________________
ઉત્તરઝયણાણિ
૩૮૬ અધ્યયન ૧૪: શ્લોક ૪૮, ૫૦, ૫ર ટિ ૪૧-૪૪
૪૧, પથ્ય છે (ત્થ)
આના સંસ્કૃત પર્યાયો ચાર થાય છે–‘પથ્થ', પ્રાર્થ’, પાર્થ અને ‘પ્રસ્થ’. પ્રસ્તુત પ્રસંગમાં પથ્ય અને પ્રાર્થ આ બંને ઉચિત લાગે છે. ૪૨. નિર્વિષય (નિશ્વિનય)
વિષય શબ્દના બે અર્થ થાય છે–શબ્દ વગેરે વિષયો અને દેશ, વૃત્તિકારે નિર્વિષયનો મૂળ અર્થ શબ્દ વગેરે ઈન્દ્રિયવિષયોનો ત્યાગ અને વૈકલ્પિક અર્થ દેશ-ત્યાગ કર્યો છે. ચૂર્ણિમાં પહેલો અર્થ જ માન્ય છે. પ્રસ્તુત પ્રસંગમાં વિપુલ રાજયને છોડવાને કારણે નિર્વિષયનો અર્થ–દેશરહિત જ થવો જોઈએ.
૪૩. ઘોર પરાક્રમ કરવા લાગ્યા (ધોરપરા )
તપના અતિશયની ઋદ્ધિ સાત પ્રકારની દર્શાવવામાં આવી છે. તેનો છઠ્ઠો પ્રકાર “ઘોર પરાક્રમ’ છે. જવર, સંનિપાત વગેરે મહાભયંકર રોગો હોવા છતાં પણ જે અનશન, કાયાક્લેશ વગેરેમાં મંદ નથી હોતા અને ભયાનક સ્મશાન, પહાડની ગુફા વગેરેમાં રહેવાના અભ્યાસી છે તેઓ ‘ઘોરતપ' છે. તેઓ જયારે તપ અને યોગને ઉત્તરોત્તર વધારતા જાય છે ત્યારે ‘ઘોર પરાક્રમ’ કહેવાય છે. આ વ્યાખ્યા તત્ત્વાર્થ-રાજવાર્તિકમાં મળે છે. પચાસમા શ્લોકના અંતિમ બે ચરણો મુજબ આ વ્યાખ્યા ઉપયુક્ત જણાય છે. ‘તવં પબ્સિડનવાર્ય હો ધોરપરમ’ આમાં ઘોરતાની ભાવના રહેલી છે અને “ઘોરપક્ષમા' તેનું જ અગ્રિમ રૂપ છે. ચૂર્ણિ અને ટીકામાં આનો માત્ર શાબ્દિક અર્થ મળે છે.
४४. (सासणे विगयमोहाणं, पुचि भावणभाविया)
આ ૬ જીવોએ પૂર્વમાં જૈન શાસનમાં દીક્ષિત થઈને અનિત્ય, અશરણ વગેરે ભાવનાઓ વડે પોતાના આત્માને ભાવિત કર્યો હતો. આ ચરણોમાં તે જ તથ્યની સૂચના આપવામાં આવી છે.'
૧. વૃત્તિ , પત્ર ૪૨૨ 1 ૨. ઉત્તરાધ્યયન યૂ, પૃ. ૨૩૨૫
૩. તત્ત્વાર્થ રાખવાર્તિવા, ફારૂ૬, પૃ. ૨૦૩ / ૪. વૃક્રવૃત્તિ, પત્ર ૪૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org