________________
ઉત્તરન્ઝયણાણિ
૨૬૬
અધ્યયન-૯: શ્લોક ૧૪-૧પ ટિ ૧૮-૨)
૧૮. રાણીવાસ તરફ (અંતેવાં તેજી)
વૃત્તિકારે આને એક પદ માની આનો અર્થ—અન્તઃપુરાભિમુખ કર્યો છે.'
૧૯. (શ્લોક ૧૪)
સાધનાની બે ભૂમિકાઓ છે-નિવૃત્તિ–એકત્વની સાધના અને લોક-સંગ્રહની ભૂમિકા. પ્રત્યેક બુદ્ધમાં એકત્વની ભૂમિકા એટલી પ્રબળ બની જાય છે કે તે ભૂમિકામાં માત્ર આત્મા જ બાકી રહે છે. નિર્મમત્વની સાધનાનો આ ઉત્કર્ષ છે.
મિથિલા નગરી ભડ-ભડ સળગી રહી છે. નગરીનો રાજમહેલ તથા બીજા-બીજા ગૃહો પણ અગ્નિની લપેટમાં આવી ગયાં છે. તે સમયે નમિ વિચારે છે, ‘જે સળગી રહ્યું છે તેમાં મારું કાંઈ નથી. કેમકે હું એકલો છું. મારે માટે પોતાનું કે પરાયું કાંઈ પણ નથી.’ નમી રાજર્ષિનું આ ચિંતન નિર્મમત્વ કે એકત્વની ઉત્કૃષ્ટ સાધનાનું સૂચક છે.
મિથિલાનું દહન એક રૂપક છે. અધ્યાત્મની ભૂમિકામાં એકત્વનું મૂલ્ય દર્શાવવા માટે આ રૂપકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વ્યવહારની ભૂમિકા તેનાથી જુદી છે. ભૂમિકા-ભેદને હૃદયંગમ કરવાથી જ તેનું તાત્પર્ય સમજી શકાય છે.
આ ચિંતન બૌદ્ધ સાહિત્ય અને મહાભારતમાં પણ ઉપલબ્ધ છે. બૌદ્ધ પરંપરાના મહાજનક જાતકમાં પ્રસ્તુત શ્લોકની જેવા ત્રણ શ્લોકો મળે છે –
ससुखं बत जीवाम येसं नो नत्थि किंचनं । मिथिलाय डह्यमानाय न मे किंचि अड्यहथ ॥ १२५ ॥ सुसुखं बत जीवाम येसं नो नत्थि किंचनं । रटे विलुप्पमानम्हि न मे किंचि अजीरथ ।। १२७ ॥ सुसुखं बत जीवाम येसं नो नत्थि किंचनं ।
पीतिभक्खा भविस्साम देवा आभास्सरा यथा ।। १२८ ॥ મહાભારતમાં માંડવ્ય મુનિ અને રાજા જનકનો સંવાદ આવ્યો છે. એક પ્રશ્નના ઉત્તરમાં મહારાજ જનક કહે છે –
सुसुखं बत जीवामि, यस्य मे नास्ति किंचन ।
मिथिलायां प्रदीप्तायां, न मे दह्यति किंचन ॥ આ જ પ્રકારનો એક બીજો શ્લોક છે—
अनन्तमिव मे वित्तं, यस्य मे नास्ति किंचन । मिथिलायां प्रदीप्तायां, न मे दह्यति किंचन ॥
૨૦. વ્યવસાયથી નિવૃત્ત (વ્યાવીસ)
વૃત્તિકારે અહીં કૃષિ, પશુપાલન વગેરેને વ્યવસાય માન્યા છે.”
१. बृहद्वत्ति, पत्र ३१० : अन्तेउरतेणं ति अन्तःपुराभिमुखं । ૨. પહો નનક્કિ નાતજા, સંડ્યા પરૂ I उ. महाभारत, शांतिपर्व २७६ । ४ । ૪. એજન, શાંતિપર્વ ૨૭૮ ૨
५. बृहद्वत्ति, पत्र ३१०: निर्व्यापारस्य-परिहतकृषिपाश
पाल्यादिक्रियस्य। ૬. ઉત્તરાધ્યયન ચૂff, પૃ. ૨૮૨ : અવં ના જત,
अथवा एकान्तं निर्वाणं।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org