________________
આમુખ
આ અધ્યયનમાં રાજા સંજયનું વર્ણન આપવામાં આવેલ છે, એટલા માટે તેનું નામ “સંગફુન્ન–સંજયીયર છે.' કાંડિલ્ય નગરમાં સંજય નામે એક રાજા રાજ્ય કરતો હતો. એક વાર તે શિકાર કરવા માટે નીકળ્યો. તેની સાથે ચાર પ્રકારની સેનાઓ હતી. તે કેશર-ઉદ્યાનમાં ગયો. ત્યાં તેણે સંત્રસ્ત મૃગોને માર્યા. આમ-તેમ જોતાં તેની દૃષ્ટિ ગર્દભાલી મુનિ પર જઈ અટકી. તેઓ ધ્યાનસ્થ હતા. તેમને જોઈ તે ભ્રમમાં પડી ગયો. તેણે વિચાર્યું–મેં અહીં મૃગોને મારી મુનિની આશાતના કરી છે. તે ઘોડા પરથી નીચે ઉતર્યો. મુનિ પાસે જઈ વંદન કરી બોલ્યો-“ભગવન્! મને ક્ષમા કરો.”મુનિ ધ્યાનમાં લીન હતા. તેઓ કંઈ ન બોલ્યા. રાજાનો ભય વધ્યો. તેણે વિચાર્યું–જો મુનિ કોપાયમાન થઈ ગયા તો તેઓ પોતાના તેજ વડે સમગ્ર વિશ્વનો નાશ કરી નાખશે. તેણે ફરી કહ્યું–‘ભંતે ! હું રાજા સંજય છું. મૌન છોડી મને કંઈક કહો.” (શ્લોક ૧-૧૦) | મુનિએ ધ્યાન પાર્યું અને અભયદાન દેતાં બોલ્યા–“રાજન ! તને અભય છે. તું પણ અભયદાતા બન. આ અનિત્ય જીવલોકમાં તું શા માટે હિંસામાં આસક્ત બની રહ્યો છે ?' (શ્લોક ૧૧) મુનિએ જીવનની અસ્થિરતા, જ્ઞાતિ-સંબંધોની અસારતા, કર્મપરિણામોની નિશ્ચિતતાનો ઉપદેશ આપ્યો. રાજાએ સાંભળ્યો. વૈરાગ્ય ઊભરાઈ આવ્યો. તે રાજ્યનો ત્યાગ કરી મુનિ ગર્દભાલી પાસે શ્રમણ બની ગયો.
એક દિવસ એક ક્ષત્રિય મુનિ સંજય મુનિ પાસે આવ્યો અને પૂછ્યું–‘તમારું નામ શું છે? તમારું ગોત્ર કયું છે? શા માટે તમે માહણ–મુનિ બન્યા છો? તમે કેવી રીતે આચાર્યોની સેવા કરો છો અને કેવી રીતે વિનીત કહેવરાઓ છો ?' (શ્લોક ૨૧)
મુનિ સંજયે ઉત્તર આપ્યો-“નામે હું સંજય છું. ગોત્ર મારું ગૌતમ છે. ગર્દભાલી મારા આચાર્ય છે. મુક્તિ માટે હું માહણ બન્યો છું. આચાર્યના ઉપદેશ અનુસાર હું સેવા કરું છું એટલા માટે હું વિનીત છું.” (શ્લોક ૨૨)
ક્ષત્રિય મુનિએ તેમના જવાબથી આકર્ષાઈ વગર પૂછ્યું જ કેટલાંક તથ્યો પ્રગટે કર્યો અને મુનિ સંજયને જૈન પ્રવચનમાં વિશેષ દેઢ કરવા માટે મહાપુરુષોનાં ઉદાહરણો આપ્યાં તથા સંયમપૂર્વક જીવન વીતાવવાનો ઉપદેશ આપ્યો. સંયમી કેવો હોય છે? તેણે શું કરવાનું હોય છે? તપનું પાલન કેમ કરવું જોઈએ? સુથર ધર્મનું આચરણ કેવી રીતે કરી શકાય? વગેરે પ્રશ્નોનું સમાધાન આપ્યું.
જ્યારે સંજય રાજર્ષિએ પોતાનો આયુષ્યકાળ જાણવાની જિજ્ઞાસા બતાવી ત્યારે ક્ષત્રિય મુનિએ કહ્યું–“રાજર્ષિ! જૈનપ્રવચનમાં ત્રિકાલજ્ઞ તીર્થંકરની આરાધના કરનાર મુનિ સાધના વડે પોતે જ ત્રિકાલજ્ઞ બની જાય છે. હું તમારા આયુષ્યકાળને જાણું છું અને તમે વિશુદ્ધ પ્રજ્ઞાથી પ્રશ્ન પૂછ્યો છે એટલા માટે તે તમને બતાવી દઉં છું.”
અધ્યયન બહુ સૂત્રાત્મક શૈલીમાં લખવામાં આવ્યું છે, એટલા માટે તેમાં ઉક્ત ઘટનાનો સંકેત મળે છે. તેનું પૂરું વિવરણ મળતું નથી. વૃત્તિકારે સંતની ભાષાને સ્પષ્ટ કરવાનો થોડો પ્રયત્ન કર્યો છે. (શ્લોક ૩૦, ૩૧, ૩૨)
ક્ષત્રિય મુનિએ રાજર્ષિ સંજય સાથે દાર્શનિક ચર્ચા પણ કરી. ભગવાન મહાવીરના સમયમાં દર્શનની ચાર મુખ્ય ધારાઓ હતી-ક્રિયાવાદ, અક્રિયાવાદ, વિનયવાદ અને અજ્ઞાનવાદ.
તેમણે આ ચારેની જાણકારી આપી અને નિષ્કર્ષની ભાષામાં ક્રિયાવાદ પ્રત્યેની રુચિનાં સંવર્ધનની પ્રેરણા આપી. પ્રસંગવશ પોતાના અનુભવોનો ઉલ્લેખ કરી પુનર્જન્મ અને આત્માની સ્થાપના કરી. (શ્લોક ૩૩)
આ અધ્યયનથી એક નવદીક્ષિત મુનિના સ્થિરીકરણની પ્રક્રિયા સહજપણે જ ફલિત થાય છે.
આ અધ્યયનમાં ભરત, સગર, મધવ, સનતકુમાર, શાંતિ, અર, કુંથુ, મહાપદ્મ, હરિણ, જય વગેરે દસ ચક્રવર્તીઓ અને દશાર્ણભદ્ર, કરકંડ, દ્વિમુખ, નમિ, નગ્નતિ, ઉદ્રાયણ, કાશીરાજ, વિજય, મહાબલ વગેરે નવ નરેશ્વરોનું વર્ણન છે.
१. उत्तराध्ययन नियुक्ति, गाथा ३९४ : संजयनामं गोयं, वेयंतो भावसंजओ होइ।
तत्तो समुट्ठियमिणं, अज्झयणं संजइज्जं ति ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org