________________
અકામ-મરણીય
૧૭૭
અધ્યયન-૫ : શ્લોક ૨૮-૨૯ ટિ ૪૪-૪૬
૪૪. તરત ઉત્પન્ન થયા હોય–એવી કાન્તિવાળા (ગgવવત્રસંવાલા)
ચૂર્ણિકારે આનો અર્થ–“અભિનવ ઉત્પન્નની માફક કર્યો છે. ટીકાકારોએ આનો અર્થ ‘પ્રથમ ઉત્પન્ન દેવતાસમાન” કર્યો છે. આનું તાત્પર્ય એ છે કે તેમનામાં ઔદારિક શરીરગત અવસ્થાઓ હોતી નથી. તેઓ ન બાળક હોય છે કે ન વૃદ્ધ, સદા એકસમાન રહે છે. તેમના રૂપ-રંગ અને લાવણ્ય જેવાં ઉત્પત્તિ સમયે હોય છે તેવાં જ અંતકાળમાં પણ હોય છે.
૪૫. જે ઉપશાંત હોય છે તેને તિ પરિનિવ્વલ)
આમાં “સન્તિ’ ક્રિયાપદ છે. છતાં પણ વ્યાખ્યાકારોએ તેનો મૂળ અર્થ આવો કર્યો છે—જે મુનિ શાન્તિપરિનિવૃત હોય છે અર્થાત્ ક્ષત્તિ કે ઉપશમ વડે શીતીભૂત, કષાયરહિત, કષાયરૂપી અગ્નિને બુઝાવનાર હોય છે. શાન્તાચાર્યે વૈકલ્પિક રૂપે ‘ક્તિ ને ક્રિયાપદ માનીને તેનો અર્થ—“વિદ્યક્ત કર્યો છે.'
૪૬. (શ્લોક ૨૯)
બધા પ્રકારના ભયમાં મરણનો ભય અત્યન્ત કષ્ટપ્રદ હોય છે. ક્યારેક-ક્યારેક એવા પ્રસંગ પણ આવે છે કે વાસ્તવિક મૃત્યુથી મરનારા લોકો કરતાં પણ અધિક લોકો મૃત્યુના ભયથી મરી જાય છે.
મહામારી ઘોડા પર ચડી આવી રહી હતી. એક માણસ સામે મળ્યો. તેણે પૂછયું – તું કોણ છે ?' પેલીએ કહ્યું- હું મહામારી છું.’ ‘તું ક્યાં જઈ રહી છે? કેમ જઈ રહી છે?' મહામારી બોલી– હું અમુક નગરના હજાર માણસોને મારવા માટે જઈ રહી છે. કેટલાક દિવસ પછી તે તે જ રસ્તે પાછી ફરી. સંયોગવશ પેલો જ માણસ ફરી મળી ગયો. તેણે કહ્યું- દેવી! તું તો ગઈ'તી હજાર માણસને મારવા અને ત્યાં તો મર્યા છે પાંચ હજાર માણસ. તું જૂઠું કેમ બોલી ?' મહામારી બોલી–“ભાઈ ! હું જૂઠું બોલી ન હતી. મેં તો હજાર માણસોને જ માર્યા હતા. બાકીના ચાર હજાર આદમી મોતના ડરથી મરી ગયા. એમાં હું
શું કરું ?”
આ જ અધ્યયનના સોળમા શ્લોકમાં તો તે મરતમ વાત્રે સંતસ્ય મયા–એવો ઉલ્લેખ છે. તેનું તાત્પર્ય એ છે કે બાલ–અજ્ઞાન વ્યક્તિ પોતાના જીવનકાળમાં ધર્મ છોડીને અધર્મ વડે જીવન યાપન કરે છે. તે મરણકાળે પરલોક-ગમનનરક-ગમનના ભયથી સંત્રસ્ત બની જાય છે. તે વિચારે છે, મેં નરકને યોગ્ય કર્મો કર્યા છે, અને મારે તે ભોગવવાનાં છે.
પ્રસ્તુત શ્લોકમાં ‘ને સંતતિ મળત્તે....” એમાં બતાવ્યું છે કે શીલવંત અને સંયમી મુનિ મરણકાળે પણ સંત્રસ્ત થતો નથી. તે જાણે છે કે તેની સદ્ગતિ થશે. કેમકે તેણે ધર્મના પ્રશસ્ત માર્ગનું અનુસરણ કર્યું છે. તે સંખના કરીને, અનશનપૂર્વક મૃત્યુનું સ્વેચ્છાએ વરણ કરે છે.
આ શતાબ્દીના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને પોતાનો અંતકાળ નજીક જાણીને કહ્યું હતું–‘મારે જેટલું જીવવું હતું તેટલું જીવી લીધું. હવે બળજબરીપૂર્વક હું જીવન લંબાવવા ઈચ્છતો નથી.’
આ ભાવના પણ “ર સંતતિ મરતૈ’ની જ દ્યોતક છે.
૧. ઉત્તરાધ્યયન વૂf, પૃ. ૨૪૦: ‘ગાવવત્ત સંસા'
अभिनवोपपन्नस्य देहस्य सर्वस्यैवाभ्यधिका द्युतिर्भवति
अनुत्तरेष्वपि। ૨. (ક) વૃ ત્ત, પત્ર ર૧૨ : મનોપપત્રસંસા : પ્રથમી
त्पन्न देवतुल्या:, अनुत्तरेषु हि वर्णद्युत्यादि यावदायुस्तुल्यमेव भवति ।
(ખ) મુઘોથા, પત્ર ૨૦૮ ૩. (ક) ઉત્તરાધ્યયન વૂળ, પૃષ્ઠ ૨૪૬I
(ખ) વૃવૃત્તિ, પત્ર રપ૩ .
(ગ) મુકવોથા, પત્ર ૨૦૮ ૫ ४. बृहद्वृत्ति, पत्र २५३ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org