________________
ક્ષુલ્લક-નિગ્રંથીય
૧૯૫
અધ્યયન-૬: શ્લોક ૧૩ ટિ ૨૩-૨૫
૨૩. બધી દિશાઓ (
સિવિલ) દિશા શબ્દના બે અર્થ કરી શકાય છે–(૧) દૃષ્ટિકોણ (૨) ઉત્પત્તિસ્થાન. ચૂર્ણિ અને વૃત્તિમાં દિશા શબ્દ વડે સમસ્ત ભાવદિશાઓનું ગ્રહણ કરવામાં આવ્યું છે. ભાવ-દિશા અઢાર પ્રકારની છે. જેવી કે–પૃથ્વીકાય, અપકાય, તેજસકાય, વાયુકાય, મૂલબીજ, સ્કંધબીજ, અઝબીજ,પર્વબીજ, લીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય, નારક, દેવ, સમૂઈનજ, કર્મભૂમિ, અકર્મભૂમિજ અને અત્તર-દ્વીપજ.૧
જ્ઞાનવાદ અને ક્રિયાવાદની દષ્ટિએ તપાસીએ તો ‘દિશા'નો અર્થ દષ્ટિકોણ હોવો જોઈએ.માત્ર જ્ઞાનવાદી અપ્રમત્ત ન થઈ શકે. અપ્રમત્ત હોવા માટે જ્ઞાન અને ક્રિયા–બંનેનો સમન્વય જરૂરી છે.
પ્રસ્તુત પ્રસંગમાં “દિશા”નો અર્થ દષ્ટિકોણ જ બંધબેસતો જણાય છે.
૨૪. બાહ્ય શરીરથી ભિન્ન ઊર્ધ્વ–આત્મા છે, તેને સ્વીકારીને (વાદિયા 3છુપાવાય)
–બાહ્ય. આ વિશેષણ ઇન્દ્રિય-જગતનું વાચક છે. ૩ડું-ઊર્ધ્વ. આ વિશેષણ આત્મ-જગતનું વાચક છે. જે વ્યક્તિ ઇન્દ્રિય-જગતમાં જીવે છે, તે વિષયોની આકાંક્ષા ન કરે એવું કદી સંભવે નહિ. કેમ કે આ જગતમાં વિષયોના આધારે જ જીવનનું ઊંચાપણું અને નીચાપણું માપવામાં આવે છે. પણ જે વ્યક્તિ ઇન્દ્રિય-જગતથી દૂર ખસીને ઊર્ધ્વ–મોક્ષને પોતાનું લક્ષ્ય બનાવીને ચાલે છે. તે વિષયોથી વિરક્ત હોય છે. તેમનાથી આકર્ષિત થતો નથી, તે વિષયો ભોગવે છે. પણ તેમનાથી બંધાતો નથી.
સંસારનો બધો વ્યવહાર પદાર્થોશ્રિત છે. જીવન પદાર્થોના આધારે રહેલું છે. આવી સ્થિતિમાં તેમને સર્વથા નકારવા તે કોઈનાય વશની વાત નથી. પરંતુ જે ઊર્ધ્વલક્ષી હોય છે, તે પદાર્થોને ઉપયોગમાં લેતો હોવા છતાં તેમની સાથે સંકળાતો નથી અને જે ઇન્દ્રિય-ચેતનાના સ્તર પર જીવે છે તે તેમનાથી બંધાઈ જાય છે.
સૂત્રકૃતાંગ સૂત્રનું આ વાક્ય “માણસે વહુ કુરે એ વાતનું સાક્ષી છે કે લક્ષ્યની ઊર્ધ્વતાને કારણે જ મનુષ્ય-જન્મની દુર્લભતા છે. એટલા માટે તેની રક્ષા ઇચ્છનીય છે.
લોકાયતો માને છે કે ‘ર્વ રેહાતુ પુરુષો વિતે, તેહ વ માત્મા–દેહથી ઊર્ધ્વ—અલગ કોઈ આત્મા નથી, દેહ જ આત્મા છે. આનું નિરસન કરતાં સૂત્રકારે કહ્યું છે–વહિયાં છું—શરીરથી પર પણ આત્મા છે. આ ચૂર્ણિની વ્યાખ્યા છે. વૃત્તિ અનુસાર ‘હિયા 3નો અર્થ મોક્ષ છે. જે સંસારથી બહિબૂત છે અને સૌથી ઊર્વવર્તી છે, તેને વદિ કર્ણ કહેવાય છે. ૨૫. કોઈ પ્રકારની આકાંક્ષા ન કરે (નાવવં વાયા વિ)
વ્યક્તિ ઊર્ધ્વલક્ષી બનીને, મોક્ષને પોતાનું લક્ષ બનાવીને કોઈપણ સ્થિતિમાં, ક્યાંય પણ વિષયો પ્રતિ આસક્ત ન થાય. ઉપસર્ગ અને પરીષહો વડે પ્રતાડિત થવા છતાં પણ તે વિષયાભિમુખ ન બને.
અહીં એક પ્રશ્ન ઊઠે છે કે જો આ વાત યથાર્થ છે તો પછી શરીરને ધારણ કરવાનું પણ અયોગ્ય જ ગણાશે, કેમ કે તેના પ્રત્યે પણ આકાંક્ષા કે આસક્તિ હોય છે. શરીર પણ આત્માથી બાહ્ય છે.
આનો ઉત્તર આગળના બે ચરણોમાં આપવામાં આવ્યો છે.
૧. (ક) ૩ત્તરાધ્યયન [ળ, પૃ. ૪. (ખ) વૃવૃત્તિ, પન્ન ર૬૮:
पुढविजलजलणवाया मूला खंधग्गपोरबीया य । बितिचउपणिदितिरिया य नारया देवसंघाया।
सम्मुच्छिम कम्माकम्मभूमिगणरातहंतरद्दीवा।
भावदिसा दिस्सइ जं संसारी णियगमेयाहि । ૨. સત્તરાધ્યયન યૂ, પૃ. ૨૨૯ ૩. વૃક્રવૃત્તિ, પત્ર ર૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org