________________
ઉત્તરઝયણાણિ
૩૭૮
અધ્યયન ૧૪: શ્લોક ૭-૯ટિ ૬-૧૦
૬. મનુષ્ય જીવન (વિદા)
વિદીર શબ્દના અનેક અર્થો છે–મનોરંજન, ફરવું, હાથ-પગ વગેરેનું સંચાલન વગેરે. અહીં વિહારનો અર્થ છે–જીવનની સમગ્રતા અથવા સંપૂર્ણ જીવન-યાપન.
ચૂર્ણિમાં આનો અર્થ ભોગ અને વૃત્તિમાં મનુષ્ય-ભવમાં અવસ્થિતિ કરવામાં આવ્યો છે.' ૭. મુનિ-ચર્યા (f)
આનો અર્થ છે—મુનિ-ચર્યા, સંયમ. મૌન શબ્દની વ્યુત્પત્તિ છે--મુનેa: મૌન. મુનિનો ભાવ અર્થાત્ જ્ઞાન કે જ્ઞાન-યુક્ત આચરણ.
૮. (મુખી)
ટીકાકારો અનુસાર આ કુમારોનું વિશેષણ છે. અહીં ભાવિ મુનિને ‘મુનિ કહેવામાં આવેલ છે. પરંતુ જે મુનિઓને જોઈને કુમારોને પ્રવ્રજિત થવાની પ્રેરણા મળી, તેમના તપો-માર્ગનો વ્યાધાત કરવાનું પુરોહિત માટે ઈષ્ટ હતું, એટલા માટે મુનિ શબ્દ વડે તે મુનિઓનું પણ ગ્રહણ કરી શકાય છે.
૯. અરણ્યવાસી (કારVUTI)
ઐતરેય, કૌશીતકી અને તૈતરીય-આ શાસ્ત્રો ‘આરણ્યક' કહેવાય છે. તેમાં વર્ણિત વિષયોનાં અધ્યયન માટે અરણ્યનો એકાંતવાસ આવશ્યક હતો, એટલા માટે તેમને આરણ્યક કહેવામાં આવ્યાં. અરણ્યમાં રહીને સાધના કરનારા મુનિઓ પણ આરણ્યક કહેવાતા હતા.
૧૦. (શ્લોક ૮-૯)
બ્રાહ્મણ અને સ્મૃતિશાસ્ત્ર નો એવો મત રહ્યો છે કે જે દ્વિજ વેદાધ્યયન કર્યા વિના, પુત્રોત્પત્તિ કર્યા વિના અને યજ્ઞ કર્યા વિના મોક્ષની ઈચ્છા કરે છે, તે નરકમાં જાય છે. એટલા માટે તે વિધિવત્ વેદોનું અધ્યયન કરી, પુત્રો ઉત્પન્ન કરી અને યજ્ઞ કરી મોક્ષમાં મન પરોવે-સંન્યાસી બને. પુરોહિતે આ જ સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું છે.
બૌધાયન ધર્મસૂત્ર અનુસાર બ્રાહ્મણ જન્મથી જ ત્રણ ઋણો–-પિતૃઋણ, ઋષિ-ઋણ અને દેવ-ઋણને સાથે લઈ જન્મ છે. આ ઋણ ચૂકવવા માટે યજ્ઞ, યાગ વગેરે પૂર્વક ગૃહસ્થાશ્રમનો આશ્રય કરનાર મનુષ્ય બ્રહ્મ-લોકમાં પહોંચે છે અને બ્રહ્મચર્ય કે સંન્યાસની પ્રશંસા કરનારા લોકો ધૂળમાં મળી જાય છે.'
૧. (ક) ૩ત્તરાધ્યયન વૂળ, પૃષ્ઠ ૨૨૩ : વિદા–વિહાર,
મો: ચર્થ: (५) बृहवृत्ति, पत्र ३९८ : विहरणं विहारं, मनुष्यत्वे
નાવસ્થાપિચર્થ: ૨, વૃત્તિ , પત્ર ૩૧૮ : અચો:' માવતઃ પ્રતિપન્નમુનિ
ભાવો . ૩. ઉતરે ત્રાટા, છારૂ :સાપુત્રી નીતિના
૪. મનુસ્મૃતિ, ૬ ૩૬, ૨૭:
अधीत्य विधिवद्वेदान्पुत्रांश्चोत्पाद्य धर्मतः । इष्टवा च शक्तितो यज्ञैर्मनो मोक्षे निवेशयेत् ॥ अनधीत्य द्विजो वेदाननुत्पाद्य तथा सुतान् ।
अनिष्टवा चैव यज्ञैश्च मोक्षमिच्छन्द्रजत्यधः । ૫. વૌથયન ધર્મસૂત્ર, રા ૬ ૨૨ રૂ૩-૨૪ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org