________________
ઉત્તરઝયણાણિ
અધ્યયન-૨: શ્લોક ૨૬ ટિ ૪૬-૪૮
કરણ અને ત્રણ યોગથી પ્રત્યાખ્યાન કરું છું. તે નમસ્કારમંત્રનું પાંચ વાર સ્મરણ કરી કાયોત્સર્ગમાં ઊભો રહી ગયો. એટલામાં જ અર્જુન ત્યાં આવ્યો. પણ તેને અત્યન્ત આશ્ચર્ય થયું કે તે પેલી વ્યક્તિ ઉપર પ્રહાર કરી શકતો ન હતો. તેણે પોતાની બધી તાકાત સુદર્શન પર પ્રહાર કરવા માટે અજમાવી જોઈ. પણ બધું વ્યર્થ. યક્ષ અર્જુનના શરીરમાંથી નીકળી ગયો. અર્જુન ત્યાં જ ભૂમિ પર પડી ગયો. ચૈતન્ય આવતાં જ તે ઊભો થયો અને સુદર્શનને પૂછવું–હું ક્યાં છું? મેં આવું કેમ કર્યું? મારી શું સ્થિતિ છે? હું મારી જાતને ઓળખતા નથી. તમે મને બતાવો.” સુદર્શને બધી વાત કહી. માળીનું મન દોલાયમાન થઈ ઊઠ્યું. તે પણ સુદર્શનની સાથે ભગવાનના સાન્નિધ્યમાં પહોંચ્યો. તેણે પૂછ્યું–મંતે! હું હવે ઘોર પાપી છું. મારી શુદ્ધિ કેવી રીતે થઈ શકે? ભગવાન બોલ્યા–શુદ્ધિનાં બે સાધનો છે—તપસ્યા અને સંયમ. આ સાંભળી માળી ભગવાન પાસે ધ્વજિત થઈ ગયો.
તે ભોજનપાન માટે રાજગૃહનગરમાં જતો. તેને જોતાં જ લોકોની યાદ તાજી થતી, કોઈ કહેતું–આણે મારા પિતાને, કોઈ કહેતું મારા ભાઈને, કોઈ કહેતું મારી પત્નીને, કોઈ કહેતું મારા પુત્રને આ હત્યારાએ માર્યો છે. તેઓ તેના ઉપર પથરો ફેંકતા. પણ મુનિ અર્જુન તે બધી જ પ્રકારના આક્રોશને સમભાવથી સહી લેતા.
સંયમની વિશુદ્ધ પરિપાલના અને સમતાની આરાધના વડે કર્મોનો ક્ષય કરી તે જ ભવમાં તેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું." ૪૬. મનમાં ન લાવે ન લાવે ( સી
?
) ચૂર્ણિકારે આનો અર્થ-માનસિક અસમાધિ—એવો કર્યો છે. પ્રતિકૂળ ભાષા સાંભળીને પણ મુનિ પોતાની માનસિક સમાધિ ન ગુમાવે, માનસિક અસમાધિમાં ન જાય.
વૃત્તિકાર અનુસાર આનો અર્થ છે–કઠોર ભાષા બોલનાર વ્યક્તિ તરફ મનમાં પણ દ્વેષભાવ ન લાવે.
૪૭. ક્રોધ (સંવત્ન)
ચૂર્ણિકારે સંજવલનનો અર્થ રોષોદ્ગમ અથવા માનોદય એવો કર્યો છે. તેમણે તેનું લક્ષણ બતાવતાં એક શ્લોક ઉદ્ધત કર્યો
'कंपति रोषादग्निसंघुक्षितवच्च दीप्यतेऽनेन ।
तं प्रत्याक्रोशत्याहंति च मन्येत येन स मतः ॥ -જે ક્રોધથી કંપી ઊઠે છે, અગ્નિની માફક સળગી ઊઠે છે, આક્રોશ સામે આક્રોશ અને હત્યા સામે હત્યા કરે છે, તે સંજવલનનું ફળ છે.
બૃહવૃત્તિમાં આ શબ્દ વડે એમ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે મુનિ માર ખાવા છતાં પણ શરીરથી સંજવલિત ન બને– ક્રોધથી કંપી ન ઊઠે અને પોતાને મારનારને મારવાનો પ્રયત્ન પણ ન કરે. તે આક્રોશ સામે આક્રોશ કરી પોતાની જાતને અત્યન્ત કોપાયમાન બનેલી ન દર્શાવ." ૪૮. પરમ (ઘર)
પ્રાચીન સાહિત્યમાં બે શબ્દો પ્રચલિત છે–પરાવિદ્યા અને અપરાવિદ્યા. પરાવિદ્યાનો અર્થ છે—લોકોત્તર વિદ્યા. અધ્યાત્મ વિદ્યા અને અપરા વિદ્યાનો અર્થ છે–સાંસારિક વિદ્યા, વ્યાવહારિક વિઘા.
ઉપનિષદોમાં પરાવિદ્યાની જિજ્ઞાસાના અનેક પ્રસંગો જોવા મળે છે.
૧. સુવવોથા, પત્ર રૂ.
द्वेषाकरणेनेति भावः । २. उत्तराध्ययन चूर्णि, पृ० ७० : मन करणं णाम तदुपयोगः ४. उत्तराध्ययन चूर्णि, पृष्ठ ७२ । मनसोऽसमाधिरित्यर्थः।
૫. વૃદુવૃત્તિ, પત્ર ૨૨૪ उ. बृहद्वृत्ति, पत्र ११२ : न ता मनसि कुर्यात्, तद् भाषिणि
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org