________________
ઉત્તરઝયણાણિ
૧૯૦
અધ્યયન-૬: શ્લોક ટિ પ-૬
સત્યની શોધના વિષયમાં વૈજ્ઞાનિક માન્યતા પણ આ જ છે. બીજા વૈજ્ઞાનિકોએ જે શોધ્યું છે, તેનાથી આગળ વધો અને સત્યના એક નવા પર્યાયને અભિવ્યક્તિ આપો. શોધ શોધ છે. તેમાં નિર્માણાત્મક તત્ત્વ પણ પ્રાપ્ત થઈ શકે છે અને વિધ્વંસાત્મક તત્ત્વો પણ મળી શકે છે. સત્યની શોધમાં પણ આ જ વાત લાગુ પડે છે. પણ જે વ્યક્તિ ‘fપત્તિ મે સદ્ગમૂY'–વિશ્વમૈત્રીનું સૂત્ર લઈને ચાલે છે તે શોધક ક્યાંય વિમૂઢ બનતો નથી. તે વિધ્વંસને પણ નિર્માણમાં બદલી નાખે છે.
ચૂર્ણિકાર અનુસાર ચાર હેતુઓ વડે કરવામાં આવતી સત્યની શોધનો કોઈ અર્થ નથી હોતો. તે ચાર હેતુઓ છે–(૧) કોઈ બીજાના વિકાસના આધારે સત્ય માની લેવું (૨) ભય વડે (૩) લોક-રંજન માટે અને (૪) બીજાના દબાણથી.
એટલા માટે કહેવામાં આવ્યું છે–સર્વા સર્વત્ર આત્મના સ્વયં પોતાની સ્વતંત્ર ભાવનાથી સત્યની શોધ કરવી.
સવં–ચૂર્ણિકારે સત્યનો અર્થ સંયમ કર્યો છે. વૃત્તિકારે “સ”નો અર્થ જીવ અને તેના માટે જે કંઈ હિતકારી હોય છે તેને સત્ય કહ્યું છે. યથાર્થ જ્ઞાન અને સંયમ જીવને માટે હિતકારી હોય છે. એટલા માટે તે સત્ય કહેવાય છે.
ચૂર્ણિકાર અને વૃત્તિકારે જે અર્થ કર્યો છે તે આચારપરક છે. સત્યનો સંબંધ માત્ર આચાર સાથે જ નથી, એટલા માટે વ્યાપક સંદર્ભમાં સત્યના ત્રણ અર્થ કરી શકાય છે–(૧) અસ્તિત્વ (૨) સંયમ (૩) ઋજુતા."
ચૂર્ણિકારે નામોલ્લેખપૂર્વક નાગાર્જુનીય વાચનાનું પાઠાંતર “બત્ત સંસેન્ગા' આપ્યું છે. શાજ્યાચાર્યે આ પાઠાંતર કોઈ વિશેષ નામના નિર્દેશ વિના જ આપ્યું છે. તે બંનેનું માનવું છે કે આ પાઠાંતરમાં ‘ઉત્ત’ શબ્દ વિશેષ મહત્ત્વનો છે. સત્યની શોધનો મુખ્ય ઉદ્દેશ્ય છે ‘સ્વ'. તે પરને માટે નથી હોતી.
આ શ્લોકનો સાર એ છે કે સત્યની શોધ પોતાને માટે પોતે જ કરો. સત્યની શોધ તે જ વ્યક્તિ કરી શકે છે જે બંધનોની સમીક્ષામાં પંડિત હોય, હિત-અહિતની વિવેક-ચેતનાનો માલિક હોય. સત્યને તે જ પામી શકે છે જે સ્વતંત્ર ચેતના વડે તેની શોધ કરે છે. સત્ય-શોધનું નવનીત છે–વિશ્વમૈત્રી, સર્વભૂતમૈત્રી. ૬. આચરણ કરે (વરપ્પા)
ચૂર્ણિકારે ‘' શબ્દના અર્થોનો નિર્દેશ કર્યો છે – ૧. સામર્થ્ય–આઠમા માસે વૃત્તિ કે જીવિકા માટે સમર્થ થવું. ૨. વર્ણન-વિસ્તારથી વર્ણન કરનારું સૂત્ર–કલ્પસૂત્ર. ૩. છે–ચાર અંગુલ માત્ર દેશ છોડીને આગળના કેશને પ્રતિ’–કાપવાં. ૪. ઝર–કરવું.
१. उत्तराध्ययन चूर्णि, पृ. १४९ : मा भूत् कस्यचित्
परप्रत्ययात् सत्यग्रहणं, तथा परो भयात् लोकरंजनार्थ
पराभियोगाद् वा। ૨. એજન, પૃ. ૨૪ : સંડ્યો સંગમ... 3. बृहद्वृत्ति, पत्र २६४ : सद्भ्यो-जीवादिभ्यो हितः
सभ्यग् रक्षण-प्ररूपणादिभिः सत्यः-संयमः सदागमो वा। ૪. તત્ત્વાર્થ રૂ૦ : --વ્યવૃત્તિ સા. ૫. તા કા ૨૦૨ : રવિદે સર્વે -l૩યથા,
भासुज्जुयया भावुज्जुयया, अविसंवायणाजोगे। ६. (8) उत्तराध्ययन चूर्णि, पष्ठ १४९ : नागार्जुनीयानां
'अत्तट्ठा सच्चमेसेज्जा।'
(ખ) વૃત્તિ , પત્ર રદ્દ8I ७. उत्तराध्ययन चूर्णि, पृष्ठ १४९, १५० :कल्पनाशब्दोप्यनेક્ષાર્થ:, તથા
सामर्थ्य वर्णनायां च, छेदणे करणे तथा ।
औपम्ये चाधिवासे च, कल्पशब्दं विदुर्बुधाः ॥ सामर्थ्य अद्रुममासे वित्तीकप्पो भवति, वर्णने विस्तरतः सूत्रं कल्प, छेदने चतुरंगुलवज्जे अग्गकेसे कप्पति, करणे 'न वृत्ति चिन्तयेत् प्राज्ञः, धर्ममेवानुचिन्तयेत् ।
जन्मप्रभृतिभूतानां, वृत्तिरायुश्च कल्पितम् ॥ औपम्ये यथा चन्द्राऽदित्यकल्पाः साधवः, अधिवासे जहा सोहम्मकप्पवासी देवो।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org