________________
ઉત્તરઝયણાણિ
૨૪૪
અધ્યયન-૮: શ્લોક ૧૯-૨૦ટિ ૩૬
વિક્ષિપ્તતાની સ્થિતિથી પણ બચી જાય છે. આ અનુYIવિ:' અથવા પ્રતિપક્ષ ભાવનાનો સિદ્ધાંત છે. આ જ રૂપાન્તરણની પ્રક્રિયાનું સૂત્ર છે. જે વસ્તુ કે પ્રવૃત્તિમાંથી અનુરાગ દૂર કરવો હોય, તેમાંથી અનુરાગને દૂર કરી બીજી વસ્તુ કે પ્રવૃત્તિ પર અનુરાગ સ્થાપી દો. તે નવી વસ્તુ કે પ્રવૃત્તિ પર અનુરાગ થવા લાગશે અને પૂર્વ અનુરાગ વૈરાગ્યમાં બદલાઈ જશે.
૩૬. બંને લોકોને આરાધી લીધા (કારહિયા યુવે નો!)
આ વિષયમાં ત્રણ પક્ષ પ્રચલિત છે૧. માત્ર વર્તમાનને સુધારવો. ૨. માત્ર પરલોકને સુધારવો. ૩. ઇહલોક અને પરલોક–બંનેને સુધારવા. પ્રસ્તુત આગમમાં ત્રીજો પક્ષ માન્ય કરવામાં આવ્યો છે. ધર્મનું આચરણ કરનારા બંને–ઇહલોક અને પરલોક–ને સુધારે છે. તેઓ વર્તમાન જીવનને પવિત્ર બનાવે છે અને પછીના જીવનને પણ પવિત્ર બનાવે છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org