________________
અકામ-મરણીય
૧૬૩
અધ્યયન-૫: શ્લોક ૬-૭ ટિ ૯-૧૨
પ્રસ્તુત પ્રકરણમાં ‘કૂટ’નો અર્થ ‘મિથ્યાવચન” અધિક સંગત લાગે છે. ૯. રતિ (આનંદ) (૨)
ચૂર્ણિમાં “રતિ’નો અર્થ છે-ઇષ્ટ વિષયમાં પ્રીતિ ઉત્પન્ન કરનારી વૃત્તિ.' વૃત્તિમાં તેનો અર્થ છે–કામવાસનાના સેવનથી ઉત્પન્ન ચિત્તનો આહાદ. ૧૦. (ન ને હિપ નોર, વનવૃવિદા રૂમ )
પરલોક તો મેં જોયો નથી, આ રતિ (આનંદ) તો ચક્ષુ-દષ્ટ છે–આંખોની સામે છે. આ બે પદોમાં અનાત્મવાદીઓના મતનો ઉલ્લેખ છે. તેઓ પ્રત્યક્ષને જ વાસ્તવિક માને છે તથા ભૂત અને અનાગતને અવાસ્તવિક, કામાસક્ત વ્યક્તિઓનું આ ચિંતન અસ્વાભાવિક નથી.
૧૧. (સ્થાયી રૂપે મા, કાન્નિયા ને ૩૫Tયા)
ચૂર્ણિકારે લખ્યું છે–કોઈ મૂર્ખ પણ પોતાની ગાંઠે બાંધેલા ચોખા છોડીને ભવિષ્યમાં પેદા થનારા ચોખા માટે ઉદ્યમ નથી કરતો. શાન્તાચાર્યે લખ્યું છે હાથમાં આવેલા દ્રવ્યોને કોઈપણ પગેથી કચડતું નથી.'
જે આત્મા, પરલોક અને ધર્મનો મર્મ સમજે છે તે અનાગત ભોગોની પ્રાપ્તિ માટે હસ્તગત ભોગોને છોડતો નથી. એટલા માટે અનાત્મવાદીઓનું આ ચિંતન યથાર્થ નથી. તેની ચર્ચા નવમા અધ્યયનના શ્લોક ૫૧-૫૩માં પણ કરાઈ છે.
૧૨. ક્લેશ (સંક્લિષ્ટ પરિણામ) (H)
ક્લેશ શબ્દના અનેક અર્થો છે–પીડા, પરિતાપ, શારીરિક કે માનસિક વેદના, દુઃખ, ક્રોધ, પાપ વગેરે. પ્રસ્તુત પ્રસંગમાં ક્લેશનો અર્થ છે–સંક્લિષ્ટ પરિણામ. જે વ્યક્તિ કામભોગોમાં અનુરક્ત હોય છે, તે શારીરિક અને માનસિક ઉત્તાપથી ઉત્તમ રહે છે.
પતંજલિએ ક્લેશના પાંચ પ્રકાર બતાવ્યા છે–અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ."
ગીતામાં કહ્યું છે–જે વ્યક્તિ વિષયોનું ચિંતન નિરંતર કરતી રહે છે, તેનામાં તે વિષયો તરફ આસક્તિ પેદા થઈ જાય છે. આસક્તિથી કામ, કામથી ક્રોધ, ક્રોધથી સમૂઢતા, સમૂઢતાથી સ્મૃતિભ્રંશ, સ્મૃતિભ્રંશથી બુદ્ધિનાશ અને બુદ્ધિ-નાશથી વ્યક્તિ પોતે નાશ પામે છે."
પ્રસ્તુત શ્લોકમાં પણ એ જ પ્રતિપાદ્ય છે કે કામભોગની આસક્તિથી ક્લેશ પેદા થાય છે. તે વ્યક્તિ આસક્તિના સંક્લિષ્ટ પરિણામોના આવર્તમાં ફસાઈને નાશ પામે છે.
૧, ઉત્તરાધ્યયન વૂળ, પૃ. ૨૨ : રૂછવષયપ્રતિપ્રવિ -
त्मिका रतिः। ૨. (ક) બૂવૃત્તિ, પત્ર ૨૪રૂ : તે યાતિ ત -
स्पर्शनादिसम्भोगजनिता चित्तप्रत्तिः । (ખ) મુઠ્ઠવાળા, પત્ર ૨૦૨ 3. उत्तराध्ययन चूर्णि, पृष्ठ १३२ : न हि कश्चित् मुग्धोऽपि
ओदनं बद्धेलनकं मुक्त्वा कालिकस्योदनस्यारंभं करोति । ૪. વૃત્તિ , પત્ર ૨૪રૂ I
પ. પતંગનયન રા રૂ : વિદ્યાસ્મિતારી દેવાનિવેશ:
पञ्च क्लेशा: । ૬. નીતા રા ૬૨, ૬ર !
ध्यायतो विषयान् पुंसः, संगस्तेषूपजायते । संगात् संजायते कामः, कामात् क्रोधोऽभिजायते । क्रोधाद् भवति संमोहः, संमोहात् स्मृतिविभ्रमः । स्मृतिभ्रंशाद् बुद्धिनाशो, बुद्धिनाशात् प्रणश्यति ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org