને શ્રદ્ધા હતી. દૂર-દૂર સુધી તેનો વેપાર ફેલાયેલો હતો. એક વાર તે સામુદ્રિક યાત્રા માટે યાનપાત્ર પર આરૂઢ થઈ ઘરેથી નીકળ્યો. તે પોતાની સાથે ગણિમ–સોપારી વગેરે તથા ધરિમ–સોનું વગેરે લઈને નીકળ્યો. જતાં-જતાં સમુદ્રના તટ પર પિહુંડ નામે નગરમાં રોકાયો. પોતાનો માલ વેચવા માટે તે ત્યાં કેટલાક દિવસ સુધી રહ્યો. નગરવાસીઓ સાથે તેનો પરિચય વધ્યો અને એક શેઠે તેની સાથે પોતાની પુત્રી પરણાવી. કેટલોક સમય ત્યાં રહીને તે સ્વદેશ પાછો ફર્યો. તેની નવોઢા ગર્ભવતી બની. સમુદ્રયાત્રાની વચાળે તેણે એક સુંદર અને લક્ષણવંતા પુત્રને જન્મ આપ્યો. તેનું નામ “સમુદ્રપાલ' રાખવામાં આવ્યું. વૈભવપૂર્વક તેનું લાલન-પાલન થયું. તે ૭૨ કળાઓમાં પ્રવીણ થયો. જયારે તે યુવાન બન્યો ત્યારે ૬૪ કળાઓમાં પારંગત ‘રૂપિણી' નામની કન્યા સાથે તેનું પાણિગ્રહણ થયું. તે તેની સાથે દેવતુલ્ય ભોગોનો ઉપભોગ કરતો આનંદપૂર્વક રહેવા લાગ્યો. એક વાર તે મહેલના ઝરૂખામાં બેઠો-બેઠો નગરની શોભા જોઈ રહ્યો હતો. તેણે જોયું કે રાજપુરૂષો એક વ્યક્તિને વધભૂમિ તરફ લઈ જઈ રહ્યા હતા. તે વ્યક્તિએ લાલ વસ્ત્રો પહેર્યા હતાં. તેના ગળામાં લાલ કણેરની માળાઓ હતી. તેને એ સમજતાં વાર ના લાગી કે આનો વધ કરવામાં આવશે. આ બધું જોઈ કુમારનું મન સંવેગથી ભરાઈ ગયું. ‘સારા કર્મોનું ફળ સારું હોય છે અને બુરા કર્મોનું બુરું.’ આ ચિંતનથી તેનો માર્ગ સ્પષ્ટ બની ગયો. માતા-પિતાની આજ્ઞા લઈ તે દીક્ષિત થયો. તેણે સાધના કરી અને કર્મોનો નાશ કરી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બન્યો. આત્માનુશાસનના ઉપાયોની સાથે-સાથે આ અધ્યયનમાં સમુદ્ર યાત્રાનો ઉલ્લેખ મહત્ત્વપૂર્ણ છે. તે કાળે ભારતમાં વેપારીઓ દૂર-દૂર સુધી વેપાર માટે જતા હતા. સામુદ્રિક વેપાર ઉન્નત અવસ્થામાં હતો. વેપારીઓના પોતાના યાનપાત્ર અથોતું વહાણો હતા અને તેઓ એક સ્થળેથી બીજા સ્થળે માલ લઈને આવતા-જતા હતા. તે સમયે અનેક વસ્તુઓની ભારતમાંથી નિકાસ થતી હતી. તેમાં સોપારી, સોનું વગેરે વગેરે મુખ્ય હતા. એ વિશેષ ઉલ્લેખનીય છે કે તે કાળે ભારત પાસે પ્રચુર સોનું હતું. તે બીજા દેશોને તેની નિકાસ કરતો હતો. આ અધ્યયનમાં “વવહાર' (શ્લોક ૩)-વ્યવહાર’ અને ‘વઝમંડલસોભાગ' (શ્લોક ૮)-વધ્ય-મંડન-શોભાક'–આ બે શબ્દો ધ્યાન આપવા જેવા છે. આગમકાળમાં ‘વ્યવહાર’ શબ્દ જ્ય-વિક્રયનો દ્યોતક હતો. આયાત અને નિકાસ તેની અંતર્ગત થતાં.' ‘વધ્ય-મંડન-શોભાક–આ શબ્દ તે સમયના દંડ-વિધાન તરફ સંકેત કરે છે. તે સમયે ચોરી કરનારાને કઠોર સજા કરવામાં આવતી હતી. જેને વધની સજા કરવામાં આવતી તેને કણેરના લાલ ફૂલોની માળા પહેરાવવામાં આવતી. તેને લાલ કપડાં પહેરાવવામાં આવતાં. શરીર પર લાલ ચંદનનો લેપ કરવામાં આવતો. આખા નગરને તેના કુકૃત્યોની જાણકારી કરવામાં આવતી અને તેને નગરના રાજમાર્ગે થઈ વધભૂમિ તરફ લઈ જવામાં આવતો. આ અધ્યયનમાં તત્કાલીન રાજ્યવ્યવસ્થાનો ઉલ્લેખ પણ થયો છે. ગ્રંથકાર કહે છે– મુનિ ઉચિત કાળે એક સ્થાનેથી બીજા સ્થાનમાં જાય.' આ કથન સાભિપ્રાય કરાયેલું છે. તે સમયે ભારત અનેક એકમોમાં વહેંચાયેલું હતું. નાના-નાના રાષ્ટ્રો રહેતા. આપસનો કલહ મર્યાદા વટાવી ચૂક્યો હતો. એટલા માટે મુનિને ગમનાગમનમાં પૂર્ણ સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે (શ્લોક ૧૪). મૌલિક દૃષ્ટિએ આ અધ્યયનમાં “ચંપા' (શ્લોક ૧) અને “પિહુંડ' (શ્લોક ૩) નગરોનો ઉલ્લેખ થયો છે. ૨૪ શ્લોકોનું આ નાનકડું અધ્યયન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ૧. સૂર્યા , શ શશ પણ ૨. એજન, શ૬, વૃત્તિ, પત્ર ૨૫૦ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy