________________
આમુખ
આ અધ્યયનનું નામ આદ્ય-પદ (માતાન-પ) ‘હુમપત્ત'ના આધારે ‘દુકપત્રક' રાખવામાં આવ્યું છે.'
કેટલાંક કારણોસર ગૌતમ ગણધરના મનમાં સંશય પેદા થયો. ભગવાન મહાવીરે તેનું નિરાકરણ કરવા માટે આ અધ્યયનનું પ્રતિપાદન કર્યું. નિયંતિકાર તથા બૃહદ્વૃત્તિકારે અહીં એક કથાનકનો ઉલ્લેખ કર્યો છે. સંક્ષેપમાં તે આ પ્રમાણે છે
તે કાળે અને તે સમયે પૃષ્ઠચંપા નામની નગરી હતી. ત્યાં શાલ નામે રાજા હતો અને તેના યુવરાજનું નામ હતું મહાશાલ. તેને યશસ્વતી નામે બહેન હતી. તેના પતિનું નામ પિઠર હતું. તેને એક પુત્ર થયો. તેનું નામ ગાગલી રાખવામાં આવ્યું. એક વાર ભગવાન મહાવીર રાજગૃહથી વિહાર કરી પૃષ્ઠચંપા પધાર્યા, સુભૂમિભાગ ઉદ્યાનમાં ઉતર્યા. રાજા શાલ ભગવાનની વંદના માટે ગયો. ભગવાન પાસેથી ધર્મ સાંભળ્યો અને તે વિરક્ત બન્યો. તેણે ભગવાનને વિનંતી કરી–‘ભંતે ! હું મહાશાલનો રાજ્યાભિષેક કરી દીક્ષિત થવા માટે હમણાં પાછો ફરું છું.' એમ કહી તે નગરમાં ગયો. મહાશાલને બધી વાત કરી. તેણે પણ દીક્ષા લેવાની ભાવના વ્યક્ત કરી. તે બોલ્યો-“હું આપની સાથે જ પ્રવ્રજિત થઈશ.' રાજાએ પોતાના ભાણેજ ગાગલીને કાંપિલ્યપુરથી બોલાવ્યો અને તેને રાજયનો ભાર સોંપી દીધો. ગાગલી હવે રાજા બની ગયો. તેણે પોતાના માતા-પિતાને પણ ત્યાં જ તેડાવી લીધા. આ બાજુ શાલ અને મહાશાલ ભગવાન પાસે દીક્ષિત થઈ ગયા. યશસ્વતી પણ શ્રમણોપાસિકા બની ગઈ. તે બંને શ્રમણોએ અગિયાર અંગોનું અધ્યયન કર્યું.
ભગવાન મહાવીર પૃષ્ઠચંપાથી વિહાર કરી રાજગૃહ ગયા. ત્યાંથી વિહાર કરી ચંપા પધાર્યા. શાલ અને મહાશાલ ભગવાન પાસે આવ્યા અને વિનંતી કરી–‘ો આપની અનુજ્ઞા હોય તો અમે પૂઇચંપા જવા ઈચ્છીએ છીએ. સંભવ છે કે કોઈને પ્રતિબોધ મળે અને કોઈ સમ્યગ્દર્શી બને.” ભગવાને અનુજ્ઞા આપી અને ગૌતમની સાથે તેમને ત્યાં મોકલ્યા. તેઓ પૃચંપા ગયા. ત્યાંનો રાજા ગાગલી અને તેના માતા-પિતાને દીક્ષિત કરી તેઓ ફરી ભગવાન મહાવીર પાસે આવી રહ્યા હતા. માર્ગમાં ચાલતાં-ચાલતાં મુનિ શાલ અને મહાશાલના અધ્યવસાયો વધુ પવિત્ર થયા અને તેઓ કેવલી બની ગયા. ગાગલી અને તેના માતા-પિતા ત્રણેને પણ કેવળજ્ઞાન થયું. બધા ભગવાન પાસે પહોંચ્યા. ગૌતમે ભગવાનને વંદના કરી અને તે બધાને પણ ભગવાનને વંદના કરવા માટે કહ્યું. ભગવાને ગૌતમને સંબોધીને કહ્યું–‘ગૌતમ ! કેવળજ્ઞાનીઓની આશાતના ન કર.” ગૌતમ તેઓની ક્ષમા યાચી, પરંતુ તેમનું મન શંકાથી ભરાઈ ગયું. તેમણે વિચાર્યું–‘હું સિદ્ધ થઈશ નહિ.”
એકવાર ગૌતમ અષ્ટાપદ પર્વત પર ગયા. ત્યાં પહેલાંથી જ ત્રણ તાપસી પોતપોતાના પાંચસો-પાંચસો શિષ્યોના પરિવાર સાથે તપ કરી રહ્યા હતા. તેમનાં નામ હતાં–કૌડિન્ય, દત્ત અને શૈવાલ.
દત્ત છૐ-છક્કની તપસ્યા કરતો હતો. તે નીચે પડેલાં પીળા પાંદડાં ખાઈને રહેતો હતો. તે અષ્ટાપદની બીજી મેખલા સુધી જ ચડી શક્યો.
કૌડિન્ય ઉપવાસ-ઉપવાસની તપસ્યા કરતો અને પારણામાં મૂળ, કંદ વગેરે સચિત્ત આહાર લેતો હતો. તે અષ્ટાપદ પર ચડ્યો પરંતુ એક મેખલાથી આગળ જઈ ન શક્યો.
શૈવાલ અમ-અટ્ટમની તપસ્યા કરતો હતો. તે સૂકી શેવાળ ખાતો હતો. તે અષ્ટાપદની ત્રીજી મેખલા સુધી જ ચડી શક્યો.
ગૌતમ આવ્યા. તાપસો તેમને જોઈ પરસ્પર બોલવા લાગ્યા–“આપણે મહાતપસ્વીઓ પણ ઉપર નથી જઈ શક્યા તો આ કેવી રીતે જશે?' ગૌતમે જંઘાચરણ-લબ્ધિનો પ્રયોગ કર્યો અને કરોળિયાનાં જાળાનો આધાર લઈ પર્વત પર ચડી ગયા. તાપસોએ આશ્ચર્ય ભરેલી આંખો વડે આ જોયું અને તેઓ અવાકુ બની ગયા. તેમણે મનોમને એવો નિશ્ચય કરી લીધો કે જેવા મુનિ નીચે ઊતરશે કે તરત આપણે તેમનું શિષ્યપણું સ્વીકારી લઈશું. ગૌતમે રાત્રિવાસ પર્વત પર જ કર્યો. જ્યારે સવારે તેઓ
१. उत्तराध्ययन नियुक्ति, गाथा २८३ : दुमपत्तेणोवम्मं अहाठिईए उवक्कमेणं च।
इत्थ कयं आइंमी तो तं दुमपत्तमज्झयणं ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org