________________
સંજયીય
૪૫૭
અધ્યયન ૧૮: શ્લોક ૪૫ટિ ૨૮
સીધો ત્યાં જઈ અટક્યો જ્યાં ચાંડાલ વિશ્રામ કરી રહ્યો હતો. ઘોડાએ કુમાર કરકંડની પ્રદક્ષિણા કરી અને તેની પાસે અટકી ગયો. સામંતો આવ્યા. કુમારને લઈ ગયા. રાજ્યાભિષેક થયો. તે કાંચનપુરનો રાજા બની ગયો.
જ્યારે બ્રાહ્મણકુમારે આ સમાચાર સાંભળ્યા ત્યારે તે એક ગામ દાનમાં લેવાની આશાથી કરકંડ પાસે આવ્યો અને યાચના કરી કે મને ચંપા રાજ્યમાં એક ગામ આપવામાં આવે. કરકંડુએ દધિવાહનના નામે પત્ર લખ્યો. દધિવાહને તેને પોતાનું અપમાન ગયું. તેણે કરકંડુને સાચું-ખોટું સંભળાવ્યું. કરકંડુએ આ બધું સાંભળી ચંપા ઉપર ચઢાઈ કરી.
સાધ્વી રાણી પદ્માવતીએ યુદ્ધની વાત સાંભળી. મનુષ્ય-સંહારની કલ્પના સાકાર થઈ ઊઠી. તે ચંપા પહોચી. પિતાપુત્રનો પરિચય કરાવ્યો. યુદ્ધ બંધ થઈ ગયું. રાજા દધિવાહને પોતાનું સમગ્ર રાજય કરકંડુને સોંપી પ્રવ્રજયા લઈ લીધી.
કરકંડ ગો-પ્રિય હતો. એક દિવસ તે ગોકુળ જોવા ગયો. તેણે એક દુબળા વાછડાને જોયો. તેનું મન દયાથી ભરાઈ ગયું. તેણે આજ્ઞા કરી કે આ વાછડાને તેની માનું બધું દૂધ પીવરાવવામાં આવે અને જયારે તે મોટો થઈ જાય ત્યારે બીજી ગાયોનું દૂધ પણ તેને પીવરાવવામાં આવે. ગોપાલકોએ આ વાત સ્વીકારી.
વાછડો સુખપૂર્વક વધવા લાગ્યો. તે યુવાન બન્યો. તેનામાં અપાર શક્તિ હતી. રાજાએ જોયું. તે ખૂબ પ્રસન્ન થયો.
કેટલોક સમય વીત્યો. એક દિવસ રાજા ફરી ત્યાં આવ્યો. તેણે જોયું કે એ જ વાછડો આજ ઘરડો થઈ ગયો છે, આંખો બહાર નીકળી પડી છે, પગ ડગમગી રહ્યા છે અને તે બીજા નાના-મોટા બળદોના ધક્કા ખાઈ રહ્યો છે. રાજાનું મન વૈરાગ્યથી ભરાઈ ગયું. સંસારની પરિવર્તનશીલતાનું ભાન થયું. તે પ્રત્યેક બુદ્ધ બની ગયો.' ૨. દ્વિમુખ
પંચાલ દેશમાં કાંડિલ્ય નામનું નગર હતું. ત્યાં જય નામનો રાજા રાજ્ય કરતો હતો. તે હરિકુળવંશમાં ઉત્પન્ન થયો હતો. તેની રાણીનું નામ ગુણમાલા હતું.
એક દિવસ રાજા રાજસભામાં બેઠો હતો. તેણે દૂતને પૂછવું–‘સંસારમાં એવી કઈ વસ્તુ છે કે જે મારી પાસે નથી અને બીજા રાજાઓની પાસે છે?' દૂતે કહ્યું–‘રાજન્ ! તમારે ત્યાં ચિત્રસભા નથી.' રાજાએ તત્કાળ ચિત્રકારોને બોલાવ્યા અને ચિત્રસભાનું નિર્માણ કરવાની આજ્ઞા આપી. ચિત્રકારોએ કાર્યપ્રારંભ કર્યું. જમીન ખોદાવા લાગી. પાંચમા દિવસે એક રત્નમય દેદીપ્યમાન મહામુકુટ નીકળ્યો. રાજાને જાણ થઈ. તે અત્યંત પ્રસન્ન થયો.
થોડા જ સમયમાં ચિત્રસભાનું કાર્ય પૂર્ણ થયું. શુભ દિવસ જોઈ રાજાએ ત્યાં પ્રવેશ કર્યો અને મંગળ-વાદ્ય ધ્વનિઓની વચ્ચે તેણે પેલો મુકુટ ધારણ કર્યો. તે મુકુટના પ્રભાવથી તેના બે મુખ દેખાવા લાગ્યાં. લોકોએ તેનું નામ “દ્વિમુખ’ રાખ્યું.
કાળ પસાર થયો. રાજાના સાત પુત્રો થયા, પણ એક પણ પુત્રી ન થઈ. ગુણમાલા ઉદાસીન રહેવા લાગી. તેણે મદન નામે યક્ષની આરાધના શરૂ કરી. યક્ષ પ્રસન્ન થયો. તેને એક પુત્રી થઈ. તેનું નામ “મદનમંજરી' રાખવામાં આવ્યું.
ઉજ્જૈનીના રાજા ચંડપ્રદ્યોતે મુકુટની વાત સાંભળી. તેણે દૂત મોકલ્યો. દૂતે દ્વિમુખ રાજાને કહ્યું- યા તો આપ પોતાનો મુકુટ ચંડપ્રદ્યોત રાજાને સમર્પિત કરો અથવા યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ.’ દ્વિમુખ રાજાએ કહ્યું–‘હું પોતાનો મુકુટ તો આપું કે જો તે મને ચાર વસ્તુઓ આપે૧. અનલગિરિ હાથી ૨. અગ્નિભીરુ રથ ૩. શિવા દેવી અને ૪. લોહલંઘ લેખાચાર્ય.”
દૂતે જઈને ચંડપ્રદ્યોતને બધી હકીકત કહી. તે કોપાયમાન થયો અને તેણે ચતુરંગિણી સેના લઈ દ્વિમુખ ઉપર ચડાઈ કરી. તે સીમા સુધી પહોંચ્યો, સેનાનો પડાવ નાખ્યો અને ગરુડ-બૂહની રચના કરી. દ્વિમુખ પણ પોતાની સેના લઈ સીમા પર આવી પહોંચ્યો. તેણે સાગર-લૂહની રચના કરી.
૧. સુવવધા, પત્ર ૨રૂર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org