________________
આમુખ
અનુયોગદ્વાર આગમમાં નામકરણના દસ હેતુ બતાવવામાં આવ્યા છે. તેમાં એક હતું ‘આદાન-પદ' છે. આ અધ્યયનનું નામ તે જ આદાન પદ (પ્રથમ પદ)ને કારણે ‘ચતુરંગીય’ થયું છે. આ અધ્યયનમાં (૧) મનુષ્યત્વ, (૨) ધર્મ-શ્રવણ, (૩) શ્રદ્ધા, (૪) તપ-સંયમમાં પુરુષાર્થઆ ચાર અંગોની દુર્લભતાનું પ્રતિપાદન છે. જીવનના આ ચાર પ્રશસ્ત અંગો-વિભાગો છે. આ અંગો પ્રત્યેક વ્યક્તિને સહજ પ્રાપ્ય નથી. ચારેનો એકત્ર સમાહાર વિરલાઓમાં જ મળે છે. જેમનામાં ચારેય મળે નહિ, તેઓ ધર્મની આરાધના કરી શકે નહિ. એકની પણ ખામી તેમના જીવનમાં પાંગળાપણું લાવી મૂકે છે. ચારેય અંગોની દુર્લભતા નીચેના વિવેચનથી પ્રગટ થશે. (૧) મનુષ્યત્વ
આત્માથી પરમાત્મા બનવાનો એકમાત્ર અવસર મનુષ્ય-જન્મમાં પ્રાપ્ત થાય છે. તિર્યંચ જગતમાં ક્યારેક પૂર્વસંસ્કારોથી પ્રેરિત ધર્મારાધના થાય છે, પરંતુ તે અધૂરી રહે છે. દેવો ધર્મની પૂરી આરાધના કરવા પામતા નથી. તેઓ વિલાસમાં જ વધુ સમય ગુમાવે છે. શ્રમણ્ય માટે તેઓ યોગ્ય નથી હોતા. નૈરયિક જીવો દુ:ખોથી ત્રસ્ત હોય છે, આથી તેમનો ધાર્મિક વિવેક પ્રબુદ્ધ નથી હોતો. મનુષ્યનો વિવેક જાગૃત હોય છે. તે અતિ સુખી કે અતિ દુ:ખી પણ નથી હોતો, આથી તે ધર્મની પૂર્ણ આરાધનાનો યોગ્ય અધિકારી છે. (૨) ધર્મ-શ્રવણ
ધર્મ-શ્રવણની રુચિ પ્રત્યેકમાં નથી હોતી. જેમનું અંતઃકરણ ધાર્મિક ભાવનાથી ભાવિત હોય છે, તે મનુષ્યો ધર્મ-શ્રવણ માટે તત્પર રહે છે. ઘણા લોકો દુર્લભતમ મનુષ્યત્વને પામીને પણ ધર્મ સાંભળવાનો લાભ મેળવી શકતા નથી. નિર્યુક્તિકારે ધર્મ-શ્રવણમાં આવતાં ૧૩ વિદનો દર્શાવ્યાં છે – ૧. આલસ્ય- અનુઘમ.
૭. કૃપણતા- ધનવ્યયનો ભય ૨. મોહ– ઘર(ધંધા)ની વ્યસ્તતામાંથી પેદા થયેલ ૮. ભય.
મૂઢતા અથવા હેયોપાદેયના વિવેકનો અભાવ. ૯, શોકઈષ્ટ-વિયોગથી પેદા થતું દુ:ખ. ૩. અવજ્ઞા અથવા અવર્ણ ધર્મ-કથક પ્રતિ અવજ્ઞા ૧૦. અજ્ઞાન– મિથ્યા ધારણા. • કે તિરસ્કારનો ભાવ.
૧૧. વ્યાપ- કાર્ય-બહુલતામાંથી પેદા થતી વ્યાકુળતા. ૪. સ્તંભ– જાતિ વગેરેનો અહંકાર.
૧૨. કુતૂહલ– જાદુ, ખેલ, તમાશા જોવાની આકુળતા. ૫. ક્રોધ– ધર્મ-કથક તરફ અપ્રીતિ.
૧૩. રમણ– ક્રીડા-પરાયણતા. ૬, પ્રમાદ– નિદ્રા, વિકથા વગેરે. (૩) શ્રદ્ધા
ભગવાને કહ્યું–‘શ્રદ્ધા પરમ કુરા'-શ્રદ્ધા પરમ દુર્લભ છે. જીવન-વિકાસનું આ મૂળ સૂત્ર છે. જેનો દૃષ્ટિકોણ મિથ્યા હોય છે, તે સદ્ભાવ સાંભળીને પણ તેમાં શ્રદ્ધા નથી કરતો અને શ્રુત અથવા અશ્રુત અસદ્ભાવમાં તેનો વિશ્વાસ થઈ જાય છે. જેનો દષ્ટિકોણ સમ્યક હોય છે તે સદ્ભાવને સાંભળીને તેમાં શ્રદ્ધા કરે છે પરંતુ પોતાના અજ્ઞાનને વશ થઈને અથવા ગુરુના નિયોગથી અસદ્ભાવ પ્રતિ પણ તેની શ્રદ્ધા થઈ જાય છે. આ રીતે સમ્યક્ દષ્ટિવાળા માટે પણ શ્રદ્ધા દુર્લભ છે.
१. अणुओगदाराई, सूत्र ३२२ : से किं तं आयाणपएणं? आयाणपएणं-आवंती, चाउरंगिज्ज, असंखयं, जण्णइज्जं....एलइज्जं....से तं
आयाणपएणं। २. उत्तराध्ययन नियुक्ति, गाथा १६० : आलस्स मोहावना, थंभा कोहा पमाय किविणता ।
भय सोगा अन्नाणा, वक्खेव कुऊहला रमणा ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org