________________
અસંસ્કૃત
૧૩૫
અધ્યયન-૪: શ્લોક ૬ ટિ ૧૩-૧૪
ચોરને પકડવાના ઉપાય વિચારવા લાગ્યો. એટલામાં જ એક પરિવ્રાજક તે જ વૃક્ષની છાયામાં આવીને બેઠો. અગડદત્તને તે વ્યકિત ચોર હોવાની શંકા થઈ. પરિવ્રાજક અને અગડદત્ત બંને પરસ્પર વાતચીત કરવા લાગ્યા. અગડદત્ત બોલ્યોભગવદ્ ! હું અત્યન્ત દરિદ્ર છું. ખાવા-પીવાનાં પણ ફાંફાં છે. પરિવ્રાજકે કહ્યું-તું મારી સાથે રહે. હું તને આજીવિકા આપીશ. આમ તે પરિવ્રાજકની સાથે તેના પડછાયા માફક રહેવા લાગ્યો.
હકીકતમાં પરિવ્રાજક જ દુર્ઘર્ષ ચોર હતો. તે તે રાત્રીમાં અગડદત્ત સાથે એક ધનવાનના ઘરે ચોરી કરવા ગયો. અપાર ધનસંપત્તિ ચોરીને તે એક યક્ષમંદિરમાં પાંચ-સાત વ્યક્તિઓને લઈને આવ્યો. બધા તે ધનસંપત્તિ સાથે નગરની બહાર નીકળ્યા. પરિવ્રાજકે કહ્યું હવે નગરના આ બાહ્ય ઉદ્યાનમાં આપણે બધા આરામ કરીએ, પછી આગળ વધીશું, બ ગયા, અગડદત્ત અને પરિવ્રાજક પોતપોતાની જગ્યાએ સૂતા રહ્યા. બીજા બધા માણસો ગાઢ ઊંઘમાં ઘેરાઈ ગયા. અગડદત્ત પરિવ્રાજકની નજર બચાવીને એક વૃક્ષની પાછળ જઈ છુપાયો. આ બાજુ પરિવ્રાજક ઊઠ્યો. તેણે સૂતેલા બધા માણસો પર ભયંકર પ્રહાર કરી બધાને મારી નાખ્યો. અગડદત્તને તેની જગ્યાએ ન જોતાં તેની શોધમાં તે નીકળી પડ્યો. તેને એક વૃક્ષની આડમાં જોયો અને તેના પર પ્રહાર કરવા લાક્યો. અગડદત્ત સાવધાન હતો. તેણે ચોરના ખભા પર બળપૂર્વક પ્રહાર કર્યો. ચોર બેભાન થઈ ગયો. સહેજ ચેતન આવતાં તે બોલ્યો-“વત્સ! તું મારે ઘરે જઈ મારી આ તલવાર બતાવજે, ત્યાં રહેલી મારી બહેન તને પતિ રૂપે સ્વીકારશે.” આટલું કહી તેણે પ્રાણ છોડી દીધા.
અગડદત્ત તેના ઘરે ગયો. તલવાર જોતાં જ ચોરની બહેન જાણી ગઈ કે આ મારા ભાઈનો હત્યારો છે. તેણે બદલો લેવા માટે તેને મારવાની યુક્તિ કરી, પણ અગડદત્ત સાવધાન હતો. તેણે પેલીની ચાલ સફળ થવા દીધી નહિ. તે તેને લઈને રાજગૃહમાં ગયો. રાજાએ ઘણાબધા ઈનામો આપી તેનું સન્માન કર્યું. ૧૩. કાળ ખૂબ જ ઘોર (કૂર) હોય છે (ઘોરી મુદ્દત્તા)
આ શબ્દો વડે એવો સંકેત કરવામાં આવ્યો છે કે પ્રાણીનું આયુષ્ય અલ્પ હોય છે અને મૃત્યુનો સમય અચોક્કસ હોય છે, ન જાણે તે ક્યારે આવી જાય અને પ્રાણીને ઉપાડી જાય.
અહીં ‘મુહૂર્ત’ શબ્દ વડે સમસ્ત કાળનું ગ્રહણ કરવામાં આવ્યું છે. પ્રાણીનું આયુષ્ય પ્રતિપળ ક્ષીણ થતું જાય છે–આ અર્થમાં કાળ પ્રતિપળ જીવનનું અપહરણ કરે છે. એટલે તેને ઘોર-રૌદ્ર કહેવામાં આવેલ છે.' ૧૪. મારડ પક્ષી (મારું પક્ષી)
જૈન-સાહિત્યમાં ‘અપ્રમત્ત અવસ્થા દર્શાવવા માટે આ ઉપમાનો પ્રયોગ અનેક સ્થળે કરવામાં આવેલ છે.
કલ્પસૂત્રમાં ભગવાન મહાવીરને– પલ્લી રૂવ ગપ્પન–ભારંડ પક્ષીની માફક અપ્રમત્ત કહેવામાં આવ્યા છે. ચૂર્ણિ અને ટીકાઓ અનુસાર આ બે જીવો સંયુક્ત હોય છે. આ બંનેને ત્રણ પગ હોય છે. વચ્ચેનો પગ બંનેનો સામાન્ય હોય છે અને એક-એક પગ વ્યક્તિગત, તેઓ એકબીજાની સાથે અત્યન્ત સાવધાનીપૂર્વક વર્તે છે. સતત જાગરૂક રહે છે.
છઠ્ઠી શતાબ્દીની રચના વસુદેવહિંડી નામે ગ્રંથ (પૃ. ૨૪૯)માં ભારંડ પક્ષીનું વર્ણન કરતાં લખ્યું છે–આ પક્ષીઓ રત્નદ્વીપમાંથી આવે છે. તેમનું શરીર ઘણું વિશાળ હોય છે અને તેઓ વાઘ, રીંછ વગેરે વિશાળકાય જાનવરોનું માંસ ખાય છે. કલ્પસૂત્રની કિરણાવલિ ટીકામાં ભારેડ પક્ષીનું ચિત્રણ આવી રીતે કરવામાં આવ્યું છે–
द्विजिह्वा द्विमुखाश्चैकोदरा भिन्नफलैषिणः ।
૧. સુ ધા , પત્ર ૨૪ : ઘા -ૌરા: સતતf prનાં
प्राणापहारित्वात् मुहूर्ताः- कालविशेषाः, दिवसाधुपलक्षण
૨. (ક) ૩/રાધ્યયન યૂનિ, ૨૨૭૫
(ખ) વૃદવૃત્તિ, પત્ર ૨૨૭ | (ગ) સુવવધા, પત્ર ૨૪
मेतत् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org