________________
આમુખ
કપિલ બ્રાહ્મણ હતો. લોભની ભરતીએ તેના મનમાં વિરક્તિ લાવી દીધી. તેને સાચા સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું. તે મુનિ બની ગયો. સંયોગવશ એકવાર તેને ચોરોએ ઘેરી લીધો. ત્યારે કપિલ મુનિએ તેમને ઉપદેશ આપ્યો. તે ઉપદેશ સંગીતાત્મક હતો. તેનો જ અહીં સંગ્રહ કરવામાં આવ્યો છે. પ્રથમ મુનિ ગાતા, ચોરો પણ તેમની સાથે-સાથે જ ગાવા લાગતા. ‘મધુવે
સાસર્યામ, સંસારંfમ સુવર્ણપ૩રા !... Tચ્છન્ના |’ આ પ્રથમ શ્લોક ધ્રુવપદ હતું. મુનિ કપિલ વડે આ અધ્યયન ગવાયું હતું, એટલા માટે તેને કપિલીય કહેવામાં આવ્યું છે. સૂત્રકતાંગ ચૂર્ણિમાં આ અધ્યયનને “ગેય’ માનવામાં આવ્યું છે.
નામ બે પ્રકારના હોય છે-(૧) નિર્દેશ્ય (વિષય)ના આધારે પાડેલું અને (૨) નિર્દેશક (વક્તા)ના આધારે પાડેલું. આ અધ્યયનના નિર્દેશક કપિલ છે, એટલા માટે તેનું નામ કપિલીય રાખવામાં આવ્યું છે.
આનું મુખ્ય પ્રતિપાદ્ય છે તે સત્યની શોધ કે જેના વડે દુર્ગતિનો અંત આવે. સત્ય-શોધમાં જે બાધાઓ છે તેના પર પણ ઘણો સુંદર પ્રકાશ અહીં પાડવામાં આવ્યો છે. લોભ કેવી રીતે વધે છે, તેનું સ્વયં અનુભૂત ચિત્ર પ્રસ્તુત કરવામાં આવ્યું છે.
વ્યક્તિના મનમાં પહેલાં થોડો લોભ ઉત્પન્ન થાય છે. તે તેની પૂર્તિ કરે છે. મન ફરી લોભથી ભરાઈ જાય છે. તેની પૂર્તિનો પ્રયત્ન કરવામાં આવે છે. આ ક્રમ ચાલે છે પરંતુ પ્રત્યેક વેળાએ લોભનો ઉભરો તીવ્ર બનતો જાય છે. જેમ-જેમ લાભ વધે છે તેમ-તેમ લોભ પણ વધે છે. આનો અંત ત્યારે જ આવે છે કે જયારે વ્યક્તિ નિલભતાની પૂર્ણ સાધના કરી લે છે.
તે કાળે અને તે સમયે કૌશામ્બી નગરીમાં જિતશત્રુ રાજા રાજય કરતો હતો. તેની સભામાં ચૌદ વિદ્યાઓનો પારગામી કાશ્યપ નામનો બ્રાહ્મણ હતો. તેની પત્નીનું નામ યશા હતું. તેમને કપિલ નામનો એક પુત્ર હતો. રાજા કાશ્યપથી પ્રભાવિત હતો. તે તેમનું બહુમાન કરતો હતો. અચાનક કાશ્યપનું અવસાન થયું. તે સમયે કપિલની વય ઘણી નાની હતી. રાજાએ કાશ્યપના સ્થાને બીજા બ્રાહ્મણને નિયુક્ત કરી દીધો. તે બ્રાહ્મણ જ્યારે ઘરેથી દરબારમાં જતો ત્યારે ઘોડેસવાર થઈ માથે છત્ર ધારણ કરતો. કાશ્યપની પત્ની યશા જ્યારે આ જોતી ત્યારે તે પતિની સ્મૃતિમાં વિહળ બની રોવા લાગતી. કેટલોક કાળ વીત્યો. કપિલ પણ મોટો થઈ ગયો. એક દિવસ જ્યારે તેણે પોતાની માને રોતી જોઈ તો તેનું કારણ પૂછ્યું. યશાએ કહ્યું – ‘પુત્ર ! એક સમય હતો કે જ્યારે તારા પિતા આ જ રીતે છત્ર ધારણ કરીને દરબારમાં આવ-જા કર્યા કરતા હતા. તેઓ અનેક વિદ્યાઓના પારગામી હતા. રાજા તેમની વિદ્યાઓથી આકૃષ્ટ હતો. તેમના મૃત્યુ બાદ રાજાએ તેમનું સ્થાન બીજાને આપી દીધું.” ત્યારે કપિલે કહ્યું-“મા! હું પણ વિદ્યા ભણીશ.”
યશાએ કહ્યું–‘પુત્ર ! અહીં બધા બ્રાહ્મણો ઈર્ષાળુ છે. અહીં કોઈ પણ તને વિદ્યા નહિ આપે. જો તું વિદ્યા પ્રાપ્ત કરવા ઈચ્છતા હો તો શ્રાવસ્તી નગરી ચાલ્યો જા. ત્યાં તારા પિતાના પરમ મિત્ર ઇન્દ્રદત્ત નામના બ્રાહ્મણ છે. તે તને વિદ્યા ભણાવશે.”
કપિલે માનો આશીર્વાદ લઈને શ્રાવસ્તી નગરી તરફ પ્રયાણ કર્યું. પૂછતાં-પૂછતાં તે ઇન્દ્રદત્ત બ્રાહ્મણને ત્યાં જઈ ઊભો રહ્યો. પોતાની સમક્ષ કોઈ અપરિચિત યુવકને આવેલો જોઈને ઇન્દ્રદત્તે પૂછવું – તું કોણ છે ? ક્યાંથી આવ્યો છે? અહીં આવવાનું શું પ્રયોજન છે?'
કપિલે સઘળો વૃત્તાંત સંભળાવ્યો. ઇન્દ્રદત્ત કપિલના ઉત્તરથી ખૂબ પ્રભાવિત થયા અને તેના ભોજનની વ્યવસ્થા શાલિભદ્ર નામના એક ધનાઢ્ય વણિકને ઘરે કરીને અધ્યાપન શરૂ કર્યું. કપિલ ભોજન કરવા માટે પ્રતિદિન શેઠને ઘરે જતો અને ઇન્દ્રદત્ત
१. बृहद्वृत्ति, पत्र २८९ : ..... ताहे ताणवि पंचवि चोरसयाणि ताले कुटुंति, सोऽवि गायति धुवगं, "अधुवे असासयंमि दुक्खपउराए । किं
णाम तं होज्ज कम्मयं? जेणाहं दुग्गई ण गच्छेज्जा॥१॥"एवं सव्वत्थ सिलोगन्तरे धुवगं गायति'अधुवेत्यादि', तत्थ केइ पढमसिलोगे
संबुद्धा, केइ बीए, एवं जाव पंचवि सया संबुद्धा पव्वतियत्ति । ... स हि भगवान् कपिलनामा .... धूवर्क सङ्गीतवान् । ૨. સૂત્રતાફ ખૂળ, પૃ. 9 : નેય સરવા, નવા વિનિન્ને-“મધુવે રસાયેષિ સંસારીક સુવાડા | ...
એના I. 3. आवश्यक नियुक्ति, गाथा १४१, वृत्ति : निर्देशकवशाज्जिनवचनं कापिलीयम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org