________________
ઉરભ્રીય
૨૧૯
અધ્યયન-૭: શ્લોક ૨૫ ટિ ૩૪-૩૬
છે. આ અતિ સંક્ષિપ્ત આયુષ્ય છે. આ તેનો એક અર્થ છે.
તેનો બીજો અર્થ છે–આયુષ્ય બે પ્રકારનું હોય છે–સોપક્રમ અને નિરુપક્રમ. સોપક્રમ આયુષ્યમાં અનેક અવરોધો આવે છે અને પ્રાણી અકાળે જ કાલ-કવલિત બની જાય છે. તે પોતાના આયુષ્ય-કર્મનાં પુદ્ગલોને શીધ્ર (ટૂંકા ગાળામાં) ભોગવી લે છે." ૩૪. યોગક્ષેમને (વર્ષ)
યોગનો અર્થ છે–અપ્રાપ્તની પ્રાપ્તિ અને ક્ષેમનો અર્થ છે પ્રાપ્તનું સંરક્ષણ. અહીં ‘યોગક્ષેમ'નું તાત્પર્ય છે–અધ્યાત્મની તે અવસ્થાઓને પ્રાપ્ત કરવી જે આજ સુધી પ્રાપ્ત હતી નહિ અને જે પ્રાપ્ત છે તેનું સમ્યફ સંરક્ષણ કરવું, પરિપાલન કરવું.
પ્રસ્તુત શ્લોકમાં પ્રશ્ન કરવામાં આવ્યો છે કે જયારે આયુષ્ય આટલું અલ્પ છે તો મનુષ્ય શા કારણે પોતાનું યોગક્ષેમ જાણતો નથી? અથવા જાણવા છતાં પણ તેની ઉપેક્ષા કરે છે?
યોગક્ષેમને ન જાણવાના બે કારણો આગળના શ્લોક (૨૫)માં નિર્દિષ્ટ છે–(૧) કામભોગોમાંથી નિવૃત્ત ન થવું અને (૨) પાર ઉતારનાર માર્ગને સાંભળી-જાણીને પણ તેની ઉપેક્ષા કરવી.
ગીતામાં પણ યોગક્ષેમ શબ્દ વપરાયો છે. ત્યાં તેનો અર્થ છે–અપ્રાપ્તની પ્રાપ્તિ અને પ્રાપ્તની રક્ષા. ૩૫. (શ્લોક ૨૪)
પ્રસ્તુત શ્લોકના અંતમાં વૃત્તિકારોએ આ અધ્યયનમાં પ્રયુક્ત પાંચ દષ્ટાંતોનું નિર્ગમન પ્રસ્તુત કર્યું છે. તે આ રીતે છે – ૧. ઉરબ્રનું દષ્ટાંત–ભોગોના ઉપભોગથી ભવિષ્યમાં થનારા દોષોનું નિદર્શક.
૨-૩. કાકિણી અને આમ્રફળનું દષ્ટાંત–ભવિષ્યમાં અપાય-બહુલ થવા છતાં પણ જે અતુચ્છ છે–પ્રચુર છે, તેને છોડી શકાય નહિ–તેનું નિદર્શક.
૪. વણિકનું દૃષ્ટાંત-તુચ્છ વસ્તુને પણ તે જ છોડી શકે છે જે લાભ અને અલાભને જાણવામાં કુશળ હોય, જે આય-વ્યયની તુલના કરવામાં કુશળ હોય–આ તથ્યનું નિદર્શક દૃષ્ટાંત.
૫. સમુદ્રનું દૃષ્ટાંત–આય-વ્યયની કેવી રીતે તુલના કરવી–તેનું નિદર્શક દષ્ટાંત. જેમ કે દિવ્ય કામભોગ સમુદ્રના પાણી જેવાં છે. તેનું ઉપાર્જન મહાન આય છે અને અનુપાર્જન મહાન વ્યય છે.
૩૬. કામભોગોમાંથી નિવૃત્ત ન થનાર પુરુષનું (ામાળિયાસ)
કામ-નિવૃત્તિ પ્રત્યેક મનુષ્ય માટે આવશ્યક છે. સોમદેવસૂરિએ ત્રિવર્ગના સંતુલન વિશે વિમર્શ કર્યો છે. તેમના મત અનુસાર જેનાથી બધી ઈન્દ્રિયો સાથે પ્રીતિ થાય છે, તેનું નામ છે “કામ”. તેમણે કામસેવન વિષયમાં કેટલાક વિકલ્પો રજુ કર્યા છે–
૧. કામનું સેવન તેટલી હદ સુધી હોય, કે જેનાથી ધર્મ અને અર્થની સિદ્ધિમાં બાધા ન પહોંચે. ૨. ધર્મ, અર્થ અને કામનું સંતુલિત સેવન હોય.
૧. (ક) ૩રાધ્યયન વૂળ, ૬૮૫
(ખ) વૃક્રવૃત્તિ, પત્ર ૨૮૩ २. बृहद्वृत्ति, पत्र २८३ : अलब्धस्य लाभो-योगो, लब्धस्य
च परिपालन-क्षेमोऽनयोः समाहारो योगक्षेमं, कोऽर्थः ? अप्राप्तविशिष्टधर्मप्राप्ति प्राप्तस्य च परिपालनम् ।
૩. તા, ૨૨૨ ૪. (ક) વૃવૃત્તિ, પત્ર ૨૮૩, ૨૮૪ 1
(ખ) મુકવોથા, પન્ન ૨૨૨T. ૫. સોમદેવ નીતિસૂત્ર, વનસમુદેશ, ૧: આપના
रसानुविद्धा यतः सर्वेन्द्रियप्रीतिः स कामः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org